→• જિંદગી રોમાંચક ક્ષણો. •←
આ રોમાંચક ક્ષણોને જો પકડવી હોય તો હળવા રહો ,
ભારે મનથી,હવાથી પણ નાજુક આ ક્ષણોને પકડી નહિ શકો
તમે પકડી શકો, સમજી શકો તેજ ક્ષણો તમારી હશે
તેને ઉમદા બનાવવાનો જાદુ તમારી પાસે છે જ,
એને ક્યારેય અજમાવી જુઓ.
ક્યારેય ખુશીઓને પેન્ડિંગમાં ન રાખો,
બસ ખુશી છે તો વહેંચી નાખો.
આ ખુશીને હું કોઈ સારા સમયે ઉપયોગ માં લઈશ વિચારીને તેનો સંગ્રહ ના કરાય,
નહીતર તે હવાની જેમજ છટકી જાશે !!!
“જેને પામવાની ઈચ્છા વરસોથી ટળવળતી રહે
તે મળે ત્યારે તેની જરૂર ના રહે આમ પણ બને ”
રેખા ( સખી )