કહેવા ન કહેવાની મથામણમા
અસમંજસમાં અટવાય છે મન
આ તો નજરથી નજરની વાત,
દિલથી દિલની આ વાતોને બોલ
તને શબ્દોમાં કેમ સમજાવું.
તને મેળવી ચૂક્યો એ સત્યને
તને ખોયા પછી સમજાય છે
ને પાછા મળ્યા પછી તારા
પ્યારનો મતલબ સમજાયો એ
તને શબ્દોમાં કેમ સમજાવું.
રણ તરસે હાંફી રહ્યું છે ને
ક્યાંક મૃગજળ ઠેબા ખાય,
તારી તરસ તોયે અંકબંધ
અટકે ના લાગણીના કારવા
તને શબ્દોમાં કેમ સમજાવુ.
દરિયો બેય કાંઠે છલકાય છે,
તોય નદી માટે તરસ્યો થાય?
મીઠાસ ને ખારાસનો સઘળો મર્મ
આજ પીધા બાદ સમજાય.
હવે શબ્દોમાં કેમ સમજાવું.
-રેખા પટેલ(વિનોદિની)