મારું તન તારા વિના, કઈ કામ વિનાનું
તું ન આવે ત્યાં સુધી રહે જાન વિનાનું
વેરાન વગડા માં સુકા બાવળને શું કરું
પડછાયા નું લંબાવું પણ પાર વિનાનું
પ્રેમ વિના તારા પ્રિયે હું કેમ ભીજાઉં
ભર ચોમાસે કોરું વાદળ વહાલ વિનાનું
ભરેલ સંસાર લાગે મને ખાલી ઘણો
તારા વિના ઉડતું મન પાંખ વિનાનું
તું નથી તો ડૂબતું મનડું અંધકાર મહી
સુરજ ઉગ્યો તોય બધું પ્રકાશ વિનાનું
રેખા (સખી) 5/16/13