વાયરાએ દિધો સાદ અને સ્મરણોના ટોળા ઉમટી આવ્યા,
સમય પાછો સરકી આવ્યો
કોઇ આકરી ક્ષણે રોપાયેલું વિદાયનું બીજ,
આજે ઘટઘોપ વટવૃક્ષ બની બેઠું છે
વેરાન વગડો મને જીવંત લાગ્યો…
કેટલુંક યાદ આવ્યું અને હું મને ભૂલવા લાગ્યો,
તું આ છાયામાં બે પલ વિતાવી જા… હું મને ભૂલું તે પહેલા.
રેખા (સખી