એક પઘ્ય : વાત બે બાંકડા ની ….
પહાડ કુખે કરવત પડી બની બાંકડા ની બે બેઠક સાથ.
સુંદરતા મહી બેવ સરખા,વેચાવા આવ્યા બંધુ એક વાટ.
એક લેવાયો બગીચા માટે ,બીજો વેચાયો અમીરને હાથ.
બીજા ને ભરાયો અહં કાળજે ,લો હું ચાલ્યો રાજ પાઠ.
જઈ ગોઠવાયો હવેલી સામે ,વહાલી લાગે સાહબી આજ.
રોજ માળી લુછવા આવે ,લઇ પાણી પ્હોર ફાટે ઘોઈ જાય
નવો ચમકતો બહુ દીસે ,પણ કોઈ ફરકતું ના આવે પાસ.
આહ,શું બેસણા જેવી જિંદગી ……
એક મુકાયો મંદિર સામે ,પરોઢિયે ઘંટારવ જગાડે
રોજ ના કોઈ લુછવા આવે,ના ધૂળ નડે ના ગોટા ચડે,
કલબલીયા દરરોજ આવે ,અહી વાતોના ટોળા વડે
આહા , શું ઉત્સવ જેવી જિંદગી
રેખા વિનોદ પટેલ (સખી)