જીવનનું સાચું સત્ય,કાળું પણ હોય ધોળું પણ મળે
અહી થોડા પારકા બને થોડા પારકા પોતાના થઈ મળે
ઝાંઝવાના જળ ને દુરથી નીરખતા આનંદ પણ મળે
આ જીવન છે અહી કૃષ્ણ પણ મળે કંસ પણ મળે
રેખા ( સખી )
તું મને ક્યારેક ગઝલ કહે છે કવિતા કહે છે
પણ હું તારી પ્રીત નું રચાએલ ગીત છું .
અને તું તું છે …
મારી કૂણી કૂણી લાગણીઓ ની ભાષા છે.
રેખા ( સખી )