આંખમાં મોરપિચ્છ મૂકી, કરે મુગ્ધ ભાવે એ વાત જ્યારે,
લાગે છે બદલાઈ ગયેલું આખુંય વિશ્વ ત્યારે.
કાનમાં તેનો એક ટહુકો અને પંખી બોલ્યું ઉદ્યાનમાં જાણે,
બધા સૂર અને ગઝલ થાય સંમોહિત ત્યારે.
ગાલ ઉપર રેલાતી શરમની લાલી મેઘધ્નુસ્યની રેખા જાણે,
પાણીનું ખડખડતું ઝરણું થોભાય પલભર ત્યારે.
ફેલાતી ઝુલ્ફોના શ્યામ રંગો હૃદયને વધુ સંકોરે જ્યારે
શ્યામ રંગ ક્ષિતિજે નભ ઓઢે ત્યારે.
રેખા ( સખી ) 11/15/12
rekha (sakhi)
February 14, 2013 at 4:04 pm
Thank you chetan bhai