તારી યાદ એ સાજન મારે ચુંદડી અને ચોખા
આ જનમે તો ના કદી થાસું આપણ બેવ નોખા
સેથો ભર્યો સિંદુરી અંબોડે ગુલાબ કેરા ગોટા
ભાલે ચમકતી ટીલડી ને રંગ ઝલકે અનોખા
પાંપણે પ્રસર્યો પ્રેમ,નાં શરમના છે કોઈ જોટા
વિરહે ભીજાય વ્હાલમ મારી આંખોના ઝરોખા
કાગળ પત્તર શું લખું બધા શબ્દો લાગે ખોટા
અજનબી રાતો દેતી આ શમણાંઓ ના ઘોખા
એકલતામાં લાગે ભેકાર જાણે સુરજ ચાંદ રોતા
સાથ તારે ઉજ્જળ વગડે વસંત ભરેલા પાંખા
સ્પર્શવા તલસતું મન અને ઇચ્છાઓ ના ફોટા
તુ મારે મન આનંદ વિનોદ હુ તારી જીવન રેખા
રેખા પટેલ (વિનોદિની )