મૌસમ વિના જો વરસવા દેશો તો,
થઈ ઝાકળનું જળ અમે અઢળક ઝરી જાશું .
સ્મરણમાં જરા જો સાચવશો તો,
થઇ લાગણી કેરા દસ્તાવેત દિલ પર અંકાઈ જાશું
મુજ પર મે’રબાની જો ખુદા કરે તો,
તમે આપેલી બેશુમાર આફતો હસતા સહી જાશું
હૈયું તમારું જરા જો વિસ્તરે તો,
અડ્ડો જમાવી બેઠેલી પાનખરને ભગાવી જાશું.
રેખા ( સખી
આમ જ્યાં જુઓ ત્યાં બધે છે તન્હાઈ.
અને આ હૈયું જ્યાં તું બઘેજ અથડાઈ.
રેખા
નિભાવી જાણ દોસ્તીને તું પરસ્પર સમજ સાથે.
કરીલે હસ્તક લાગણીના દસ્તાવેજ સમજ સાથે.
રેખા