♥ મરીઝ સાહેબની ગઝલ થોડા ફેરફાર સાથે વિનોદને અર્પણ ♥
♥♥ સદીયો થી એવુજ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ જણ ઓળખાતા નથી ….♥♥
સખી તું એને જોવાનું ચાહી રહી છે, તારું સપનું રહે છે હંમેશા અધૂરું
તું પરિચય પ્રીતમનો માગી રહી છે વિષય તારો સુંદર, કુતુહલ મઘુરું
તો સાંભળ એ છે સામાન્ય માણસ ,હૃદય એનું ભોળું જીવન એનું સાદું .
ચહેરો છે હસતો ને વસ્ત્રોમાં સાદો, આંખોમાં તેજ તેની વાતો માં જાદુ .
♥♥
નથી ખાસ રસિયા,એ સંગીતનાં કોઈ, પણ કવિતા સમું એ જીવી જાણે.
નથી એને પસંદ કોઈ કિસ્સા કહાની, જીવનને સાચી કહાણી એ માને .
♥♥
એ મૂંગા મહેફિલમાં બેસી રહે છે, છે ચુપકીદી એની સદંતર નિખાલસ .
છે એની પાસે દલીલોની શક્તિ, પણ ચર્ચા કદી ના કરતા એ સાલસ .
જુએ કોઈ એને તો હરગીઝ ના માને, કે આ માનવીમાં મહોબત ભરી છે .
નાં કોઈની બુરાઈ ,ના નિંદા કોઈની ,નશેનસ માં એની સરાફત ભરી છે .
♥♥
જગતની ઘમાલો થી એ પર રહે છે ,જે પોતાને રસ્તે છે સુરજની માફક .
સખી મારા પ્રીતમની આજ ઓળખ,એ સઘળે ઝળહળે હિરાની માફક .
♥♥
ગરીબોની પાસે કે અમીરોની સાથે ,ગમે તેની સાથે એ શોભી ઉઠે છે .
સખી આવા દુનિયાની અંદર ,ભલા આવા માણસની ઓળખ બોલે છે
♥♥
♥♥ (મરીઝ સાહેબની ગઝલ થોડા ફેરફાર સાથે વિનોદને અર્પણ ) ♥♥
chaman
October 18, 2017 at 1:38 pm
આવી રચના આજે અચાનક વાંચવા મળી! સાચી વાત કે પ્રેમાળ જણ કે પતિ ઓળખતા નથી! અને જો ઓળખાય ત્યારે મોડું થઈ ગયું હોય છે! મરીઝ સાહેબની ગઝલ લીધી છે એ જણાવીને સાફ દિલને આજે મળ્યાનો આનંદ રોકી શકતો નથી! કોઈને અર્પણ કરવા જેવી રચના થઈ છે. વાંચીને પ્રતિસાદ આપવાનું મન રોકી ન શક્યો! અભિનંદન.
rekha patel (Vinodini)
November 16, 2017 at 2:01 pm
🙏
rekha patel (Vinodini)
April 24, 2018 at 2:06 pm
aapno khub aabhaar