આ વેલીને બસ એટલુ જ ભાન,
સાથે રહેવું તારે,એજ મારું કામ
તારી ડાળે ડાળે મન ચડતું જાય,
સંગે રાખે મને,એજ તારુ કામ…
આપી ટાઢક મારા પર્ણો થકી,
ઝીલી કુદરત ને મેં સામી થઇ
હું ઘેલી વિટાઈ તારે અંગે અંગે
મારા રંગે રંગાય,એજ તારું કામ…
આપી સુગંધ મેં ફૂલો તણી,
આંગણ મહેકાવ્યું લાલી દઈ
ઝરતા ફૂલોની તું શૈયા કરે ,
સાચવે ભીનાશ.એજ તારું કામ…
રેખા પટેલ ( વિનોદિની )