એક મસ્તી ભરી સવાર
આજે રવિવાર આજ થાવું તૈયાર
આજે રજા તો મજા થાવું તૈયાર
છોડો સુરજને તમે છોડો એ ચાંદ
આ હેલોજન લાઈટે થાવું તૈયાર
પેલા ઘાઘરા માં લુંઘડા છ-છ વ્હાર
ચાર વેતમાં સમાયું ફરાક તૈયાર
લગાવી લાલી ને પોતું પાવડર નું
આંખો માં આંજ્યો મેં સુરમો તૈયાર
રહેવા દો ચાંદલો ને ચૂડીઓ નો ભાર
માથે પહેરી છે ટોપીને ચશ્માં તૈયાર
જવા દ્યો આંખોના આઈના ની વાત
હું સજી ધજી લો અરીસો તૈયાર
રેખા (સખી ) 9/1/13