હાથ એમનો ક્યા કદીય પકડાય છે ,
પડછાયો તે ક્યા કદીય ઝલાય છે.
સુગંધ ફૂલોની હવા વડે ફેલાય છે ,
હસતા ફૂલો ક્યા કદીય સંભળાય છે.
મૃગજળે પાણીના રેલા દેખાય છે ,
ક્યા તરસ દરિયે કદીય છીપાય છે.
સપના માં રમત બધીય રમાય છે ,
ત્યાં ના હાર કે જીત કદીય ગણાય છે.
દવા સાથે દુવાની અસર સચવાય છે,
મોત ને વધતા ક્યા કદીય રોકાય છે.
રેખા ( સખી )
4/19/13
chandralekha rao
April 20, 2013 at 2:28 am
waah re waah… mast lakhu chhe…
Jaymini Patel
April 23, 2013 at 1:05 am
I love the combination of the picture and the poem!