RSS

મારી કંકોત્રી …..

17 May

બસ છેલ્લીવારનું સંબોધન ” પ્રિયે ” ….

આજે જ્યારે હું એક ઘુંટ પીવા જાઉં છું ત્યારે ત્યારે તું મને રોકી રહી છે …

એ વખત હતો હું તારા એક બોલેજ રોકાઈ જતો
હવે બહુ મોડું થઈ ગયું છે ,
આજે તો તું પણ મને રોકી નહિ શકે .

જ્યારે તને જમવા સોનાની ચમચી જોઈતી હતી
ત્યારે મારી પાસે કોળીયો ભરાવવા પાંચ આગળીયો હતી .

જ્યારે તને ફરવા મોટર ગાડી જોઈતી હતી
ત્યારે મારી પાસે અંકોડા ભરાવવા માટે હાથ સાથ હતો.

જ્યારે તને મખમલી બિછાનું જોઈતું હતું
ત્યારે મારી પાસે મારી બાહોનું મર્દાની બિછાનું હતું .

હવે હું જ્યારે સમય ને સમજી મેથી જેવો કડવો ઘુંટ પીવા તૈયાર થયો છું,
ત્યારે હવે તું મને વિતેલા સમય ની આણ આપે છે ….

પ્રિયે ! હું જાણું છું આ સ્વાદ અત્યારે કડવો લાગશે પણ તે મારી માટે મેથી ની જેમજ ગુણકારી રહેશે .

તારા કહ્યા મુજબ હું ભલે નાકામ પ્રેમી રહ્યો , પણ તેની ઇચ્છા મુજબ હું એક સફળ પતિ બની રહીશ .

બસ મારી આ કંકોત્રી સ્વીકારી મને આ ઘુંટ પીતો જોવા જરૂર આવજે ……

તારી ગાડી વાડી નાં સપના સાથે !
મારી કંકોત્રી …..

રેખા ( સખી )

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: