સવાર માં કુણો કુનો તડકો રેલાય છે ,અને એક મીઠો અવાજ કાને અથડાય છે …
ચાલ ને ઉઠવું નથી ? જોને સાત વાગ્યા અને એક હળવો સ્પર્શ તન અને મનને સ્પર્શે છે .
થોડી વાર પછી ફરી એજ સ્વર , હું બ્રશ કરીને આવી ગયો ચાલ ને નીચે , જોને આ તારી રોજની ટેવ છે નીચે જવામાં પણ મારી રાહ જુવે છે ..
પરાણે આળસ છોડી હવે બ્રશ કરીને નીચે જાઉં છું
પાછળ નાં બગીચામાં થી તાજો તોડેલો મસ્ત મધમધતો ફુદીનો તેમના પ્રેમ જેવોજ સ્તો …
અને આદું ની થોડી તીખી સોડમ પ્રસરાવતી ચાય નો કપ તૈયાર થતો હતો !!!
ખાંડ જરૂર પુરતી જ નાખી હોવા છતાય ચા બહુ ગળી લાગતી . કદાચ તેમના પ્રેમનાં લીધેજ સ્તો …
આજે તે સાથે નથી
આજે કોઈના ઉઠાડ્યા વગર તે જાતે ઉઠી,તે પણ સમય કરતા પહેલા ….
આજે જરૂર કરતા વધુ ખાંડ નાખી છતાય ચા મોળી લાગી ફિક્કી લાગી ….
મારી સવાર નું સંગીત તું છે
લાગણીઓ નું ગીત તું છે
જીવન મહી મીઠાસ તું છે
નસીબે માંગેલ પ્રીત તું છે
હથેળી ની જીવન રેખા તું છે
રેખા (સખી )