જો મૌનના સંવાદ હોય તો કોઈને નડતા નથી
સ્વપ્નનાં આવાસ હોય તો કોઈને જડતા નથી
ઝાંઝવાના જળ ને સુરજ થી તકલીફ નથી
મન થી મળવા આવો ત્યાં દોરાહા પડતા નથી
પ્રણયની સુવાસ હોય તો ઉડવાને તકલીફ નથી
મનમાં ખીલ્યાં પુષ્પો કઈ પાનખરે ખરતા નથી
આંખોના સંવાદ હોય ત્યાં ભાષાને તકલીફ નથી
આશા નિરાશા સાથમાં રહીને પણ લડતા નથી
હોય સમુંદર સ્નેહનો તો ડરવાને તકલીફ નથી
વચમાં ઘૂઘવતા દરિયા અહી કોઈને નડતા નથી
મેળવી લીધો પ્રાસ સખી મે એમને તકલીફ નથી
શબ્દો કેરા સ્મરણથી એ આગળ વધતા નથી
રેખા 2/16/13
Ketan
March 7, 2013 at 5:45 pm
superb