એકબીજા ના હાથનું ગ્રહણ હોય ત્યાં શરણ નડતું નથી
તું સબંધો ને સમજી ગુલાલ ઉડાવ્યા કર
ના રાખ રાગ મનમાં,બીજાને સમજ્યા કર
તું બની રંગારો સહુને રંગ્યા કર …..
એક્બીજાના નામનું સ્મરણ હોય ત્યાં અંતર પડતું નથી
તું પોતીકાની ખુશીયો સંગ બસ મલ્ક્યા કર
હશે જો દિલમાં પ્રેમ ,ના દ્વેષ વસે માન્યા કર
તું બની ફૂલ સહુ સંગ મહેક્યા કર …..
રેખા ( સખી )