સવાર માં 6 નું એલાર્મ વાગતા હું સફાળી ઉભી થઈ દોડી સીધી કિચન માં ,એક સાથે 4 સ્ટવ ચાલુ કર્યા ,બાજુમાં પડેલું નાનું ટેપ રેકોર્ડર ઓન કર્યું શ્રીનાથજી ના ભજન માટેજ સ્તો.
સહેજ મુંઝારો લાગતા બગીચા તરફ ની બારી ખોલી અને ઠંડી મજાની હવાની લહેર મારા સુસ્ત મન અને મગજ ને ઠંડક આપતી ગઈ.
હવે હાથ જલ્દી ચાલવા લાગ્યા ચાય પણ તૈયાર થઇ ગઈ હતી તો વિચાર આવ્યો કોઈ જાગ્યુ નથી ત્યાં સુધી એક કપ ચાય પી લઉં . હજુ કપ હાથ માં હતો ત્યાં તૃષાર નો અવાજ સંભળાયો
નિમિષા મારી ચાય લાવ તો નીમી ..નીમી , હું લગભગ દોડી ચાય આપવા અને 4 પ્રેમ ભરી નજરો એક કરવા, ત્યા તો બંધ આંખે જ જવાબ મળ્યો જલદી બ્રેક્ફાટ બનાવજે વહેલા જવું છે. અને હું પાછી વળી ગઈ ઝુકાએલી નજરો વડે
ત્યાં વળી પીન્કી ની લગભગ ચીસ સાથે નો અવાજ
મોમ મારા સ્કુલ ડ્રેસ ને ઈસ્ત્રી કેમ નથી ,તું એક પણ કામ સરખું નથી કરતી હું આવા કપડા પહેરી સ્કુલ નથી જવાની અને તેને ફેકેલા ડ્રેસ ને મેં સજતાથી ઉઠાવી લીધો અને મનમાં બબડી હું પણ ટીનેજર હતી પણ ક્યારેય મારી મા ને આમ નથી કહ્યું (આજ કાલ ના છોકરા )એક બે કરચલી હતી તે સરખી કરી તેને ડ્રેસ આપી વળી પાછી દોડી દીપુ ના રૂમ તરફ ,દીપુ જલદી કર બેટા જો 7 વાગ્યા હમણાં બસ આવી જશે,મારો 12 વરસ નો દીકરો સહેજ હસીને બોલ્યો મોમ ડોન્ટ વરી …અને મારા સવાર થી સુકા ગળાની સાથે સુકા મનને સહેજ સારું લાગ્યું
મારા દોઢ કલાક ની દોડાદોડ અને ટેબલ પર બધાને ખુશ કરવાની મથામણ મા હું તો ક્યારનીય ભુલાઈ ગઈ હતી ,શ્રીનાથજી નાં ભજનો પણ ક્યારના પુરા થઇ ગયા હતા તો પણ સંતોષ હતો બધાને ટાઈમ પર બ્રેક્ફાટ આપવાનો।
હજુ પહેલો કોળિયો અને પિંકી ની કચ ચાલુ ,
મોમ આટલા બધા ટામેટા ઓમલેટ માં હોતા હશે તું કઈ સરખું શીખતી નથી જો નીલમ ની મોમ નવું નવું મેક્સિકન ઇટાલિયન બનાવે છે અને તું તો સાવ દેશી રહી
મેં સહેજ ગુસ્સા થી જોયું ત્યાતો તુષાર બોલી ઉઠ્યા, તે સાચું કહે છે તેમાં ગુસ્સે શું થાય છે તું જમાના સાથે ચાલવા માં માનતી જ નથી .તને હેલ્પ માટે ઘરમાં નોકર છે પણ કિચન માં તારુ જ રાજ હોય તેમ તને કોઈની હેલ્પ જોઈતી નથી અને નવું કઈ શીખવું નથી .
હવે હું આ લોકો ને કેમ સમજાવું કે કિચન માં મારો હક નથી મારો તમારી માટે નો પ્રેમ છે અને મારી આંખો લગભગ ભરાઈ આવી,
ત્યાં તો બસ નો હોર્ન સંભળાયો બન્નેવ બાળકો ટીફીન લઇ ને દોડ્યા પણ જતા જતા એક સ્માઈલ અને બાય ના ટહુકા એ ઉભરતા ઝળહળીયા ને સમાવી દીધા
તૃષાર આજે વહેલા આવશો ક્યાંક બહાર જવાની ઈચ્છા થાય છે ,ત્યા તો એ બોલ્યા અરે નીમી સોરી હું કહેવા નું ભૂલી ગયો આજે ડીનર માં હું ઘરે નથી મીટીંગ છે મોડું થશે રાહ ના જોઈસ ,અને ખાસ કબાટ માં એક લાખ રોકડા છે તો બેંક માં જમા કરાવી આવજે .અને કટાક્ષ ભર્યા સ્મિત સાથે જોજે ગણજે પાછી એમજ ના આપી દેતી
તૃષાર તમે તો જાણો છો મને આટલા બધા રૂપિયા એક સામટા ગણવાના નથી ફાવતા તે પણ બેંક માં પ્લીઝ તમે જઈ આવો ને …
હજુ પૂરી વાત કરું તે પહેલા તો કોઈનો ફોન આવ્યો અને તે વાત કરતા કરતા મને બાય કહી ચાલતા થયા હું ડોર પાસે ઉભી રહી તેમને વિલા મોઢે જોતી રહી .હવે ના ચાય પીવાનો મૂડ રહ્યો ના કઈ ખાવાનો,હું સીધી બાથરૂમ તરફ ચાલી ગઈ.
જલ્દી થી પરવારી હું તૈયાર થવા અરીસા સામે આવી ,પળ બે પળ હું મને જોઈજ રહી કે આ 37 ની ઉંમર માં પણ હું 27 ની લાગુ છુ ,આ વિચારે મને વધુ સુંદર બનાવી અને તૈયાર થઇ મારી પોતાની ગાડી લઈ હું બેંક તરફ નીકળી પડી મગજ માં વિચારો પણ ગાડી સાથેજ દોડતા હતા કે તુષાર મને બધું ભૈતિક સુખ આપે છે તે પણ મારા માગ્યા પહેલા,પણ તેને બદલે તો થોડો ટાઈમ અને થોડો પ્રેમ આપતા હોત તો કદાચ હું વધુ ખુશ હોત.
આ બેંક પણ આવી ગઈ હવે ધડકતા હૈયે હું પર્સ માં રૂપિયા લઇ અંદર આવી ગઈ અને લાઇન માં ઉભા ઉભા ફરી વિચારે ચડી ગઈ મેથેમેટિક્સ ની ઓનર સ્ટુડન્ટ હતી અને આજે પૈસા ગણવાનો આટલો ડર કેમ? શું હું સાચેજ ગમાર થઇ ગઈ છું ?
ત્યાં તો લાઈન માં મારો નંબર આવ્યો કાઉન્ટર પહોચી મેં રૂપિયા નું બંડલ આપ્યું .બેંક કર્મચારી એ રૂપિયા 2 વાર ગણ્યા પછી કહે બહેન ઘરેથી ગણીને નથી લાવ્યા આમાં તમે કહ્યા મુજબ માં 500 રૂપિયા ઓછા છે લો જરા ફરી ગણી લ્યો.
ઓહ !એક તો સવાર થી ચા પણ પીધી ના હતી અને તેમાં આ માથાકૂટ ,મને સહેજ ચક્કર આવી ગયા ત્યાતો પાછળ ઉભેલા એક ભાઈ નજીક આવ્યા અને કહેવા લાગ્યા લાવો હું હેલ્પ કરી ,તેમના કહ્યા મુજબ મેં બીજા 500 ઉમેરી પૂરી રકમ કરી જેમ તેમ બેંક નું કામ પતાવ્યું .પણ મારી હાલત જોતા તે ભાઈ મને કહે તમને જલદી નાં હોય તો મારી સાથે બાજુના કાફે માં કોફી પીવા આવી શકો છો ,અને આમ પણ મારી હાલત ડ્રાઈવ કરી ઘરે જઈ શકાય તેવી ના હતી . હું તેમની ઓફર નકારી ના સકી.
કોફી સાથે સાથે અમે વાતો એ વળગ્યા જાણે જુના મિત્રો કેટલોય સમય વીતી ગયો પછી અચાનક યાદ આવ્યું કે બાળકો ને ઘરે આવવાનો ટાઈમ થઇ ગયો છે અને હું વાતો ટુંકાવી ને ઉભી થઇ ,ત્યાં તે એમણે મને દર વીકે આમ અહી મળવાની વાત કરી અને હું પણ જાણે આજ શોધમાં હતી કે કોઈ મને સાંભળે અને સંભળાવે અને તેથીજ મેં પણ હા કહી।
ઘર તરફ આવતા આવતા તેમની જ વાતો વાગોળ્યા કરતી .આજે તો સાંજ પણ ગમતીલી લાગી
આમજ રોજની ઘટમાળ માં વિક પૂરું થઇ ગયું ફરી આવ્યો મંગળવાર ,મિત્ર ને આપેલ વચન યાદ આવ્યું ,ખબર નથી પણ સવાર થી જ આજે ઉત્સાહ હતો ટાઈમ પ્રમાણે બપોરના 12 નાં ટકોરે હું કેફે માં પહોચી, તે તો મારા પહેલા ત્યાં હાજર હતા ,તેમની ઓફીસ બાજુમાં જ હતી અને પાછા તેજ બોસ તો મારે રાહ જોવાનું ખાસ ના બનતું. દર વખત એજ વાતો ના ટોળા , વિચારો ની આપલે થોડી મસ્તી મજાક .
હવે આ જિંદગી વધુ જાનદાર લાગતી હતી ,બાળકો ની ઉધ્દ્તાઈ અને એમની થોડી ઉપેક્ષા પણ હવે કઠતી નહોતી .આમ કેટલાક વિક નીકળી ગયા પણ ગયા મંગળવાર ની મુલાકાત માં વાત વાત માં એમણે અચાનક મારો હાથ હાથ માં લીધો અને ભાવ વાહી સ્વરે કહેવા લાગ્યા
” નિમિષા તું જાણે છે તારો સંગ બહુ પ્રિય છે એવું ના બની સકે આપણે વિક માં 2-3 વખત મળીયે ” બસ હું ચમકી ઉઠી જાણે એક તંદ્રા માંથી …..
અચાનક બોલી ઉઠી મારે હવે જવું પડશે આજે વહેલા ઘરે જવાનું છે અને સીધી ઘરે આવી ગઈ ,કઈ પણ વિચાર્યા વગર આખું વિક પતાવી દીધું .
ફરી એજ મંગળવાર યોગનુયોય મારો જન્મ દિવસ પણ ,સવાર થી જીવમાં ઉથલપાથલ …
પણ સવાર તો રોજના જેવી જ રહી એજ દોડા દોડી ,એજ સવાર ની વાતો અને બધાને ઘર છોવાની ઉતાવળ
ના કોઈ બર્થડે વીસ ના કોઈ પ્યારી પપ્પી…
હવે લાગ્યું હુ જ મારી છું બસ ત્યારો મારો સેલ ફોન રણક્યો એક મિઠી ટયુન વાગવા લાગી
“હેપી બર્થડે ટૂ યુ હેલ્પ બર્થડે ડીયર નિમિષા હેપી બર્થડે ટૂ યુ ”
અને પછી તેજ અવાજ તું આવે છે ને ?આજે આપણે સાથે તારો બર્થડે મનાવીશું
હું હા કે ના કહું તે પહેલા ફોન મુકાઈ ગયો ,હું પણ હા કે ના વિચારું તે પહેલા આપોઆપ ખેચાઇ ને તૈયાર થઇ ગઈ ,જાતને સમજાવવા લાગી ક્યા કોઈને મારી પડી છે કે હું મારા મન ને મારું
બસ હાથમાં પર્સ અને કારની કી લઇ ડોર પાસે આવી ત્યાજ ડોરબેલ રણકી ઉઠી
ડોર ખોલતા લગભગ ખુશીથી ચીખી પડી ,તૃષાર બંને બાળકો ને સ્કુલ માંથી જલ્દી પીક અપ કરી હાથ માં મારી ગમતી લીલી નો બુકે અને મારી ફેવરેટ ચીઝ કેક બધા સાથે હસતા મોઢે ગઈ રહ્યા હતા
“હેપી બર્થડે ટૂ યુ હેલ્પ બર્થડે ડીયર નીમી હેપી બર્થડે ટૂ યુ ”
હું બોર બોર જેવડા આંસુ સાથે એમની બાહોમાં ફસડાઈ પડી અને મો માંથી ચાર સબ્દો સારી પડ્યા
“તુમ્હી હો સાથી સખા તુમ્હી ”
રેખા (સખી) 4/15/13
Daxesh Contractor
May 9, 2013 at 11:09 pm
સરસ કથાવસ્તુ અને અપેક્ષા મુજબનો સુખદ અંત …વાર્તાનો શરૂઆતનો ભાગ તાજેતરમાં આવેલ ફિલ્મ ઈંગ્લીશ વીંગ્લીશ જેવો લાગ્યો પણ એકંદર સરસ …