RSS

“યાદ એતો સુગંધનો દરિયો”

20 Dec

ઘણાં વખતથી મનમાં રમતી એક વાતને આજે અક્ષરદેહ આપવાનું મન થયું બહુ પ્રચલિત શબ્દ છે “બેવફાઈ ” જે હજુ સુધી મારી જિંદગીના શબ્દકોષમાં(ડીક્ષનરી) આવ્યો નથી,અને આજિવન આવશે પણ નહી..એ જ કારણસર બેવફાઇ શબ્દનો ઉપયોગ મારી કોઈ કવીતાઓમાં કદી કર્યો નથી.
મોટે ભાગે એક સ્ત્રીની કવિતાઓ કે ગઝલમાં બેવફાઇ શબ્દ ભાગ્યે જ વાંચવામાં આવ્યો છે

એ પછી મીનાકુમારી હોય
कई उलझे हुए ख़यालात का मजमा है यह मेरा वुजूद
कभी वफ़ा से शिकायत कभी वफ़ा मौजूद

એ પછી પરવીન શાકીર હોય
मैं ने जिस लम्हे को पूजा है उसे बस एक बार
ख़्वाब बन कर तेरी आँखों में उतरता देखूँ

કે પછી પારુલ ખખ્ખર હોય
ज़्ख्म दे के नमक लगाना, और उसे तस्कीन कहेना,
मै दुआ-ए-हिज्र मांगु, और तेरा आमीन कहेना.’

ઉર્દુમાં વફા એટલે “પ્રમાણીકતા”,”ઇમાનદારી”

બેવફાઇનો સીધો મતલબ એ જ કે જે વિશ્વાસ તોડે,

-કોઈ પ્રેમ કરે અને આજીવન વિશ્વાસ પૂર્વક નિભાવે અને પ્રેમને જાળવી રાખે તે વફાદારી

-જ્યારે વિશ્વાસ હોય ત્યારે કોઇ જો બેવફાઈ કરે તો એનો અર્થ એ જ કે તેને વિશ્વાસ નથી ,એટલેકે પ્રેમ નથી..
હવે જો પ્રેમમાં વિશ્વાસ નામનું તત્વ જ ગાયબ હોય,જો વફા કે ઇમાનદારી જ નથી તો બેવફા શબ્દ ક્યાંથી આવ્યો ? તેનો અર્થ કેટલો ?

એક સાચો પ્રેમ કરનાર માણસ ક્યારેય બેવફાઈ નથી કરતો,પણ ક્યારેક હાલાત,સાથે પરિસ્થિતિ એવી સર્જાય કે સમય અને સંજોગો સામે ઘુટણીયે પડીને અને જિંદગી સાથે સમજોતા કરીને સામે વાળા પાત્રને તરછોડવા કે તેનાથી દુર જવા મજબુર બની જવું પડે છે.. આ મજબુરીને બેવફાઈ નાં કહેવાય

અને જો કોઇ માણસ જાણી જોઇને આમ કરે તો એનો અર્થ ચોખ્ખો છે એને કદી સાચો પ્રેમ કર્યો જ નથી.
અને જ્યાં પ્રેમ નથી ત્યાં વફા બેવફા શબ્દનો કોઈ મતલબ નથી

પ્રિયપાત્ર દુર હોય હયાત હોય કે હયાત નાં પણ હોય,તો એ પ્રિય પાત્રને જ્યારે પણ યાદ કરો ત્યારે દિલને હમેશા ખુશી થવી જોઈએ..અને યાદો હમેશાં ચહેરા પર સ્મિત લાવે તેવી હોવી જોઇએ.

“પછી એ પ્રિયપાત્ર કોઇ પણ હોઈ શકે છે માં,બાપ,ભાઈ બહેન, મિત્ર કે પ્રેમ..”

એ પ્રિય ક્યારે બને?.. જ્યારે આપણે એને પ્રેમ કરતા હોઈએ.. પ્રેમ કરતા હોય ત્યારે તેની સારી નરસી બાજુ આપણે દિલથી આપણે અપનાવીયે છીએ કે સ્વીકારી લઇએ છીએ…
આપણી ગમતી વ્યકિતઓનું વર્તૂળ હમેશાં સંખ્યાને લક્ષને લઇને નહી પણ આપણે જેને સમય આપી શકીએ એટલી જ વ્યકિતઓનું હોવુ જોઇએ..

જે તે વ્યકિતને કોઇ પણ સમયે જેવા છે એવા જ આપણે અપનાવીએ તો એનો સીધો અર્થ એ જ છે કે તેની દરેક બાબત આપણને પ્રિય છે..હવે જો તે વ્યક્તિ આપનાથી દુર હોય તો તેની દરેક વાતને યાદ કરીને ખુશ થવું જોઈએ.કારણ કે એ તો આપણી ગમતી વ્યકિત હતી! કે આપણી ગમતી વ્યકિત છે..ગમતી વ્યકિતની વાતોને યાદ કરીને દુઃખી કેમ થવાય?

પણ હું જાણું છું જેટલું લખવું જેટલુ સહેલું છે તેટલું આચરણમાં મુકવું સહેલું નથી.ક્યારેક મન માંકડું બની જવા મજબુર બને છે..ત્યારે મનને છૂટ આપવી જોઈએ કે”ચાલ આજે તને છૂટ છે તારી લાગણીઓ ને નીચોવી નાખ..પરંતું એક શરત છે કે,આવી છૂટ હું તને રોજ રોજ નહિ આપું ……

આ તો યાદોની વાત કરી,
પણ જો તમારું પ્રિયપાત્ર તમારી પાસે હોય સાથે હોય બસ એ પ્રિય પાત્ર સાથે એટલા ઓતપ્રોત રહો અને એ પ્રિયપાત્ર મય બની રહો
કારણકે દોસ્તી અને પ્રેમ બહું નાજુક ચીજ છે…એમાં હુફાળી મુલાયમતા અને તાજગીનો અહેસાસ હર સમયે હોવો જરૂરી છે

પ્રેમ તેને કોઈ એક વ્યાખ્યા માં બંઘાય નહિ
કોઈના સહેવાસ થી સંતોષની લાગણી જન્મે તે પ્રેમ !
કોઈનો એક સ્પર્સ માત્ર જીવનને ભરપુર કરે તે પ્રેમ !
કોઈનું નાનકડું પદ ચિન્હ રસ્તો બતાવી જાય તે પ્રેમ
પ્રેમના પ્રકાર અનેક ગુણ માત્ર એકજ સ્નેહ તે પ્રેમ !

મારી એક નાની રચના લેખનાં અંતમાં મુકુ છુ

મુબારક તમોને મદીના ને મુબારક અવધની રંગીન શામ
અમે તો છીયે હરહાલમાં ખૂશ,લઇને તમારી મજાની યાદ
નથી જોઇતી મહેલોની રંગત કે ન જોઇએ મખમલી સેજ
પથ્થર કહો કે ફૂલ કહો,બસ નિશાની સમી અમારી જાત

આશા છે કે અલગ વિષય ઉપર લખાયેલો આ લેખ તમોને ચોક્કસ ગમશે..!!
“યાદ એતો સુગંધનો દરિયો”

-રેખા પટેલ(વિનોદિની)
-ડેલાવર યુએસએ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: