RSS

પ્રિયે મારું નામ લખેલું તારૂ આ કવર આવે

20 Jan

પ્રિયે મારા નામ સરનામાં વાળું તારૂ કવર આવે
અંધારી રાત પછી જાણે સુરજ લઇ સવાર આવે .

ફોડું ટપાલ ત્યાં મહી ગુલાબ પંખડી ઝરતી આવે
મારાકદમો જાણે પાસે ઝૂમતો તારો પ્યાર આવે .

પત્ર ખોલું ત્યાં તને સ્પર્શી બીડાઈ એ સુવાસ આવે
જીવંત અહેસાસ નજર સામે જો અક્ષરે અક્ષર આવે .

પહેલું સંબોઘન પ્રિયે,પછી તારું અઢળક વહાલ આવે
લખાએલી વાત વચવચમાં વિરહની ક્રમવાર આવે .

ઉગતો ને ડૂબતો સુરજ તારી યાદમાં લાલ થઇ આવે
તમે થોડામાં ઘણું સમજી લો એ વાત વારંવાર આવે.

છેલ્લે લી.પછી સબ્દોમાં પ્રસરી સાહી દેખાઈ આવે
જાણે આવજો લખતા આંખોમાં કેટલા નીર આવે .

એ લખેલ સબ્દો ચૂમતા મારે નયનોમાં પ્યાસ આવે
હવે આવે પત્ર નહિ, બસ મારો સાજન પાછો ઘર આવે.
રેખા વિનોદ પટેલ
( વિનીદીની )

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: