RSS

હું ફરી નવીનક્કોર થઇ ટપકી

04 Dec

સરતા સમયનાં ચહેરા ઉપર ફરી એક યાદ ટપકી
સાંજ ટાણે એકાંત ભાળી મનની મનમા વાત ટપકી

ખુદ ને જોઇ દર્પણમાં,શ્વેત લટ પર આંખ અટકી
લટકાવી યાદનાં તોરણ વિદાઈની એ સાંજ ટપકી

પાંચીકા થી ઘટતી આવી એ ધટના સધળી ઘટતી
સાચવી જે યાદોને દાબડી ખુલતા આંખો થી ટપકી

લગાતાર ચીપાય ટિપાઈને આ નવતર જાત ચમકી
રમત ગંજીપાની તું રાજા થઇ ને હું રાણી ટપકી

થયા દુર વતનથી તોયે સ્મૃતિઓ ને અકબંધ પકડી
રાખવા અહેસાશ સધળા રોજ નવી કવિતા ઝરતી

જોઈ મારું મનડું બોલ્યું ,બદલ્યું બધુ તું ના બદલી
પા સદી વીતી ગઈ હું ફરી નવીનક્કોર થઇ ટપકી

-રેખા પટેલ (વિનોદિની) 11/24/13

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: