આજ ખુલ્લી આંખોને અડાડીને તમને મોકલ્યો છે અજંપો
વિરહની આગમાં બરોબર તપાવીને પકાવ્યો છે અજંપો
થોડાક સોણલાને આંખોના ભેજ સાથે ભળ્યો છે અજંપો
ચપટીક નાખી વેદના,પછી મસોટીને ચોળ્યો છે અજંપો
થોડી આશ,થોડી પ્યાસ,ધીરજથી મીઠો બન્યો છે અજંપો
વાયદા કેરા વઘારની મીઠી સોડમથી પ્રસર્યો છે અજંપો
સહેજ સ્મિત કેરી પાંદડીઓ નાખીને શણગાર્યો છે અજંપો
તમે ચાખ્યા નૈનોના નીર,ને તમોને પણ ચડ્યો છે અજંપો?
ભાંગી હૈયા કેરી ભૂખ,ને થોડી રાહતથી ધટયો છે અંજપો
ચાખ્યો ને ચખાડ્યો તો કહો તમે કેવો લાગ્યો છે અજંપો?
ગીત કહો કવિતા કે ગઝલ કહો,શબ્દોમાં બોળ્યો છે અજંપો
કસુંબલ પ્રીત સાથે,શબ્દોની પ્યાલીમાં ઘોળ્યો છે અજંપો
રેખા પટેલ ( વિનોદિની )
12/14/13