RSS

મારો ગૃહ પ્રવેશ

17 May

મારો ગૃહ પ્રવેશ ….
હજુ બારણું ખોલીને અંદર આવું તે પહેલા તો બા નો તીખો છતાય દબાએલો અવાજ સંભળાયો
“ક્યા સુધી આમ રાહ જોઈ બેસી રહેવાનું ?
તારી પાછળ લગ્ન થયેલા પણ બબ્બે છોકરાં ના બાપ બની ગયા !!!
શું બળ્યું છે આમાં ?? ”
આ સબ્દો સાંભળતા હૃદય એક થડકારો ચૂકી ગયું ।।।
પણ ત્યાજ શરદ નો અવાજ કાને પડ્યો
બા …બસ કરો આમ ગમે તેવા સબ્દો ના વાપરો સ્મિતા મારી પત્ની અને તમારી વહુ છે !!
ત્યાં તો બા બોલ્યા , તો શું થયું આજે 11 વર્ષ થયા
તેનો સારો દિવસ જોવા મેં શું શું નથી કર્યું ?
દવા દારુ ભુવા જાગરિયા .. …
તુજ કહે ક્યારેય વહુને ઓછું આવવા દીધું છે ? બાપ વગર ની છોકરી ગણી લગ્નના દિવસ થી આજ લગી ક્યારેય કોઈ માંગણી કરી છે મેં ??
તુજ કહે આ એક ઇચ્છા છે તે શું ખોટી છે ?
મારો તું એક નો એક દીકરો છે, 10 વર્ષ નો હતો અને તારા પિતાજી આપણ ને છોડી સ્વગ માં જઈ ભરાયા.
મેં કેટલી મુશ્કેલીઓ વચ્ચે તને મોટો કર્યો તે તું જાણે છે . શું આજે તારા તરફ થી આટલી અપેક્ષા રાખવી ગેર વ્યાજ્બી છે ?
શરદ ના ચહેરા પર તરવરતી વેદના મારા થી સહન ના

થઇ શકી , જાણે કઈ નથી સાભળ્યું તેવો ડોળ કરી હું ઘરમાં પ્રવેશી
હજુય યાદ છે મારો પહેલો ગૃહ પ્રવેશ !!
કેટકેટલા સપના ઉમંગો ભરી હું સાસરે આવી હતી . ત્રણ જણા નું નાનું કુટુંબ , માં કરતા પણ સવાઈ સાસુ હતી , અતિ પ્રેમાળ પતિ નો ડગલે અને પગલે સાથ હતો !!!
કેટલો બધો ફેર લાગ્યો આજના ગૃહ પ્રેવેશ માં !!
એક નિરાશ સાસુ હતી , એક દુખી પતિ હતો અને નિસહાય હું !!!

“સમય હતો ત્યારે ક્ષણ ક્ષણ ની હાજરી થી મેં ઘરમાં ઉમંગ ભર્યો હતો
આજે દરેક વાતો મા એક એક કલ્પના ને તરંગોમાં મેં ખાલીપો ભર્યો હતો ”

હું સમજતી હતી કે બાની ઇચ્છા માગણી યોગ્ય હતી, પણ બા કેમ સમજતા નહોતા કે આ વાત ક્યા મારા હાથ માં હતી ..

“ઈચ્છા ને ચરમ સીમા હોત તો ?
માગેલું બધું જો મળતું હોત તો ?”

છતાય આજે હું અસહાય બની રહી , શરદ મારા મનની વાત સમજી ગયા હતા તે મારી પાછળ પાછળ રૂમ માં આવ્યા ,
હું બેડના એક કિનારે બેસી મારી ઉદાસીનતા ને જાતેજ પીવાનો ટ્રાય કરતી રહી
અને શરદ લાચાર બની રહ્યા

છેવટે તેમણે જ મૌન તોડ્યું , સ્મિતા ચાલ હવે ક્યા સુધી આમ દુખી રહીશ , લાવ આજે હું તારા માટે ગરમ મસાલા વાળી ચાય બનાવી લાવું પછી હંમેશની માફક તું હું અને બા સાથે બેસી ચાય પીએ !!!

મેં પરાણે હસતા કહ્યું લાવો હુજ બનાવી લાવું છુ , કહી અમે સાથે અમારા બેડરૂમ માંથી બહાર નીકળ્યા ત્યાં તો હું આભી બની ગઈ ,

જાણે કસુજ બન્યું ના હોય તેમ બા હાથ માં ચાની ટ્રે લઇ ઉભા હતા
ચાલો સ્મિતા કેટલી વાર આ ચા પણ ઠંડી થી ગઈ , આ સાભળતા મારો ગુસ્સો પણ ઠંડો થઇ ગયો….

તો પણ માણસ નું મન ક્યા ચડવા ઉતારવા નિસરણી માગે છે

વિચારો અવિરત દોડતા રહે છે ક્યારેક હાંફે છે તો સહેજ અટકે છે પછી તેની વધઘટ થતી ગતિ થી ચાલે રાખે ..
આ તો ભાર ચોમાસું હતું બસ વાદળા વિખરાઈ થોડા વિખરાયા હતા .

પણ હવે નક્કી કર્યું કે આ વાત નો નિવેડો હું લાવી ને રહીસ !!

એક રાત્રે પ્રણય ગોષ્ઠી માં મશગુલ શરદનો હાથ હાથ માં લઇ હું બને તેટલી સરળતા અવાજ માં લાવી કહેવા લાગી
” શું હું તમને વહાલી છું ? ” તે કહે બહુજ મારા જાન કરતા પણ વધુ

બસ હું તરત બોલી તો મારું કહ્યું માનશો ?
” તમે બીજા લગ્ન કરી લો …હું પણ તમારું સંતાન ઇચ્છું છું …..
મારા મો પર આડો હાથ દેતા તે ગળગળા આવાજે બોલી ઉઠ્યા

” ફરી જો તું આ શબ્દ બોલીશ તો હું આ ઘર છોડી ચાલ્યો જઈશ , મારી જિંદગી તારા થી શરુ થાય છે અને તારા ઉપર જ અટકે છે વ્હાલી , આપના નશીબ માં સંતાન સુખ નહિ હોય બીજું શું ?”

તને છતાય પણ લાગતું હોય , બહુ ઈચ્છા હોય તો આપણે એક બાળક દત્તક લઈએ …
હું ટાઈમ પાસ કરવા એક એનજીઓ માં કામ કરતી હતી ત્યાં અનાથ બાળકો સાથે મારું દુઃખ ઓછુ કરતી અને તે સંસ્થા માં નાની મોટી હેલ્પ કરતી

આથી મેં તરત જવાબ આપ્યો ” તમે તો જાણો છો હું આ બાબતે પહેલે થીજ તૈયાર છું પણ બા આ માટે ક્યારેય તૈયાર નહિ થાય .
હું બા નાં મનને દુખ થાય તેવું કશુજ કરવા નથી માગતી

બસ આમજ થોડા દિવસ નીકળી ગયા . એક દિવસે મારી એક જૂની સખી તેની દીકરી સાથે મને મળવા આવી .સુંદર મજાની 6 વર્ષ ની ઢીંગલી જેવી નાજુક અને પરાણે વહાલી લાગે તેવી દીકરી

તેને જોતાજ બાળક માટે ની મારી લાલસા તીવ્ર બની અને અનાયાસે આખો માં ઝળઝળિયાં ભરાઈ આવ્યા .
મારું આ દુઃખ મારી સખી થી અજાણ્યું નાં હતું !

તેને મને સરોગેસી મધર વિશે જણાવ્યું . એવું ના હતું કે હું આ બાબતે અજાણ હતી , પણ ક્યારેય હું આ તરફ વિચાર્યું ના હતું .

પણ તેને મને જણાવ્યું કે તેના સગામાં કોઈ આ રીતે બાળક મેળવી બહુ ખુશ છે !!!

અને તે સાજે મેં બા અને શરદ સાથે આ બાબતે વાત કરી .શરદ તો આની માટે તૈયાર હતા અને બા ને સમજાવ્યું કે બા તેનામાં અમારો જ અંશ હશે . છેવટે બા પણ માની ગયા

હવે અઘરું કામ હતું સારા સંસ્કાર વાળી એક સ્ત્રી શોધવાનું જે પોતાની કુખ અમને ઉધાર આપવા તૈયાર થાય….

આ કામ માં બા અમારી મદદે આવ્યા , બા ના પિયેર ગામ માં તેમના કુટુંબ માં જરા પૈસે ટકે ઘસાતું એક ઘર હતું ,તેમની એક નાની ઉમરે વિધવા થયેલ દીકરી હતી
તેમને રૂપિયા પૈસાની ખેચ હતી તો બા તેમને હેલ્પ કરવા કહ્યું અને બદલા માં અમારી માટે તેને સરોગેસી માટે તૈયાર કરી.

રાધા 24 વરસની મજબુત અને ઘાટીલી હતી , સ્વભાવે પણ મીઠી હતી.

બા તેને શહેર માં અમારી સાથે લઇ આવ્યા . સારો દિવસ જોઈ અમે તેને લઇ ડોક્ટર મહેતાની કલીનીક ઉપર ગયા

ડો . મહેતા શહેર નાં જાણીતા ગાયનેક હતા !
તેમની સલાહ અને સારવાર હેઠળ આ અજુગતી લાગતી પ્રક્રિયા અને સફળતા પૂર્વક પૂરી કરી .

હવે મારું અને શરદ નું બીજ રાધાના ઉદર માં પાંગરવા લાગ્યું

તેની સારી સારવાર થાય અને તેનું ખાવા પીવા માં ઘ્યાન રખાય તે માટે બા અને હું તેને અમારી સાથે રહે તેવું ઇચ્છતા હતા .
અને બા કહેતા સારા સંસ્કાર ગર્ભ થીજ અપાય છે .

શરદ ને આ વાત મંજુર ના હતી , તે કહેતા અત્યાર થી અહી તેને અહી રાખવા ની ક્યા જરર છે
પણ અમારી આગળ તેમનું કઈ નાં ચાલ્યું છેવટે રાધા ને અમારા ઘરમાં ગેસ્ટ રૂમમાં રાખવા માં આવી ,

આમ પણ બા ના પિયર ગામની હતી તો બા સાથે તેને ખુબ ફાવી ગયું હતું ,મારી સાથે પણ સારું બનતું .
હા શરદ થોડા ખેચાએલા રહેતા

આમ કરતા રાધાને 5 મહિના પુરા થયા એક દિવસે અચાનક બાથરૂમ માં તેનો પગ લપસ્યો …..
ઓ માં ….બધાય નાં હોશ કોશ ઉડી ગયા શરદ તો ઓફીસ માં હતા , હું અને બા તેને ટેક્સી કરી ડો .મહેતા ની કલીનીક ઉપર લઇ ગયા ..
નસીબ સારું કે હમેશા બીઝી રહેતા ડોક્ટર તે વખતે હાજર હતા અને રાધા ને તરત સારવાર મળી ગઈ , છ્તા તેને થોડું બ્લીડીંગ થતા સોનોગ્રાફી માટે મોકલી , આ બધું કરતા કરતા મેં શરદ ને ફોન કર્યો તે પણ દોડી આવ્યા . પહેલી વાર મેં તેમને આટલા વિહળ થતા જોયા હતા ..

તે અચાનક રાધાના બેડ પાસે દોડી ગયા તેના માથે હાથ ફેરવવા લાગ્યા !
હું સમજી ના સકી કે આ લાગણી મને ગમી કે ના ગમી !!!!

પણ અત્યારે આ બધાનો ક્યા ટાઇમ હતો ..
ડોક્ટર જયારે અમને તેમની કેબીન માં બોલાવ્યા ત્યારે અમારા સહુ ના જીવ અધ્દ્ર થઇ ગયા હતા , આ જોઈ તે બોલ્યા ચિંતા નાં કરશો બધું બરાબર છે ,આમ તો બધું બરાબર લાગે છે પણ બસ હવે તેને બેડ રેસ્ટ કરવો પડશે .

બસ હવે અમે ત્રણે તેને બહુ સાચવતા . હવે તો શરદ પણ રાધાનું ખાસ ઘ્યાન આપતા , આ મને ગમતું પણ અંદર થી કઈક કોચવાતું

હવે સાત મહિના પુરા થયા એક દિવસ ડ્રોઈંગ રૂમ માં હું રાધા અને શરદ બેઠા હતા બા તેમની રૂમાં માં કોઈ ભક્તિ ગીત ગાતા હતા .

સફરજન સમારી મેં શરદ ને આપ્યા અને બોલી ” લો ને જરા ડીસ રાધાને આપો ને!
” બસ આજ વખતે તેના પેટમાં બેબી એ હળવી લાત મારી રાધાએ ઘીમો ઉહાકાર ભર્યો !!!!

તે બોલી ઉઠ્યા શું થયું ? રાધા હસીને બોલી બેબી એ લાત લગાવી …

શરદ કઈ પણ વિચાર્યા વગર તેના પેટ ઉપર હાથ મૂકી ને ત્યાં જ બેસી ગયા .

હું તો આ કેટલીય વાર આ મહેશુસ કરી ચુકી હતી ,
હું ક્યારેક રાધાના પેટ ઉપર હાથ મૂકી ગણગણી લેતી
હતી…..
આપણો સબંધ આંખ અને શમણા નો સબંધ
આપણો સબંધ છે સુગંધ અને ફૂલનો સબંધ
આપણો સબંધ દરિયા અને મોજો નો સબંધ

બસ મેં તેમને આ બાબતે જણાવ્યુ ના હતું કારણ તો મને હજુ પણ ખબર નથી …
કદાચ મને એક અસલામતી નો ડર હતો

પણ આજે શરદ ને ખુશ જોઈએ મને આનંદ થયો . હવે તો શરદ રોજ રાધાના પેટ ઉપર હાથ મુકતા અને બેબી સાથે વાતો કરતા ,મને સાથે રાખી ને જ આમ કરતા .
હું જોતી હતી કે તેમનું મન બહુ સાફ હતું પણ બેબીના કારણે તે એક રીતે રાધા સાથે જોડાતા હતા .

બસ આમજ 9 મહિના પુરા થયા અને પુરા ટાઈમે તેને પ્રસવ વેદના ઉપડી ……

*******************
તુરત તેને લઇ હોસ્પિટલ પહોચી ગયા
તેની કોપ્લીકેસન ની હોસ્પિટલ માં બધાને જાણ હતી તેથી તરત રાધાને લેબર રૂમ માં લઇ જવાઈ …..
બહુ સમય વીતી ગયો અહી બહાર અમારા જીવ અધ્ધર હતા , બા તો હાથ માં માળા લઇ ભાગવાનું નામ જપ્યા કરતા હતા .

આખરે ડોક્ટર બહાર આવ્યા . તેમના ચહેરા ને વાંચવાની અમે નાકામ કોશીસ કરવા લાગ્યા ,
છેવટે તેમનેજ મૌન તોડ્યું ,

“જુવો શરદ અને સ્મિતા પહેલા તમને હું એક ગુડ ન્યુઝ આપું તમારે બન્નેવ ની જિંદગી ના એક મઝાની દીકરી નું અવતરણ થયું છે ” પણ ડીલીવરી માં કોમ્પ્લીકેશન હોવાના કારણે બેબી ના લંગ્સ બહુ નાજુક છે તેને થોડો લાંબો વખત માં ના દુઘની જરૂર રહેશે
*****************
અમે હકાર માં ડોકું હલાવી ત્વરા થી રાધા અને બેબી જ્યાં હતા ત્યાં પહોચી ગયા . બહુ સુંદર રૂપાળી દીકરી ને જોઈ અમે બધુજ ભૂલી ગયા , મારી આખો માં થી તો શ્રાવણ ભાદરવો વહી નીકર્યો.
મારું પોતાનું બાળક, ભલેને મારી કુખે થી જન્મ્યું નથી પણ મને માં કહી હવે સંપૂર્ણ સ્ત્રી બનાવી દેશે.
મારા મુખે આનંદ થી સબ્દો સરી પડ્યા

“મારી રોજની પ્રાર્થના માં આજ અસર વર્તાય છે
તારા જીવન સાથે મારી જીવનદોર સચવાય છે ”

ચાર દિવસ હોસ્પિટલ માં રાખી ને રાધા અને અમારી નવજાત ઢીંગલી ને અમારા હોમ સ્વિટ હોમ લઇ આવ્યા

મેં ફૂલો થી આખા ઘરને મહેકાવ્યું હતું , બા કોઈની નજર અમારી ખુશીઓ ને ના લાગે કરીને ઘર ની બહાર લીંબુ મરચા લટકાવી આવ્યા … ઘરમાં ચારે તરફ ખુશી હતી

મે બેબીને વહાલ માં ગુડિયા કહેવાનું નક્કી કર્યું , ગુડિયાની વસ્તુ બે જગ્યા પર ગોઠવી મારી રૂમ માં અને બીજી રાધાની પાસે .

આમ તો હુ તેને વધુ હૂફ માં રાખતી ,પણ તે બહુ નાજુક હતી માટે માં ના દૂધ ની વધુ જરૂર હતી તો રાધાને વારેવારે સોપવી પડતી !

આમ કરતા 15 દિવસ નીકળી ગયા એક દીવસ રાધા તેને પોતાનું દૂધ પીવરાવી રહી હતી બસ આમજ મેં જરા બારીનો પડદો હટાવી નજર કરી તો રાધા ગુડિયા ને ચુંબન થી નવરાવી રહી હતી તેની આખો માં આંસુ હતા

હું સમજી ગઈ તેની માંનોદશા મેં તરત વિચાર્યું કે હવે જો તે અહી વધુ રહેશે તો અમારા બધાની માટે તકલીફ ભર્યું થી જશે .

સાજે જમતી વખતે મેં હવે રાધાને તેના ઘરે પાછા જવાની વાત મૂકી , બધાયે મુક સંમતી આપી .

જ્યારે રાધાએ આ વાત સાંભળી તેની આખો છલકાઈ ગઈ પણ તે કઈ કહેવા ની સ્થિતિમાં ક્યા હતી ?

હું માં ના હોવા છતાય માં હતી તેનું દુખ સમજી સકતી હતી ,પણ મારે આમ કર્યા વિના છૂટકો જ ક્યા હતો

******************************************
છેવટ તેને જવાનો દિવસ આવી પહોચ્યો .આંખોમાં આંસુ સાથે તેની વિદાય કરી .જતી વેળા રાધા ગુડિયાને ગળે લગાવી બહુ રડેલી , હું જાણે પથ્થરની હોઉં તેમ સ્થિર રહી . ધીરે થી મેં તેને મારા હાથ માં લઇ લીધી અને અંદર ચાલી ગઈ

પણ તે દિવસે ગુડિયા ભૂખી રહી , બહુ રડી અમે તેને બહાર નાં દૂઘ ની ટેવ રાખેલી છતાય આજે તેને કંઇજ ના લીધું જેમ તેમ 2 દિવસ નીકળી ગયા તેની હાલત વધુ ખરાબ થતી ગઈ
છેવટ ડોક્ટર ની સલાહ મુજબ અમારે રાધાને પાછી બોલાવવી પડી .

બસ અહીથી બધુજ બદલાઈ ગયું . હવે તો રાધા પણ આજ ઘરની હોય તેમ રહેવા લાગી તેની સલાહ સૂચન પણ ધીરે ધીરે સ્વીકારાવા લાગ્યા

એક દિવસ હું બજાર માં ગઈ હતી , બા ભજન માં ગયા હતા …..

હું જ્યારે ઘરે પાછી આવી અને જોઉં છું તો રાધા અને શરદ સાવ પાસે પાસે બેસી અને ગુડીયાને બે ખોળા ને એક કરી સુવાળી ને રમાળતા હતા .અને આમ કરતા કરતા વચવચ માં એકબીજા ને સ્નેહ ભરી નજરો થી જોઈ લેતા

મારાથી આ દ્રશ્ય સહન ના થઈ શક્યું

હું કઈ પણ બોલ્યા વિના મારી રૂમ માં ચાલી ગઈ , પાછળ શરદ પણ આવી પહોચ્યા અને બોલ્યા ” સ્મિતા એવું કઈ નથી જે તું સમજી છે ”

મેં જવાબ વાળ્યો ” બસ હવે બહુ થયું મને મારું ઘર પાછુ આપો ”

તે બોલ્યા “તું તો જાણે છે આપની દીકરી માટે આપણ ને તેની જરૂર છે , અને તે ક્યા તને નડે છે ભલે ને અહી રહેતી ”

હું ગુસ્સા ભરી નજરે તેમેને જોઈ રહી

હું ઝડપભરી ચાલે રાધાના રૂમ માં પહોચી .અને તરત બોલી રાધા હવે ગુડિયા 3 મહિના ની થઇ ગઈ છે તેને હું સંભાળી શકીશ તું કાલે જવાની તૈયારી કરી લેજે .

મારી અપેક્ષા બહાર તે દબએલા અવાજે બોલી ….
“દીદી હવે હું ત્યાં જઈને શું કરીશ ? ગામમાં બધાને આ વાતની જાણ થઇ ગઈ છે કે હું એક વર્ષ થી અહી આપ લોકો સાથે રહું છું , હવે આ ઘર પણ મને મારું લાગે છે , અને ખાસ તો હવે ગુડિયા વિના રહેવું મારી માટે શક્ય નથી
આમ પણ મારી પાસે બીજો કયો સહારો છે ।।।।”

હું તો સજ્જડ થઈ ગઈ . સહેજ ડોકું ફેરવ્યું તો શરદ ને ચુપ ચાપ ત્યાં થી ચાલી જતા જોયા

હું મારી રૂમ માં આવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી …
શરદ મારી પીઠ પંપાળતા રહ્યા તેમના ચહેરા ઉપર થી નરી લાચારી ટપકતી હતી ,જેનાથી હું વધુ ને વધુ ભીજાતી રહી .

મેં આ બધી વાત જ્યારે બાને કહી તો તે બોલ્યા ” હું આ બધું જાણું છું પણ હવે રાધા કહે છે જો તે આ ઘરમાં થી જશે તો ગુડિયા પણ લેતી જશે !!!! હવે તુજ કહે સ્મિતા હું શું કરું ???? ”

હવે તમે નકી કરો શું કરવું તે બાદ હું તો એટલું જાણું કે મને મારો વંશ આ ઘર માં જોઈએ બસ

મારે તો માથે આભ તૂટી પડ્યું . આ કરતા શરદ બીજા લગ્ન કરી લીધા હોત તો વધુ સારું રહેત ઓછું દુખ થાત ,વિચારી લેત શરદ મારા પ્રેમને યોગ્ય ના રહ્યા.

હવે તો દેખાવું અને દાઝવું રહ્યું …ક્યા સુધી સહન કરી સકીસ તેની જાણ નથી .
કારણ ખુદ્દારી તો મારા નસ નસ માં ભરેલી છે .
**********************
આખા ઘરનું વાતાવરણ તંગ થઇ ગયું હતું .હવે તો રાધા પણ ગુડીયાને કોઈને કોઈ બહાને વધુ તેની પાસે રાખતી .

અને હું પણ ઘરની બહાર વધુ રહેતી ….ધીમે ધીમે હું માનસિક રીતે શરદ થી દુર થતી ચાલી

હું અને મારું એનજીઓ જ્યાં કેટલાય અનાથ બાળકો મારા આવવાની આતુરતા થી રાહ જોતા , હું તેમને ગુજરાતી હિન્દી શીખવતી હતી ,હવે વધુ સમય ત્યાજ રહેતી તો તેમેની સાથે મને પણ લગાવ વધતો ચાલ્યો ,

એક દિવસ મારે એનજી ઓ જવામાં મોડું થતું હતું કારણ હું બધુજ સમય ઉપર કરવાની આગ્રહી હતી , આ ટેવ મને શરદે જ પાડી હતી ,રાધાને તે દીવસ થોડું તાવ જેવું હતું ,બાને તો તે અને તેમના બાળકૃષ્ણ બસ ……

શરદ મને આવીને કહેવા લાગ્યા આજે થોડી મોડી જા અને ગુડિયા તો રાધા સંભાળશે પણ તું ઘરના કામ પતાવી ને જજે

બસ મારો પિત્તો ગયો !! શું હું હવે ઘર માટે એક કામવારી બની રહી ગઈ છું ?

થોડી બોલાચાલી થઈ ગઈ ગુસ્સામાં અને ગુસ્સ્સામાં મેં કહી દીધું “આમ પણ મારી ક્યા કોઈને પડી છે અહી , હું હવે અહી રહેવા નથી માગતી ,એક માં ના બની સકી તો કઈ નહિ પણ એક સ્ત્રી નું અસ્તિત્વ હું નહિ ભુસાવા દઉં

મારી સંસ્થામાં ઘણા બાળકો છે જેમને મારી મમતા ની હૂફ ની જરૂર છે .”

તે પણ ગુસ્સે થયા હતા મને કહે “હા તારી મરજી પ્રમાણે કર આમ પણ મારું ક્યા અહી કસું ચાલે જ છે ”

રાધાને અહી લાવવી મારી ડીસીઝન ના હતું અને તે જાય કે રહે તેમાં પણ મારું કઈ નથી બસ હું તો એકજ વસ્તુ જાણું કે મારે તો મારી દીકરી જોઈયે છે , કેમ ભૂલે છે તેમાં તારો પણ અંશ છે ”

મેં જવાબ વાળ્યો ” જો મારો અંશ હોય તો મને આપો મારે હપ્તામાં પ્રેમ નથી જોઈતો

અને હું ગુસ્સામાં બેગ ભરી ચાલી નીકળી સંસ્થા માં ત્યાજ રહી મદદ કરવા …બા એ મને રોકવાની બહુ કોશીસ કરી પણ ગુસ્સો મને સારૂ નરશું ક્યા વિચારવા દે .

શરદ રોજ ફોન કરતા, મળવા આવતા મને ઘરે આવી જવા સમજાવતા પણ હું તેમની વાત સાંભળવા તૈયાર નાં હતો ,મારી તો એકજ જીદ હતી હવે હું તોજ આવું કે રાધા બહાર જાય .

થોડા દીવસ તો ગુસ્સામાં નીકળી ગયા,પછી તો મને પણ ઘર યાદ આવતું હતું , મારું ઘર મારું અસ્તિત્વ હતું પણ મારું સ્વમાન મને રોકી રાખતું .

શરદ ચાર પાંચ દિવસ થયા તો પણ દેખાયા નહિ અને ફોન પણ નાં આવ્યો , હવે મને ચિંતા થવા લાગી કે શું મને ભૂલી ગયા કે કઈ બીજું કારણ હશે ? પણ પૂછું તો કોને પૂછું ?

છેવટે અમારા જુના પાડોસી મીતાભાભી ને મેં ફોન કર્યો ત્યારે તેમને જણાવ્યું શરદ ભાઈ તો બહુ બીમાર છે સ્મિતા ,સાવ નખાઈ ગયા છે , બસ મારું સ્વમાન અહંમ બધુજ પલભર માં ભુક્કો થઇ ગયું

હું અમારી સંસ્થાનાં મોટાબહેન ને ઘરે જાઉં છું કહી ચાલી નીકળી

હજુ ઘરમાં પ્રવેશ કરું ત્યાતો બાનો દુઃખી અવાજ સંભળાયો “શરદ દીકરા ચાર દિવસ થયા તે કઇજ ખાધું નથી આમ કેમ ચાલે ? શું આમ ભુખ્યા રહેવા થી સ્મિતા પાછી આવી જવાની છે ? અને તેમણે બહુ ધીમા દર્દીલા અવાજે કહ્યું “બા સ્મિતા વગર મારી જીંદગીમાં કોઈ સ્મિત નથી ,હું ખાઉં કે ના ખાઉં હવે કોઈ સુખ નથી ”

હું આના થી વધુ કઇજ સાંભળી નાં સકી , મેં ગૃહ પ્રવેશ કરતા ની સાથેજ બાના હાથ માં થી સૂપ નો બાઉલ લઇ લીધો અને શરદ નાં બેડ નાં એક કિનારે બેસી તેમને સૂપ પીવરાવવા માંડ્યો ,તે પણ એક નાના બાળક ની જેમ ચુપચાપ બધું પી રહ્યા હતા .

અને અમારા બધાની આંખો માંથી આંસુ વહી રહ્યા હતા .

કોઈ કઈ પણ વિચારે તે પહેલા રાધા મારા પગ પાસે આવી ને બેસી ગઈ અને કહેવા લાગી
“દીદી તમારી સંથા માં મારે લાયક કોઈ કામ હોય તો પ્લીઝ અપાવો ને , મને એક ગુડિયા નથી જોઈતી મને વધારે ગુડિયા ની લાલચ જાગી છે ,આ ઘરમાં તો તમારો બેડરૂમ મારો નથી થયો પણ સંસ્થા નો તમારો રૂમ મને જોઈએ છે , કરશો મારી માટે ખાલી તેને ? ”

મારો એક હાથ તેના માથા ઉપર ફરી રહ્યો હતો અને બીજો હાથ મારી ગુડીયાના હાથ માં હતો

રેખા ( સખી )વિનોદ પટેલ
*******ડેલાવર ******

Advertisements
 

2 responses to “મારો ગૃહ પ્રવેશ

  1. Rajul Kaushik

    May 11, 2015 at 7:02 pm

    Really very nice story with happy ending .

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: