નકામી ચીજો બહાર કાઢવા માં અને ઘરને વ્યવસ્થિત કરવામાં થાક લાગ્યો પણ વધારે થાક તો મન નો લાગ્યો. કારણ હતું હાથમાં આવેલી ધૂળ ખાતી એક જૂની ફાઈલ
અને તેમાં રહેલું મારું “એમ એસ સી નું સર્ટીફિકેટ ”
પહેલી વખત આ કાગળ જ્યારે હાથમાં આવ્યો ત્યારે મન ફૂલ બની હવામાં ઉડતું હતું , દુનિયા મુઠ્ઠીમાં ભરવી હતી !!
લગ્ન લેવાયા એક મોટા ઓફિસર સાથે ,
લાગ્યું બસ હવે હું મારી બે પાંખો સાથે બીજી બે પાંખો જોડાઈ ગઈ ….
પણ આ સ્વપ્ન ને તુટવા માટે એકજ સવાર ની જરૂર પડી !!!
“નીમા આપણે ક્યા કશી ખોટ છે હું કમાઉ છું ને બસ તું તારે લહેર કર , મને અને મારા ઘરને સાચવ !
ખાસ તો તું બહાર કામ કરે તે મારા હોદ્દાને અનુકુળ નથી ”
ચેન્જમાં ક્યારેક ” નીમા આજે હું મોડો આવીશ બહાર ડીનર કરીશ
કે ક્યારેક આજે તૈયાર રહેજે પાર્ટીમાં જવાનું છે અને હા હું લાવ્યો હતો તે નવી સાડી પહેરી સરખી તૈયાર થજે ”
અને પછીના બધાજ દિવસો લગભગ એક સરખા પુરા થતા…..
જીવનનાં પન્ના ઉપર સમયની પીળાશ ચડવા આવી ,
આજે સવારની ચાય પીતા તે બોલ્યા નીમા આજે સાંજે એક પાર્ટી છે ! હું ચુપ રહી તો મારી ચુપ્પીને ના સમજી બોલી ઉઠ્યા ” નો પ્રોબ્લેમ ડીયર આમ પણ આજે કોકટેલ પાર્ટી છે તને નહિ ફાવે , એથી હું મારી સેક્રેટરી મિસ જુલી ને કંપની માટે લઇ જઈશ ”
મને એમ કેમ લાગ્યું કે તેમનો આ જવાબ પહેલે થી ગોઠવેલો હતો !!!
બસ પછીતો બેચેન મન ની તીવ્રતા વધતા હું ઘરની સફાઈ તરફ તૂટી પડી , અને આખર હાથ લાગ્યું “મારુ પીળું પડેલું પાનું ”
મારામાં રહેલી હું વરસોની આળસ ખંખેરી બેઠી થઈ ગઈ એક નવા જોસ અને પીળા પન્ના ને સાથ ઉડવાને તૈયાર ……..
રેખા ( સખી ) 8/30/ 13
Usa , Delaware
Jaymini Patel
September 25, 2013 at 11:24 pm
awesome!!!!!!!!