એક પીંછી અને થોડાં રંગ
જો લઇ કાગળ પૂર્યા રંગ
આભ મેં ચીતર્યું નીલે રંગ
એ મહી વાદળાં ઘોળે રંગ
ડોલતા ઝાડવાં લીલે રંગ
દૂર સૂર્ય પ્રકાશે પીળે રંગ
ઊડતા પંખ બે સંગે સંગ
તે વળી દુર થી કાળે રંગ
કેમ ચિત્રર માં મુકું જંત
હાથ ઘ્રુજે સહુ છુટે રંગ
રેખા પટેલ ( સખી )
જંત – જીવ