RSS

અંગત ડાયરીનું એક પાનું

03 Jul

આજે અતીત ના કેટલાક પન્ના એક પછી એક ખૂલતા ગયા ,હું 25 વર્ષ પાછળ ધકેલાઈ ગઈ ..
આમ તો હું એવરેજ કરતા સહેજ વધુ રૂપાળી હતી તો મારા પિતા ને મારા ભવિષ્ય માટે દરેક બાપને હોત તે પ્રમાણે થોડા વધુ ઉંચા સપના હતા ,
તેમની એકજ ઇચ્છા બહુ જોર મા હતી કે “મારી દીકરી સુખી ઘરમાં જાય સાથે સાથે પરદેશ જાય ” અને હું પણ મારા પિતાની એક ડાહ્યી દીકરી હતી . દેશ છોડવો ન હતો પણ તે લાગણી ને ક્યારેય બહાર પ્રગટ થવા ના દીધી .
આપણા સમાજ માં મોટાભાગે જેમ એરેન્જ મેરેજ થતા હોય છે તેમજ થયું . હું માંડ 20 વર્ષ થઈ અને કોઈ સબંધીની ઓળખાણ માં એક ભાઈ પરદેશ થી પરણવા આવ્યા (હું તેમને ભાઈ કહી શકું છું કારણ તેમની સાથે લગ્ન નથી થયા )
તેમનો રંગ જરા વધારે પડતો શ્યામ હતો પણ પહેલી મુલાકાત માં હું તેમને પસંદ આવી ગઈ હસું તેમ હું માની લઉં છું
કારણ તેમને મને સહુથી પહેલા જાણાવ્યું કે “જો આપણો આ સબંધ બંધાશે તો લગ્ન દરમિયાન પહેરાતા કપડા ,દાગીના બધાનો ખર્ચ હુ જ કરીશ ….આ મારી પહેલી અને છેલ્લી શરત હશે !!! ”

બસ મે નાં તેનો રંગ જોયો નાં રૂપ અને એકજ વિચાર થી હા કહી કે હાશ હવે મારા પિતાને મારી કોઈ ચિંતા નહિ રહે ( એવું ના હતું કે પિતાની સ્થિતિ નબળી હતી પણ દીકરી તરીકે મને આનદ થયો )
મેં તરત હા કહી …..
પણ બાપનું મન કહ્યા વિનાજ બધું સમજી લે… મને તરત સમજી ગયા અને આમ કરવા નું કારણ પૂછ્યું અને હું સાચું બોલી ગઈ . કારણ હું તેમનાથી કઈજ છુપાવી સકતી ન હતી
અને મારી હા હોવા છતાય મારા પિતાએ ના કહેવડાવી . અને સામે પક્ષે તે ભાઈ પણ આ જવાબ થી ખુશ થયા તેમણે જણાવ્યું કે તે જો હા કહી હોત તો તે વિચાર માં પડી જાત કે આટલો ફેર હોવા છતાય અમે હા કેમ કહી !! સમાજમાં જ્યાં દહેજ નું સામાજિક દુષણ છે ત્યાં આવા પણ સારા માણસો હોય છે ….
મેં તે દિવસે મારા પિતાને ઉદાસ થતા જોયા ,મેં કારણ પૂછ્યું તો કહે “તે એવી ઓ શું ખોટ તે મારા પ્રેમમાં જોઈ કે તારી મરજી વિરુદ્ધ તું કરવા તૈયાર થઇ ! ”
મેં બહુ લાગણી થી જવાબ આપ્યો હતો ,બસ તમે મારી માટે જે પસંદ કરશો તેને હું હા કહીસ પણ શરત એટલી કે તમારે પહેલા જોવા જવાનું તમને યોગ્ય લાગે તો મને લઇ જવી
“માં બાપ હંમેશા બાળકોનું ભલું જ ઈચ્છતા હોય છે , બસ વિશ્વાસ હોવો જરૂરી છે .”
અને આજે મને મારા પિતાની પસંદગી ઉપર માન છે .
મને મારા જીવનસાથી તરીકે વિનોદ કરતા વધારે સારું પાત્ર કદી ના મળી સકત .
મારા પિતા ની એકજ કમનસીબી તે મારું સુખ જોવા રોકાયા નહિ પણ મને સારા હાથમાં સોપ્યાના સંતોસ સાથે લગ્ન પછીના 5 માં દિવસેજ વિદાય લીધી
તે દિવસ થી વિનોદ માત્ર મારા પતિ જ નહિ પણ મારા પિતાના ઘરનો મોટો દીકરો બનીને રહ્યા છે
જો સારો જીવન સાથી મળી જાય તો જિંદગી બદલાઈ જાય છે
બડે અચ્છે લગતે હૈ …
તેરા મિલના એ હસના ,યે અપનાપન ઔર તુમ ….
રેખા (સખી )

(હું એક ટુંક ઉમેરું તો …
મારા પિતાને એવો સંસ્કારી યુવાન મારી માટે જોઈતો હતો કે જે દેખાવ સાથે મનથી સુંદર હોય
બન્યું એવું કે તે વખતે એપ્રિલ માં કમોસમી વરસાદ થયો હતો
વિનોદ ના ગામ રઢુ ખડકી માંથી અંદર ઘરે જતા પપ્પાનાં સૂઝ કાદવ વાળા થયા અને પગ પણ ખરડાયા ,
આ વિનોદે જોયું તે જાતે પાણી ની ડોલ લઈ આવ્યા પપ્પા ના પગ ધોવડાવ્યા . આ જોઈ તે બહુજ ખુશ થયા અને તેમને મહોર મારી આપી ..

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: