ના આપો દિલાસા અમે યાદો સંગ ઉજાણી કરીએ છીએ ,
સમય નું ચડતું વ્યાજ ભેગું કરી પ્રીત બમણી કરીએ છીએ .
કોણ કહે છે દૂરતાથી દુખ વધે ને પ્રેમ માં સંદેહ આવે છે ,
અમે બંધ પાંપણે પણ તમારા પ્રેમની લ્હાણી લઈએ છીએ.
તમે નથી તો ક્યા જરૂર છે કોઈ ઘરબાર કે સાચવણી ની,
દુનિયાદારી ભૂલી અમે સુફી વણઝારા સંગે ફરીએ છીએ .
કરી લ્યો સનમ કસોટી અમારા પ્રેમની ક્યા ડરીએ છીએ,
હૃદય ને ભીતર એક સીતા હજુય જીવતી સાચવીએ છીએ
સમયની ભીડમાં ભટકી હોતા નથી તમે જો સ્મરણમાં
અમારા જ ઘર મહી અજાણ્યા થઇ રસ્તો પૂછીએ છીએ
અમથું કદી હેત ના બતાડો ડરી એનાથી જઈએ છીએ
બની અસ્વસ્થામાં અમે જિંદગી ભર ભટકી જઈએ છીએ
રેખા પટેલ
Jaymini Patel
May 25, 2013 at 2:19 am
vaah!! kya baat kahi!!