ક્ષણોને પત્રમાં નહી લખાય, છે તારી ને મારી વાત
જમાનાભરનો થશે ઇતિહાસ,છે તારી ને મારી વાત
વહેતી સંવેદના બધી અંતરોના માપમાં નહી મપાય
સૌંદર્યના શમણાઓ થી પર,છે તારી ને મારી વાત
આભ તણો લંબાતો પ્રેમ નરી નજરે નહી દેખાય
પાતાળ જેટલી ઊંડાઈ ત્યાં,છે તારી ને મારી વાત
ગ્રંથમાં નહિ લખાય ગઝલ કે કવિતામાં નહી સમાય
હા! મહાગ્રંથોમાં થશે સમાવેશ, છે તારી ને મારી વાત
ફૂલોના ઢગલા મા કે અનેક ઉધાનોમાં પણ નહી માય
જઇ આખા ચંદન વનમાં મહેકે,છે તારી ને મારી વાત
હાર જીતની ખાલી પોકળ સમજણથી નહી સમજાય
શંકાથી તે કદીયે નહી બંધાય, છે તારી ને મારી વાત
રેખા પટેલ (વિનોદિની )
12/19/13