લાગણીઓ ને વાચા ફૂટી ત્યાં ઉઘડી સવાર
રાત આ લંબાએલી છૂટી ત્યાં ઉઘડી સવાર
તમન્ના હતી જિંદગીને, જે શમણું માણવાની
જરાક મોડી આંખ મીચાણી ત્યાં ઉઘડી સવાર
સરતા હતા સોનેરી સપના પતંગિયા ની પાંખે
જ્યાં નખશિખ રંગાયા હૈયા ત્યાં ઉઘડી સવાર
સાચવ્યાં જેને બહુ કાજળ ઘેરી આંખો મહી
સહેજ ગાલે રેલાયું કાજળ ત્યાં ઉઘડી સવાર
ભર નીંદર માં રેલાઈ મૌસમ તમારા રૂપની
જરા જોઈ શરમાયો ચાંદ ત્યાં ઉઘડી સવાર
રાત આખી મહેકતા સગપણ માણ્યા સાથ સાથ
એક અભાવનો ટચાકો ફૂટ્યો ત્યાં ઉઘાડી સવાર
રેખા પટેલ (વિનોદિની )