RSS

“માર્ગી” મેગેઝિનનાં દિપાવલી ૨૦૧૪નાં અંકમાં મારી લઘુનવલ “લાગણીઓનાં ચક્રવાત”નાં હપ્તા ૧ થી ૧૦

“લાગણીઓનાં ચક્રવાત” હપ્તો – ૧

———————————————

અમદાવાદ એટલે ગુજરાતનું સહુથી મોટું અને ભારતનું સાતમાં ક્રમે આવતું મોટુ શહેર.અહી સ્થાપએલી કાપડની મિલોના કારણે આ શહેરને એકવખત ભારતનું માન્ચેસ્ટર ગણાંતું હતું.છેલ્લા વર્ષોમાં નવા નવા ઉધોગોનાં કારણે પુરા ભારતની પ્રજા આવીને વસવા લાગી છે..આજે અમદાવાદ મુંબઇની હરિફાઇ કરતું હોય એમ વિસ્તરતું જાય છે.

અમદાવાદનું હ્રદય ગણાતા સાબરમતીના તટ વિસ્તારમાં નવા રૂપરંગ અને રોશનીથી ચમકતો સાબરમતિ રીવરફ્રન્ટ પર સાંજે પ્રેમીપંખીડાઓથી ઉભરાતો હોય છે.આવી જ એક રોમેન્ટિક સાંજે નીરવ અને નિવા સાથે સાથે ચાલતા હતા.નીરવ એટલે નારણપુરા વિસ્તારમાં રહેતો દેખાવડો પાચ ફૂટ દસ ઇંચ ઊંચો હેન્ડસમ ગુજરાતી યુવાન હતો.એ ઇન્ફર્મેશન ટેકનોલીજી IT નો સોફ્ર્વેર એન્જીનીયર હતો.થોડા વખત પહેલા એને અહી અમદાવાદની એક પ્રતિષ્ઠિત કંપનીમાં સારા પગાર વાળી સારી નોકરી મળી હતી.    . પરંતુ દરેક ભણેલા સ્વપ્નિલ યુવાનોની જેમ તેને પણ અમેરિકા જઈ પોતાનું નશીબ અજમાવવું હતું.મઘ્યમવર્ગીય પરિવારના સુરેશભાઈ અને સ્મિતાબેનને દીકરાને નજરથી દુર પરદેશ મોકલવાની ઓછી ઈચ્છા હતી.કારણકે નીરવ તેમનો એકનો એક દીકરો હતો.છતાં પણ નીરવની મહત્વકાંક્ષા અને જીદ સામે નમતું જોખીને દીકરાને પરદેશ જઈ શકાય એવી તજવીજમાં પડ્યા હતા.

એવામાં સુરેશભાઇનાં એક સગા નવીનભાઈ અમેરિકામાં જ્ન્મેલી અને ત્યા જ ભણીને આંખની ડૉકટર બનેલી નીવાની વાત લઈને આવ્યા.રમેશભાઈ પટેલ અને રૂપલબેન ત્રીસેક વર્ષ પહેલા અમેરિકાના ન્યુજર્સી સ્ટેટ્સમાં સ્થાયી થયા હતા.અત્યાર સુધીમાં ત્રણ નાની મોટો મોટેલોના માલિક બની પટેલ સમાજમાં તેમની આગવી પ્રતિષ્ઠા ઉભી કરી હતી.

“સુરેશભાઈ જો આ સબંધ બંધાઈ જાય તો સોનામાં સુગંધ ભળે એવુ કામ થશે અને રમેશ પટેલ આપણી જ જ્ઞાતિ ના છે અને ન્યુ જર્સીમાં તેમનું નામ છે.વધારામાં તેમની દીકરી આપણા નીરવની સાથે દેખાવ અને ભણતર બંનેમાં શોભે તેવી છે.”નવીનભાઈ ખુશ થતા વાત મૂકી.

“પણ!! નવીનભાઈ,હું કઈ લાખોપતિ નથી એ તો તમે જાણો છો.બસ આપણે બે ટંક સુખેથી જમીને આરામથી રહી શકીએ એટલુ જ અહી કમાઈએ છીએ.તો એ લોકોને વાધો નહિ આવે ને?” ખચકાતા મને સુરેશભાઈએ નવીનભાઇને જવાબ આપ્યો.

“અરે સુરેશભાઇ..તમે આ બધી ચિંતા  શું કામ કરો છો? બધુ જ આપણા હાથમાં છે અને આપણે ક્યા દીકરી આપવાની છે કે દહેજની ચિંતા કરવાની હોય.જો તમારી હા હોય તો    હું મીટીંગ ગોઠવી આપું.”પોરસાતા અવાજે નવીનભાઈ બોલ્યા.

“ભલે ભલે…..,જેવી તમારી ઈચ્છા નવીનભાઇ! આ નીરવ પણ તમારા દીકરા જેવો જ છે તો તમે તેનું સારુ જ વિચારવાના છો.”આમ કહીને સુરેશભાઈએ વાત ઉપર પૂર્ણવિરામ મુક્યું.

સ્મિતાબેન બધા માટે ચા નાસ્તો લઈને આવ્યા તેને ન્યાય આપી નવીનભાઈએ વિદાય લીધી.

” તમને કહું છું કે આ વાત મને કઈ ગળે ઉતરતી નથી?” શંકા કરતા સ્મિતાબેન બોલ્યા
“કેમ શું થયું તને ? કઈ વાતમાં શંકા આવે છે ?”
“આ નીવાની વાત કરૂ છુ.અમેરિકામાઆટલી ભણેલી અને ડોક્ટર થયેલી છોકરી અને તે પાછી અમેરિકામાં જ જન્મેલી લગ્ન માટે મુરતિયો શોધવા દેશમાં કેમ આવ્યા હશે?છોકરી વિશે પૂરેપૂરી જાણકારી મેળવીને જ આગળ વધવું જોઇએ.મારો દીકરો પણ કાંઇ કમ નથી.”મા હોવાને નાતે સ્મિતાબેન સહજભાવે  બોલ્યા.

“જો સ્મિતા! મ ખોટી અટકળ ના કરવી જોઇએ. હવે જમાનો બદલાયો છે.હવે ત્યાના પરિવારોને ભારતિય સંસ્કારની મહત્તા સમજાય છે અને અમેરિકાનાં દરેક માં બાપ ઈચ્છે છે કે તેમના સંતાનોના લાઈફ પાર્ટનર ભારતીય હોય એ સારૂં છે.મારા માનવા મૂજબ    આ જ કારણ હોવું જોઇએ અને આપણે ક્યા જોયા વિના હા કહેવાની છે.તું  અત્યારથી ખોટી ચિંતા કરવાનું રહેવા દે.”આટલું કહીને સુરેશભાઇ આગળ બોલ્યા,

“ત્યાં રહેતા માં બાપને તેમના સંતાનોના ભવિષ્યની ચિંતા રહેતી હોય છે.અમેરિકા એટલે મુકત આચાર વિચાર ધરાવતો વાણી વિચારોની સ્વતંત્રતા ધરાવતો દેશ છે.પરિણામે ત્યાનાં  બાળકો જરૂર કરતા વધુ મુક્ત બનતા જાય છે હાલમાં કેટલાક ગુજરાતી માબાપની ફરિયાદ છે કે તેમની નવી પેઢી ગુજરાતી બોલતી નથી. તેમને ગુજરાતી ખાવા પીવાનું પસંદ નથી અને આ બધામાં ભારતિય સંસ્કૃતિ ભુલાતી જાય છે.આથી હવે ત્યા રહેલા માતા પિતા ભારતમાં ભણેલા ગણેલા યુવાન યુવતીઓને તેમના સંતાનોના જીવન સાથી માટે વધુ પસંદ કરે કરે છે બસ આજ કારણ  હોઈ શકે!!”

નીરવ તને શું લાગે છે ? સુરેશભાઈ નીરવને પૂછવા લાગ્યા
પપ્પા મને તો કશુ જ યોગ્ય નથી લાગતું.જોયા કે જાણ્યા વિના કોઈ વિષે અભિપ્રાય નાં બાંધવો જોઈએ નહીતર તમે સામે વાળી વ્યક્તિને સાચો ન્યાય નાં આપી શકો”સમજદાર અને ઠરેલ નીરવ આત્મવિશ્વાસ થી બોલ્યો.

હા તમે બાપ દીકરો હમેશા સાચા હોવ છો એટલે હું મારી હાર કબુલ કરું છું.તમે કહો છો તો હું મારા નકારાત્મક વિચારો ઉપર અંકુશ મુકું છું.” આમ કહીને સ્મિતાબેન હસતા હસતા કામે લાગ્યા
******************
બીજા દિવસે સવારે સુરેશભાઈ અને સ્મિતાબેન ટેબલ ઉપર બેસી ચા સાથે ખાખરાનો નાસ્તો કરતા હતા.સવારની ચા સાથે પીવાનો તેમનો વર્ષો જુનો નિયમ હતો.સુરેશભાઈને કામ અર્થે ગમે તેટલું વહેલું જવાનું હોય છતાં પણ ચા તો સાથે જ પીવાની હોય એવું વિચારીને સ્મિતાબેન પણ વહેલા જાગી જતા અને અડઘો કલાક આખા દિવસભરના કામ અને વહેવારિક વાતો કરતા શાંતિથી એક સાથે સમય પસાર કરતા.

મજાકમાં સુરેશભાઈ આ સમયને “ગોલ્ડન ટાઈમ”કહેતા હતા.આંગણામાં ઉગતો સુરજ તેના સોનેરી કિરણોની જાજમ પાથરતો હોય અને ઘરમાં સાથે પ્રિય પત્નીની સોનેરી વાતો તેના સ્પેશિયલ તડકા સાથે ચાલતી હોય.

એટલામાં  બાજુમાં પડેલા કોર્નર ટેબલ ઉપરનાં કોડલેસ ફોનની રીંગ વાગી …….. ટ્રીન ટ્રીન….

બે રીંગ વાગતા  સ્મિતાબેને ફોન ઉપાડી લીધો ” હલ્લો કોણ બોલો છો?”
“જય શ્રી કૃષ્ણ ભાભી,નવીન બોલું છું ”
“કેમ છો  નવીનભાઇ ?જય શ્રી કૃષ્ણ.ઉભા રહો ફોન તમારા ભાઈને આપું “કહેતા સ્મિતાબેને ફોન સુરેશભાઈને આપ્યો
“સુરેશભાઈ કાલે સાંજે રમેશભાઈ નિવા સાથે આપણા ઘરે આવવાનાં છે તો નીરવને કહેજો ઘરે રહે.મેં રમેશભાઇને તમારા વિષે અને નીરવ વિષે બધું જણાવી દીધું છે.તો તમે હવે નચિંત થઇ જાઓ.ઈશ્વરની ઇચ્છા હશે તો બધું બરાબર ગોઠવાય જશે”કહીને નવીનભાઈએ ફોન મુક્યો

રમેશભાઇ અને નિવા આવતી કાલે આવવાના હોવાથી કાલની તૈયારીઓમાં લાગી ગયા ,સ્મિતાબેન આખા ઘરને બરાબર સાફ કરાવીને ચોખ્ખુ ચણાક બનાવી દીધું.આવતીકાલ માટે નાસ્તો વગેરેની સુચના સુરેશભાઈને આપવા માડી
“જુવો ખાસ કહું છું તમારા ભૂલકણા સ્વભાવના કારણે કાલે બધું ભૂલી ના જતા અને મે જે લિસ્ટ આપ્યું છે એ બધું સમયસર લઇ આવજો.”

હા હા….જગદંબા,બધુ જ લઇ આવીશ,જરા ખમૈયા કરો માતાજી.આ તો સારું છે કે તારે દીકરાને પરણાવવાનો છે જો દીકરી હોત તો તે આખા ઘરની સાથે મને પણ ગાંડો કર્યો હોત”સુરેશભાઇ હસતા હસતાં સ્મિતાબેનની પટ્ટી ઉતારતા બોલ્યા.

અચાનક સ્મિતાબેનને કઈક યાદ આવતા બોલ્યા”બેટા નીરવ…,કાલે તું ટીશર્ટ ના પહેરતો.તને આખી બાયનું શર્ટ વધારે સરસ લાગે છે.ત્યારે તું કોઈ ઓફિસર જેવો લાગે છે.”હવે સ્મિતાબેનને નીરવને લપૅટમાં લીધો.

“સાંભળ મમ્મી,મારે શું પહેરવું એ મને નક્કી કરવા દે.તને ખબર ના હોય કે આજ કાલના યંગસ્ટરની ફેશન શું ચાલે છે.તું બસ ઘરનાં નોકર  અને પપ્પાને સલાહ આપજે.” આમ કહીને નીરવ તેના રૂમમાં ચાલ્યો ગયો.નીરવને  મમ્મી તેની બધી બાબતમાં માથું મારે આ ટેવ પસંદ નહોતી.

બીજા દિવસની સાંજે રમેશ પટેલ અને રૂપલબેન  તેમની દીકરી નિવા સાથે આવી પહોચ્યા….

આવો આવો…પધારો, કહેતા સુરેશભાઈ અને સ્મિતાબેને બધાને પ્રેમથી આવકાર્યા.જેવા ઘરમાં પધાર્યા,સુરેશભાઇ,સ્મિતાબેન અને નીરવની નજર નિવા ઉપરથી હટતી નહોતી.

નીવા દેખાવડી પણ એવી હતી. પાચ ફૂટ ચાર ઈંચની ઊંચાઈ.અત્યારની યુવતીઓની જેમ ડાયેટ પ્લાનને અનુસરતી હોવાની પ્રતિતિ એના એકવડા બાંધાની કમનિયતા કરતી હતી.પાતળા અને લાંબા હાથ.કમરથી નીચે ઉતરીને નીંતબ સુધી એક મોડેલ જેવું દેહ સૌંદર્ય હતુ.રૂપાળી નિવા બહુ સુંદર લાગતી હતી.એનાં ચહેરાની રોનક અને પાણીદાર આંખો અને બહું લાંબા નહી અને બહું ટુકાં નહી એવા સ્ટ્રેઇટ હેર એનાં સૌંદર્યમાં નિખાર લાવતા હતા.પહેલી નજરે એને જોઇને કાયલ થઇ જાય એવું નિવાનું સૌંદર્ય હતું.

આવનારા મહેમાનોને દીવાનખંડનાં ડાર્ક બ્લુ કલરના સોફા ઉપર બેસાડ્યા.બધા ખુશખૂશાલ નજર આવતાં હતા.અને પરિચય વધે એવી વાતોમાં મશગુલ હતા.             એવામાં ડાર્ક બ્યુ જીન્સ અને ઉપર લાઈટ યલો કલરનું બ્રાન્ડેડ શર્ટ પહેરેલો નીરવ ઉપરના રૂમમાંથી નીચે આવ્યો.તેના રૂમમાં નીચે આવતાની સાથે જ સહુનું ઘ્યાન નિરવ ઉપર ચોંટી ગયું। એક હીરોને પણ શરમાવે તેવો હેન્ડસમ દેખાતો હતો. રમેશભાઈ અને રૂપલબેનેને નીરવ પહેલી જ નજરે પસંદ આવી ગયો હતો બસ તેમની નિવા માટે તેમને આવોજ રૂપાળો અને ભણેલો મુરતિયો જોઈતો હતો જે નીવા સાથે શોભે અને તેને સાચવી પણ શકે.

ચા નાસ્તાને ન્યાય આપી સ્મિતાબેન નીરવને ઉદ્દેશી બોલ્યા,”જા બેટા……, નિવા દીકરીને આપણા ઘર પાછળનો બગીચો બતાવો.નિવાને ખુલ્લી હવામાં હીચકા ઉપર બેસવું ગમશે.”કહીને બંનેને એકાંતમાં વાત કરવાની સહુલીયત કરી આપી .

આજના નવા અમદાવાદમાં હવે મુંબઈની જેમ માણસોનો વધારો થતો જાય છે અને જગ્યા ઓછી પડતી જાય છે.છતાં આ નારણપુરામાં બાપદાદા વખતનું આ નાનકડું બે માળનું સુંદર ઘર હતું અને એવોજ નાનો પણ લીલોછમ  બગીચો હતો.સ્મીતાબેનને બાગ બગીચાનો બહુ જ શોખ હતો જે તે આ નાનકડી જગ્યામાં પૂરો કરતા હતા.એને જાતજાતનાને ભાતભાતના ફૂલ છોડ લગાવ્યા હતા.વચમાં હીંચકો લગાવ્યો હતો.એક ખુણામાં જુહીનો માંડવો બાઘ્યો હતો અને બગીચાને ફરતે આસોપાલવના ઝાડ લગાવ્યા હતા.આ બધું મળીને બહુ સોહામણું દ્રશ્ય લાગતું હતું.

નીરવ આ બધું જોતા વિચારતો હતો કે હવે આ વધુ સોહામણું તો જ બનશે,જો આજે આ બંધાતો નવો સબંધ જો એક મુકામ ઉપર પહોચે.કારણકે નીરવને   નિવા પહેલી જ નજરે પસંદ આવી ગઈ હતી.

એક યુવાન મનમાં જ્યારે વિજાતિય પાત્ર વિશેનાં ખ્યાલો ઉભરાય છે ત્યારે એની સપનાની એક દુનિયા એક પાત્રને જોતાવેત જિંવત થઇ જાય છે.અને એને એમ જ લાગે કે આ વ્યકિત મારા જીવનમાં આવે તો મારી જિંદગી બની જાય.એ પછી યુવાન હોય કે યુવતી હોય.જિંદગીમાં પ્રથમ વખત અનૂભવવામાં આવતું ચિરસ્મર્ણિય સ્પંદન.માણસને આજીવન યાદ રહી જાય છે.

-ક્રમશઃ

-રેખા વિનોદ પટેલ                          

————————————————————–

લાગણીઓનાં “ચક્રવાત” હપ્તો – 2

———————————————

આજના નવા જમાનાના આધુનિક  અમદાવાદમાં હવે મુંબઈની જેમ માણસોનો વધારો થતો જાય છે અને જગ્યા ઓછી પડતી જાય છે.છતાં સુરેશભાઇનું   નારણપુરામાં બાપદાદા વખતનું આ નાનકડું બે માળનું સુંદર ઘર હતું અને સાથે એવો જ નાનો સુંદર મજાનો બગીચો હતો.જે સ્મીતાબેને માવજતથી આ બગીચો એક ખૂશ્નૂમાં પરિવારની શોભા વધારતો હતો.બગીચાના એક એક ખૂણામાં સ્મિતાબેને પોતાનો શોખ પૂરો કરવાં જાતજાતના ને ભાત ભાતના ફૂલ છોડ લગાવ્યા હતા વચમાં  હીંચકો લગાવ્યો હતો અને એક ખુણામાં જુહીનો માંડવો બાઘ્યો હતો.પરિણામે અહીંયા કોઇ પણ બેસનારનાં વિચારોમાં તાજગી આવી આપમેળે આવી જાય.

આ બધા વિચારોની વચ્ચે વાતચીતનો દોર હાથમાં લેતા નિરવે નિવા સામે જોઇને પૂછ્યું,” નિવા,તું અમેરિકામાં જન્મેલી છે તો શું તને મારા જેવો નખશીખ ભારતિય યુવક લાઈફ પાર્ટનર તરીકે ગમશે? ”

થોડી પળનો વિચાર કરીને નિવાએ નીરવની આંખ સામે આંખ મિલાવીને જવાબ આપ્યો,”ઓહ યસ !!! જો આપણાં  બંનેના વિચારો અને શોખ સાથે લાઈફ સ્ટાઈલ એક સરખી હોય તો જરૂર ફાવે” અમેરિકન લહેજામાં થોડું અંગ્રેજી મિક્સ ગુજરાતી બોલતા નિવાએ એનાં સુરીલા અવાજનો રણકો નિરવને અંદર સુધી સ્પર્શી ગયો.

“તું તો ત્યાજ જન્મી છે,ડોક્ટર છે તો તને તારે લાયક સારા યુવાનો અમેરિકામાં બહું  આસાનીથી મળી જાય તે છતાં ભારતિય યુવક જીવનસાથી તરીકે પંસદ કરવાનું કોઇ ખાસ કારણ.”નીરવે હિમ્મત કરીને મનમાં જે સૌથી મોટી વાત હતી એ નિવાને કહી દીધી.

“હું સમજી ગઇ,મારે આ સવાલનો જવાબ આપવો પડશે એ મને ખબર જ હતી.તો સાચી વાત એ છે કે મારા પેરેન્ટ્સની ઈચ્છા હતી કે જીવનસાથી   તરીકે જો ભારતિય યુવક હોય તો તે વધુ મને સમજી અને સાચવી શકે તેમ છે.હું મારા પેરન્ટસની આ  ઈચ્છાને માંન આપું છું.બટ યુ નો નીરવ? જો મારે અમેરિકામાં મેરેજ કરવા હોત તો મને મારી ચોઈશના યુવકો મારી આજુ બાજુમાં જ મળી આવે તેમ છે.તેનું ખાસ કારણ એ છે કે મારું મિત્ર વતૃળ બહુ મોટું છે.પેરન્ટસની વાત માન આપવાનું ખાસ કારણ એ છે કે મારા ડેડનો કેરીંગ નેચર..અને મારા ડેડ મારી અને મારી મોમની બહું કેર કરે છે.હી ઇઝ બેસ્ટ હસબંડ…માટે મને લાગ્યુ કે ભારતિય યુવક મારી અને પેરન્ટસની ચોઇસનો મળી જાય તો મારી ના નથી..બીકોઝ આઇ લવ માય ડેડે.”નિવા આત્મવિશ્વાસથી અને આસાની જવાબ આપ્યો અને એની વાત પરથી અમેરિકામાં જન્મી છતા પરિવાર માટેની લાગણી જોઇને નીરવને નિવાની આ વાત સારૂં લાગી.                         

નિવની વાત પરથી નીરવ એટલું તો સમજી ચુક્યો હતો કે નિવા પાર્ટી લવર હતી.તેનું ફ્રેન્ડ સર્કલ બહુ વિશાલ હતું અને સ્વભાવે બિન્દાસ પણ સાફ દિલની લાગી.તેને સાભળ્યું હતું કે પરદેશમાં જન્મેલા અને ત્યાજ મોટા થતા બાળકોમાં એક વાત ચોક્કસ જોવા મળે છે કે તેમના દિલ ચોખ્ખા હોય છે અને તેઓ કાવાદાવા,ખટપટથી બહુ દુર હોય છે.તેમને જે કહેવું હોય તે બહુ સીધું અને ચોખ્ખા શબ્દોમાં કહી દેતા હોય છે અને આજ આજની જનરેશનની ખાસિયત છે.
નીરવને નિવા બહુ પસંદ આવી હતી.આટલી ભણેલી અને દેખાવડી યુવતી કોઈને પણ પહેલી નજરે આકર્ષી શકે તેમ છે

“નીરવ……,હવે હું તને કઈક પૂછું તો તું મને સાચો જવાબ આપી શકીશ?” નીવાએ પૂછ્યું
“વ્હાઇ નોટ,યુ કેન આસ્ક મી એનીથીંગ?”
“જો હું આઝાદીમાં ઉછરેલી યુવતી છું.મારી વાત ઉપરથી તું સમજી ગયો હશે કે     મને પાર્ટી અને ફ્રેન્ડસ લોકો વચ્ચે જીવવું વધુ પસંદ છે અને બીજી ખાસ વાત મને જોઈન્ટ ફેમીલી પસંદ નથી.તેનું કારણ છે કે હું વધારાની જવાબદારીઓ પસંદ કરતી નથી.”
એ તો હું સમજી ગયો છું.હું પણ આઘુનિક વિચારસરણી ઘરાવતો યુવાન છું પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હું જોઈન્ટ ફેમિલીમાં માનું છું.છતાં પણ ત્યા આપણે બે જ હોવાના,માટે તારી આ વાત મને મંજુર છે ”

લગભગ એક કલાકની વાતચીત દરમિયાન એકબીજાની પંસદ નાપંસદ અને અન્ય વાતો ઉપરથી બને એક મત ઉપર આવ્યા કે તેઓ એકબીજાને પસંદ કરે છે.છતાં પણ નીવાની ઇચ્છા હતી કે આ સબંધ બાંધતા પહેલા થોડો વધુ સમય નીરવ સાથે વિતાવવો હતો.જેથી તે નીરવને અને તેના વિચારોને સમજી જાણી શકે,અને આ માટે પરિવારના બધા સભ્યો રાજી હતા.

એકબીજાને આવજો કહી બધા છુટા પડ્યા અને નિવા એ બીજા દિવસે થોડો સમય સાથે વિતાવવાનું કહી નીરવને બાય કહ્યું.

અહી ઘરમાં બધાને નિવા બહુજ પસંદ આવી હતી.આથી સુરેશભાઈએ નવીનભાઇને ખાસ શબ્દોમાં કહી દીધું કે ગમે તેમ થાય પણ આ સબંધ તમે બંધાવી દો.

આ તરફ રમેશપટેલનાં પરિવારને પણ નીરવ જમાઈ તરીકે પસંદ આવ્યો હતો,છેવટનો બધો જ આઘાર નિવા ઉપર હતો.આથી આખા રસ્તે તે નીવાને સમજાવતા રહ્યા.

જો નિવા હું જાણું છું,તું અમારા ખાતર અહી ઇન્ડીયામાં મેરેજ માટે આવી છે.પણ દીકરા હું તારો ડેડી છું તારું હંમેશા તારૂં સારૂં થાય એવું ઇચ્છુ છુ.તારા સ્વભાવ પ્રમાણે તને ત્યાનો યુવક કરતા અહીનો યુવક વધારે માફક આવશે. તેમ હું અને તારી મોમ માનીએ છીએ”

“ડેડ…..આઈ નો યુ બોથ લવ મી.બટ વ્હાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ મી?મને સમજતા કેમ નથી? મને અહીના યુવકો નાં ફાવે.તેમની લાઈફ સ્ટાઈલ તેની ફની લેન્ગવેજ અને સ્ટાઇલથી લઇ બધું ફાની લાગે છે.હા ડેડ, નીરવ ભણેલો છે,હેન્ડસમ છે પણ મારા મિત્રો જેવો નથી.આ ફીલ હી ઇઝ નોટ માઇટાઇપ.યું નો ડેડે!!તે ઈંગ્લીશ બોલે છે તો ફની લાગે છે.”નીવા થોડી ઉશ્કેરાઈને બોલી.

યુ આર રાઇટ નીવા.હું સમજુ છું બેટા,પણ નીરવ કદાચ  ત્યાં આવે પછી તું તારી રીતે બધું શીખવી શકે છે.હી ઇઝ કલેવર એન્ડ સ્માર્ટ બોય.એ છોકરો હોશિયાર છે અને બધું બહુ જલ્દી શીખી લેશે અને તેણે તને પહેલી જ નજરે પસંદ કરી છે તેથી તું જે કહેશે તેમ તે કરશે.તારા કાબુમાં રહેશે અને તો જ તું તારી મરજી પ્રમાણે જીવી શકીશ.” અત્યાર સુધી ચુપ બેઠેલા રૂપલબેને વખત મ્હો ખોલ્યું

રમેશભાઈ અને નિવા બંનેનાં મન ચોક્કા હતા જ્યારે રૂપલબેન નાં શબ્દોમાં અને વિચારોમાં ખંધાઈ હતી.તે વ્હાવાહારિક હોવાની સાથે ચાલાક પણ હતા.તેમને નિવાને એની ચાલાકી ઉમેરીને સમજાવી દીધી

બીજા દિવસે નીરવ તેની સેકન્ડ હેન્ડ ખરીદેલી હોન્ડા સીટી લઇ નીવાને તેડવા   ગયો.રમેશભાઈ જ્યાં રહેતા હતા તે તેમના કાકાના દીકરાનું ઘર હતું.ત્યાં પહોચીને  નિરવે  ડોરબેલ દબાવી અને તેની ઘારણાંથી વિપરીત નિવાએ આવીને દરવાજો ખોલ્યો.જેવો નિવાએ દરવાજો ખોલ્યો, નીરવ નિવાને જોતો જ રહી ગયો.નીરવને જોઇને નિવાએ આવકારો આપતા કહ્યુ”હાય! કામ ઇન.” કહીને એના આગવી સ્ટાઇલમાં હસી પડી.સાથે જ જાણે નિવાની સફેદ દંતપંક્તિ   જાણે મોતી હોય એ રીતે એનાં બે ગુલાબી હોઠ વચ્ચેથી બહાર વેરાઈ પડ્યા.નિવાનું આ હાસ્ય જોઇને નીરવનું દિલ ધડકી ઉઠ્યું.નિવા આજે બહુ સુંદર લાગતી હતી.એને ટાઈટ જીન્સ ઉપર  આધુનિક ખુલતું પણ માંડ કમરને ઢાકતું ટુંકી બાયનું બ્લેક ટોપ  પહેર્યું હતું.કાનમાં બે સાચા હીરાના એરીંગ ઝગારા મારતા હતા અને હાથમાં આજકાલની ફેશનને અનુરુપ તેની પાતળી કલાઈના પ્રમાણમાં મોટી સાઈઝનું સોનાનું ઘડિયાળ હતું.તેનાથી વધારે ચુબક જેમ  ખેચતી તેના મોઘાં પરફ્યુમની ખુશ્બૂ. જે નાક વાટે દિલમાં જઈ લોહીના આવેગને વધારી મુકતી હતી……….

“વેઇટ અ મિનિટ નીરવ,હું મોમને બાય કહીને આવું છું”આમ કહીને નિવા મોમને બાય કહેવા અંદર ચાલી ગઈ.

આમ તો નીરવને ઘણી બધી સ્ત્રી મિત્રો હતી,,પણ આજ સુધી કોઈ માટે તેને આવી અનુભૂતિ ઉત્પન્ન થઇ નહોતી.તે એક જ મુલાકાતમાં નિવામય બનતો જાતો હતો.આજે પહેલીવાર તેને સામે ચાલી કોઈ સ્ત્રી માટે ગાડીનો દરવાજો ખોલ્યો.નીવાને બહાર લઇ જતા તેને એક ગર્વનો અહેસાસ થતો હતો કે આટલી સુંદર અને ડેલિગેટ પર્સાનાલિટી ઘરાવતી યુવતી સાથે તે બહાર જઈ રહ્યો છે.

સહુ પહેલા તે નીવાને અમદાવાદની સ્વાતી રેસ્ટોરેન્ટમાં પાણીપુરી ખાવા લઇ ગયો.કારણકે કાલે વાતચીત દરમિયાન નિવાએ પાણીપુરી ભાવે છે એમ કહ્યું હતું.પછી તેને એ જ જગ્યાએ બહાર મળતો બરફનો ગોલો ખવડાવ્યો.નિવા ખુશ થઇ ગઈ હતી નીરવ અને નિવાને વાતો વાતોમાં સમયનું ભાન પણ રહ્યું નહોતું.નીરવ નીવાને અમાદાવાદની સેર કરાવતો હતો સાથે સાથે પોતાની આગવી છટામાં ખેચતો જતો હતો.આમ કરતા આખો સાંજ વધુ ઘેરાવા લાગી.આખો  દિવસ તપેલું આકાશ હવે ઢળતા સુરજની લાલીમાં ઓઢી લાલ કેસરી રંગોમાં રંગાવા લાગ્યું.સાથે સાથે નીરવની સાલસતા અને પ્રેમાળતા નીવાને સ્પર્શતા તેનું હ્રદય ગુલાબી રંગે રંગાતું જતું હતુ.

ઢળતી સાંજનાં અવસરે નિવા ઘરે મુકવા જતા પહેલા બંને રિવરફ્રન્ટ ઉપર લટાર મારવા આવી પહોચ્યા……

સૂર્યાસ્ત થતાની સતાહેજ દુર ઓવરબ્રીજ ઉપર પસાર થતા હારબંધ વાહનોનો હેડલાઇટો ઝગારા મારતી હતી.રીવર ફ્રન્ટનાં કિનારે લગાવેલી અલગ અલગ રંગોની  નિયોન લાઈટ્સ પણ હવે ચાલુ થઇ ગઈ હતી.ડીસેમ્બર મહિનાની શરૂવાત હતી.વાતાવરણ થોડું ધુમ્મસ જેવું લાગતુ.એમા નિયોનલાઇટનો પ્રકાશ કંઇક અલગ પ્રકારની આભા ઉતપન્ન કરતો.જાણે કોઇ ફિલ્મનાં ગીતનુ પિકચારાઇઝેશન થવાનું હોય અને સેટ ઉભો કર્યો હોય એવું લાગતુ હતુ.                            આખુય વાતાવરણ ગુલાબીથી લઇને વાદળી રંગમાં રોશનીમય થતું હતુ.સાથે સાથે સંઘ્યાની આગોશમાં બે હૈયા ઘીમેઘીમે એકબીજામાં પરોવતા જતા હતા.નીરવ સાથે થોડા કલાકો વિતાવ્યા પછી એનાં ઉષ્માભર્યા વહેવારના કારણે નિવાને પણ તેની મોમની સમજાવટ પછી લાગ્યું હતુ કે નીરવ તેને પ્રેમથી સાચવી શકશે.આવા જ કંઇક વિચારે તે નીરવની વધું  નજીક સરકી રહી હતી.

બે યુવાન હૈયાઓની ફૂટતી લાગણીઓએ હજું અસંમજસનો અસબાબ પહેર્યો હતો.રીવર ફ્રન્ટ પર ચાલતા ચાલતા બંને હાથ એક બીજાને અડકી જતાં હતા ત્યારે બંને જાણે કાંઇ ના બન્યું હોય એમ એક બીજા સામે અંદર છુપું સ્પંદન અનૂભવતા હતા.નિવા ભલે અમેરિકામાં જન્મી હોય પણ સ્પર્શની ભાષાને કોઇ સરહદ હોતી નથી..અને જ્યારે એને ખબર છે કે જેને હું જીવનસાથી બનાવા જઇ રહી છુ.એ માણસનાં સ્પર્શની અનૂભૂતિ મને હવે એક છોકરીમાંથી સ્ત્રી બનવા તરફ છુપો ઇશારો કરી રહી છે…જ્યારે યુવાનીમાં કોઇ આવા સપનાં જુએ છે ત્યારે આંખો બોલતી હોય છે અને હોઠ ચુપ હોય છે…બંને થોડી વાર સુધી મૌન થઇને એક બીજાને પંજા જાણે બેમાંથી કોઇને જાણ ના હોય એ રીતે અડાડત ચાલતાં હતા.                                                        

આકાશ હવે શ્યામ રંગે રંગાવાની પૂરી તૈયારી કરી રહ્યું હતુ.રાધાની પ્રતિતિ સમો ચાંદ પોતાનાં શ્યામની કાળાશને છુપાવાને બહાને પૂર્ણ પ્રકાશિત થવાની તૈયારી કરતો હતો.એટલે નીરવે નિવાને કહ્યુ,”ચાલ નિવા હું તને ઘરે છોડી આવું તારા પેરેન્ટ્સ ચિંતા કરશે ”
“ઓહ યસ…હા..હા..ઇટસ ઓલરાઇટ…”જરા અવઢવમાં નિવા બોલી અને તુંરત જ પોતાની જાત પર કાબુ મેળવીને બોલી,”ચાલો,આમે પણ મોડું થયું છે.અમે રાતે થીયેટરમાં  મુવી જોવા જવાનો પ્લાન કર્યો છે.નીરવ જો તું ઈચ્છે તો અમારી સાથે જોઈન્ટ થઇ શકે છે?”

“ના આજે નહી.આમ પણ સારું ના લાગે.જ્યારે તારી  હા થશે પછી હું તારી સાથે તું જ્યાં કહીશ ત્યાં આવીશ.”

જવાબમાં નિવા મીઠું મુશ્કારાઈ અને એની અમેરિકન આધુનિકતાં પર ભારતિય શરમની આછી ઝલક ઉપસી આવી.

નીરવની કાર નીવાનાં અંકલના ઘરની બહાર આવીને ઉભી રહી.નીવાએ તેનો જમણૉ   હાથ નીરવના ખભા ફરતે વીટાળી હગ કર્યું અને બાય કહીને બહાર નીકળી ગઈ… કદાચ પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે નિવાનું આ રીતે ભેટવું એ સામાન્ય વર્તન લાગ્યુ.પણ તે નીરવને છેક અંદરથી ઝંણઝણાવી ગયું.તેને લાગ્યું બસ આ જ પ્રેમ છે જે તે નીવાને પહેલી નજરમાં કરી બેઠો છે.હવે તેને ડર લાગ્યો કે જો નિવા કાલે તેને ના કહેશે તો તેનું શું થશે?આજે તેને અમેરિકાના સપનાઓ કરતા નિવાની હક્કીત વધુ ખેચતી હતી.

નિવા અંકલનાં ધરનાં ગેટનાં પ્રવેશતાં પહેલા બે ત્રણ વાર નીરવ તરફ પાછું ફરીને જોયુ.દર વખતે નિરવનો હાથ હવામાં ઉંચો જ નજરે પડયો.અંતે ગેટની અંદર પ્રવેસીને પોતે હાથ ઉંચો કરીને મનોમન બોલી ઉઠી,”બાય હેન્ડસમ.”                     

-ક્રમશઃ

-રેખા વિનોદ પટેલ

 ——————————————————————————
લાગણીઓનાં “ચક્રવાત” હપ્તો – ૩
——————————————————————–
 નીવા તેની મેડિકલનું છેલ્લું વર્ષ તેની રેસીડન્સી એટલે કે જેમ ભારતમાં ડૉકટર બન્યાં પછી ત્રણ વર્ષ સુધી હોસ્પીટલમાં સેવા આપવી પડે છે.એનું છેલ્લું રેસીડન્સીનું છેલ્લું વર્ષ પૂરૂં કરીને સીધી જ ભારત આવી હતી.તેની પાસે બહુ રજાઓ નાં હતી.કારણકે આગામી વીસ દિવસની અંદર તેને ન્યુજર્સીની એક આંખની હોસ્પિટલમાં જોડાવાનું હતું.આથી અહી ઝટ માંગણી પટ બ્યાહ જેવુ જ હતું.બે દિવસમાં નીરવ અને નિવાની હા થતા નક્કી કરેલા કાર્યક્રમ  પ્રમાણે રમેશભાઈએ આંબાવાડી વિસ્તારમાં આવેલી હોટલ રેડીસન બ્લુનાં હોલમાં નજીકના મિત્રો અને સગા સબંધીઓને બોલાવી એક પાર્ટીનું આયોજન કર્યું હતું. અહી જ નીરવ અને નિવા એકબીજાને રીંગ પહેરાવી એન્ગેજમેન્ટ વિધિ(સગાઇ)   કરવાના હતા.

નવીનભાઈએ સુરેશભાઈની આર્થિક સ્થિતિનો ખ્યાલ રમેશભાઈને આપી દીધો હતો આથી દીકરીને ગમે તેવી બે ડાયમંડ ની રીંગ તે જાતે જ લઇ આવ્યા હતા. નીવાએ  પહેરેલી ડીઝાઇનર  ચોલી પણ બહુ કિંમતી હતી.એના પરથી નીરવ સમજી ગયો કે તેના શોખ બહુ ઉચા છે.જોકે નીરવ આઘુનિક અને ફેશનેબલ યુવાન હતો.તેને પણ બચત કરવા કરતા આજ યુવાનો જેમ પૈસા વાપરવાનો શોખ વધુ હતો.છતાં પણ માઘ્યમ પરિવાર માંથી આવતો હોવાથી તેને પૈસાનું મહત્વ વધુ હતું.તે તેના પપ્પા પાસે થી જેટલી ચાદર હોય તેટલા જ પગ પ્રસારવા ગળથૂથીમાંથી શીખ્યો હતો.

રીગ પહેરાવવાની વિધિ પુરી થઇ ત્યાજ નીવાના આઇફોન ઉપર એક રીંગ ટોન રણકી ઉઠ્યો અને તેના ડિસ્પ્લે ઉપર જેનો ફોન હતો એ યુવાનનો ફોટો ઝળક્યો.એ કોઈ અમેરિકન યુવાનનો ફોટો હતો.જે બાજુમાં ઉભેલા નિરવે જોયો હતો

રીંગ વાગતાની સાથે નિવા ફોન હાથમાં લઇ “એકસકયુઝમી પ્લિઝ” કહીને ઉભી થઇને ઝડપભેર  હોલમાંથી બહાર નીકળી ગઈ.નિવાને ફોન પર વાત કરતા    લગભગ પંદર મિનીટ વીતી ગઈ.આટલી વાર લાગતા ખુદ રૂપલબેન બહાર જઈ  તેને અંદર બોલાવી લાવ્યા.બને માં દીકરી અંદર આવતા હતા તે દરમિયાન    રૂપલબેન નીવાને કઈક સમજાવતા હોય તેવું નીરવને લાગ્યું.પરતું સમયની નજાકત જોઈ તે ચુપ રહ્યો.પછી જાણે કઈ જ ના બન્યું હોય તેમ આખો પ્રસંગ આટોપાઈ ગયો…

હવે લગ્નને આડા પાંચ દિવસ જ રહ્યા હતા.બંને પરિવારોને તૈયારી કરવા સમય ઘણો ઓછો હતો.છતાં પણ ઉતાવળ કર્યા વગર છૂટકો પણ ક્યા હતો આથી વડીલોએ મીટીંગ કરી બધું કામ વહેચી લીધું.

જુવો રમેશભાઈ ,સુરેશભાઈ…..,હવે અહી અમદાવાદમાં બધુ જ તૈયાર મળે છે.આપણે કોઈ સારા વેડીંગ પ્લાનરને રાખી લઈશું,જેથી બધું સમયસર પ્રસંગ આટોપાય જાય.તમે જરાય ચિંતા નાં કરશો.”લગ્નસરાનાં પ્રસંગના અનુભવી એવા નવીનભાઈએ બંનેને સાંત્વના આપતા કહ્યું

અને ખરેખર નવીનભાઈ એ કહ્યા પ્રમાણે કરી બતાવ્યું.ચાર દિવસમાં દોડાદોડી કરી બધું વ્યવસ્થિત કરી દીધું.એટલે જ તો બધા કહેતા નવીનભાઈ વગર લગ્ન જેવા પ્રસંગો નીપટાવવા બહું  ભારે પડે.

નીરવ અને નિવા એ સાથે મળીને દરેક લગ્નવિધિનાં દરેક પ્રસંગમાં પહેરવાના બંનેને પસંદ પ્રમાણે  મેચિંગ લાગે તેવા કપડા ખરીદ્યા.આ ખરીદી દરમિયાન નિવા અને નીરવને સાથે હોવાથી એક બીજાની પંસદગીનો વધારે ખ્યાલ મળ્યો.

હવે લગ્નનો આગલો દિવસ આવી પહોચ્યો.સુરેશભાઈના એકના એક દીકરાનું લગ્ન હતું તે પણ વિદેશ સ્થિત ગુજરાતી પરિવારની ડોક્ટર થયેલી નિવા સાથે નક્કી થયા હોવાથી બહુ ખુશ હતા.સરેશભાઇએ બહારથી આખું ઘર નાનીનાની કલરફૂલ લાઈટોથી સજાવ્યું હતું અને અંદર પણ ખુશીઓનો માહોલ હતો. નીરવને પીઠી ચડી.તે દિવસે  સાંજે ગીત સંધ્યા ત્યાર બાદ રાતનાં મ્યુઝિકલ નાઇટનું આયોજન રાખ્યું  હતું. બસ હવે નીરવને ઘોડે ચડવાની તૈયારી હતી..

આ તરફ નીવાનાં હાથોમાં મહેદી રચાઈ હતી.પીઠી પણ ચડી ગઈ હતી અને અચાનક તેના બંધ ઓરડામાંથી રડવાનો અવાજ આવતો હતો.જે અવાજ હતો રુપલબેનનો. રૂપલબેન રડતા રડતા બોલતા હતાં,” નિવા બેટા….,આ તું શું બોલે છે એનું  ભાન છે તને? હવે તું છેલ્લી ઘડીએ તું નાં કહે છે?આવું તે કેમ ચાલે.તું જાણે છે તારા ડેડી નાતમાં શું મ્હો બતાવશે?”

“મોમ મને લાગે છે મારા અને નીરવનાં મેરેજમાં બહુ ઉતાવળ થઇ છે.હું એવું નથી કહેતી કે નીરવ મારા માટે યોગ્ય નથી.પણ મને હજુ થોડો સમય જોઈએ છે.મોમ યુ નો ના…હું આટલી જલ્દી મીત્ર પણ નથી બનાવી શકતી તો આ તો મારે જીવન જેની સાથે વિતાવવાનું એ જીવનસાથીની વાત છે.આઈ નીડ  સમ મોર ટાઈમ.” નિવા અમેરિકન મિક્સ ગુજરાતી ભાષામાં રૂપલબેન સમજાવવની કોશિશ કરતી હતી.

લિસન માય બેબી..ઇટસ નોટ પોસિબલ નાઉ.. નિવા હવે આવું કશુ જ  શક્ય નથી.તું જાણે છે પાસ્ટમાં તારા કારણે  તારા ડેડીને એક એટેક તો આવી ગયો છે.એ હવે આ બદનામી અને ટેન્સન સહન નહી કરી શકે.લાસ્ટ એન્ડ ફાઇનલ આઇ ટેલ યુ…..,હવે તેમને કઈ પણ થયું છે તો બધો જ વાંક તારો હશે.તને એના માટે ક્યારેય માફ નહી કરી શકુ.સો માઇ બેબી પ્લિઝ,તું હવે ફટાફટ તૈયાર થઇ જા.હમણા પાર્લરમાંથી બ્યુટીશિયન આવી પહોચશે અને જાન પણ આવી પહોચશે…..અને હા યાદ રાખજે કે હવે આ બધું વિચારવાનો સમય હાથમાથી  નીકળી ગયો છે.”રૂપલબેન ગુસ્સા મિશ્રિત ધમકીની ભાષામાં નિવાને સમજાવીને આંખો સાફ કરતાં કરતાં  રૂમમાંથી બહાર નીકળી ગયા

નિવા હજું પણ આ બાબતમાં વિચાર કરતી સુનમુન બેઠી રહી.એને ભૂતકાળની ઘટના યાદ આવી ગઇ.આંખો બંધ કરીને નિવા ભૂતકાળમાં સરી પડી.

એક એક ધટનાં એની આંખો સામે ફિલ્મનાં રીલ માફક આવવા લાગી.છ મહિના પહેલાજ ડેડીને તેની જીદના કારણે એક એટેક આવી ગયો હતો.સારું હતું કે એ એટેક હળવો હતો.નહીતર આજે ડેડી તેમની વચ્ચે ના હોત!!! નિવા એ વિચાર માત્રથી કંપી ઉઠી.અને ઉઠીને મિનરલ વોટરની બોટલમાંથી પાણી પીધું.

એ સમયે  બાપ દીકરી વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી અને ગુસ્સામાં ડેડીને આખા શરીરે પરસેવો વળી ગયો અને અચાનક છાતી ઉપર હાથ દબાવી બેસી ગયા. ત્યારે સારું થયુ કે પોતે ત્યા હાજર હતી અને મેડીકલ સ્ટુડન્ટ હોવાને કારણે તે તરત સમજી ગઈ કે આ કોઈ સામાન્ય દુખાવો નથી.આ હાર્ટ એટેક છે અને તરત અમેરિકાની તાત્કાલિક ડૉકટરી સેવા માટેનાં નંબર ૯૧૧ ડાયલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી.તુરત મળેલી સારવારને લીધે રમેશની જાન તો બચી ગઇ.પરંતુ ડોકટરોએ ખાસ તાકીદ કરી હતીકે રમેશભાઈએ કોઈ પણ જાતના ટેન્શનથી દુર રહેવાનું છે અને શકય હોય એટલો સમય આરામ કરવાનો છે.

આ ઘટનાં બનવાથી નિવા એનાં ડેડીની બહું નજીક આવી ગઇ અને ત્યાર પછી નિવા તેના વ્હાલા ડેડી માટે તેમને ગમતું બધું કરવા તૈયાર  થઈ  હતી.આ જ  કારણસર નિવાએ નીરવ  સાથે લગ્ન કરવાની મંજુરી આપી અને જે કાંઇ પરિસ્થિતિ ઉભી થઇ હતી.એની પાછળનું કારણ પણ આ ભૂતકાળની ઘટનાં હતી.

નીવાએ જ્યારે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું એ પછીનાં થોડા મહિનામાં   સ્કુલમાં તેની સાથે ભણતા એક યહુદી(જ્યુંઈસ) યુવક એડન સાથે પ્રેમ થઇ ગયો હતો.છેલ્લા બે વર્ષના પ્રેમ સબંધમાં તે એડન સાથે બહુ આગળ વધી ગઈ હતી.અમેરિકાની સ્વતંત્રતા ભર્યા મુક્ત વાતાવરણમાં પ્રેમમાં શારીરિક રેખા પાર કરતા યુવક યુવતીઓ હિચકીચાતા નથી.પરિણામે નિવા અને એડન લગ્ન કર્યાં વિના એક યુગલ જેમ જીવતાં હતાં.

નિવા તેના અભ્યાસ માટે ન્યુ જર્સીથી બે કલાક દુર અપસ્ટેટ ન્યુયોર્કની હોસ્પીટલમાં કામ મળ્યું હતું. ઘરેથી આવજાવ કરવામાં તેનો ઘણો સમય બગડતો હોવાથી મેડીકલની છેલા બે વર્ષની રેસીડન્સી ચાલતી હોવાથી  તેને અમુક દિવસોમાં સતત બાર કલાક રેસિડેન્સ ડૉકટર તરીકે સેવા આપવી પડતી.     તેથી સમયનો બચાવ કરવાં હોસ્પીટલની નજીકમા એક એપાર્ટમેન્ટ ભાડા ઉપરલીઘુ હતું.તેનો બધો ખર્ચ એકની એક દીકરીને કોઇ તકલીફ ના પડે માટે       રમેશભાઈ પ્રેમથી ચુકવતા હતા.આ ધટના બન્યાં પછી રમેશભાઇને નિવા        વ્હાલી દીકરી હતી.પુરુષ ગમે તેવો કઠણ કાળજાનો હોય પણ એની દીકરી માટે એનું કાળજું હમેશાં ફૂલ જેવું કોમળ હોય છે. તે હમેશા કહેતા કે,”મારું આ બધું નીવાનુ જ છે.મારે તો બસ તેનું ભવિષ્ય સુખી રહે માટે  આ બધું કરું છું.કારણકે  નિવા હવે ડોક્ટર પણ થવાની હતી તો એક બાપ તરીકે તેઓ સમાજમાં ગર્વ અનુભવતા હતા

અહી આ જ વિસ્તારમાં એડમના પિતાની ઈમિટેશન જવેલરીની દુકાન હતી.તે એક સામાન્ય પરિવારમાંથી આવતો યહુદી (જ્યુઈશ) યુવક હતો.યહુદી   (જ્યુઈશ) યુવક યુવતીઓ ભારે દેખાવડા હોય છે.એડમ પણ બહુ દેખાવડો હેન્ડસમ યુવાન હતો. નિવા અને એડમ રોજ આવતા જતા હાઈ હલ્લો કરતા. ધીમેધીમે બંને મિત્રમાંથી પ્રેમમાં પડી ગયા.એડમ મોટા ભાગે એકલી રહેતી નીવાના એપાર્ટમેન્ટ આવતો હતો અને મોટા ભાગનો જોબ પુરો થઇ ગયા પછીનો સમય એની સાથે જ વિતાવતો હતો.અઠવાડીયામાં શનિ રવિની રાત સિવાઇ કોઇક વખત આડે દિવસે પણ  તે રાત અહીંયા રોકાય જતો હતો.

સ્કુલ પૂરી થયાં પછી નિવા મેડિકલ કોલેજમા ગઇ અને એડન એક સામાન્ય કોલેજમાં ગ્રેજ્યુએટ થયો.આજે એડમ બેંકમાં એક સામાન્ય જોબ કરતો હતો અને તે જાણતો હતો કે તો નિવા એક પૈસાદાર પરિવારમાથી આવતી યુવતી છે.પરિણામે તે નીવાને કોઈ પણ ભોગે ખોવા માગતો નહોતો આથી નીવાનો પડ્યો બોલ ઉઠાવતો હતો.આ બાજુ જુવાનીના જોશમાં નિવા પણ એડમ પાછળ પાગલ હતી.આ છેલ્લું વર્ષ પૂરુ થાય પછી રમેશભાઇ અને રૂપલબેનને તેના અને એડમનાં પ્રેમની વાત કરવાં માંગતી હતી અને લગ્ન કરવાનું  વિચારતી હતી.

આ દરમિયાન અચાનક  એક દિવસ રમેશભાઈ અને રૂપલબેન કોઈ કારણસર  નીવાના ઘરે આવી ચડ્યા.પહેલા તો મોટા ભાગે તે ફોન કરીને એક દિવસ અગાઇ નિવાને જાણ કરીને મળવા આવતા હતા.પરિણામે જ્યારે એ લોકો   આવવાના હોય એ પહેલા નિવા એડમના કપડા અને વસ્તુઓને ઠેકાણે મૂકી દેતી હતી.જેથી થોડીવાર રોકાતા રમેશભાઇ અને રૂપલબેન આ બાબતે કોઈ પૂછપરછ નાં કરે.કારણકે નિવાહાલ તેમને કશુ જ બતાવવા માગતી નહોતી.

તે દિવસે અચાનક આવી ચડેલા રમેશભાઈ અને રુપલબેને જોયું કે કોઈ અમેરિકન યુવક માત્ર શોર્ટ પહેરીને નીવાનું ઘર પોતાનુ જ ઘર હોય તેમ આરામથી બેસીને ટીવી જોતો હતો.તેના શર્ટ પેન્ટ અને અન્ય વસ્તુઓ પણ ઘરમાં આમતેમ પડ્યા હતા…. આ દ્રશ્ય  જોતા જ બંને સમજી ગયા કે આ છોકરાને  નિવા સાથે ખાસ સંબંધ હોવો જોઈએ

અચાનક રમેશભાઇ અને રૂપલબેનને આવેલા જોઇને યુવકે ફટાફટ પોતાનાં કપડા ઉઠાવીને અંદર રૂમ તરફ ભાગ્યો અને ઝટપટ કપડા પહેરીને બહાર આવ્યો.તુરત જ નિવાને “સી યુ લેટર” કહીને ઘરની બહાર નીકળી ગયો…

રમેશભાઇ અને રૂપલબેનની હાલત કાપો તો લોહી ના નીકળે એવી હાલત હતી.પતિ પત્ની બંને અવાચક થઇને એક બીજાનાં ચહેરાને તાક્યા કરતાં હતાં.

એને જોયું કે માતા પિતાને જોઇને નિવાં જાણે કાંઇ બન્યું ના હોય એમ ઘરને વ્યવસ્થિત કરવાનાં કામમાં લાગી ગઇ…

રમેશભાઇનાં ચહેરનાં ભાવ થોડા બદલાયેલા લાગ્યા અને નિવાને કશું કહેવા જતા હતા ત્યાં રૂપલબેને એનો હાથ દબાવીને સંકેતથી ચુપ રહેવા જણાવ્યુ.કારણકે હોશિયાર રૂપલબેન પરિસ્થિતિનો તાગ પામી ગયા હતા.એક માતા હોવાને કારણે અમેરિકામાં ઉછરેલાં સંતાન સામે કેમ કામ લેવું એ બાખુબી જાણતાં હતા.

-ક્રમશઃ                                                                                   

 ———————————————————————————————-
લાગણીઓનાં “ચક્રવાત” હપ્તો – ૪
———————————————————————————————-
એડમનાં રવાના થયા બાદ થોડી પળ ચુપકીદીનો માહોલ રહ્યો.કારણકે અમેરિકામાં પુખ્તવયનાં બાળકને ગમે ત્યારે ગમે તેમ કહી શકાતું.કારણકે અમેરિકાનો કાયદો માબાપને આવું કરતાં રોકે છે.આ વાત રમેશભાઈ અને રૂપલબેન સમજતા હતા.તેઓ જાણતા હતા કે અમેરિકામાં અઢાર વર્ષ પછીના બાળકો પોતાના વિશે યોગ્ય અયોગ્ય નિર્ણય જાતે લઇ શકે છે એ અધિકાર અહીનાં કાયદાએ આપ્યો છે.મા બાપને જરૂર વગર તેમાં દખલ અંદાજી કરવાનો ખાસ હક કોઇ હોતો નથી.તો સામે છેડે મા બાપ પણ દીકરા દીકરીઓને કહી શકે છે કે હવે તેમારો ખર્ચ જાતે ઉઠાવો.

જ્યારે આ તો ભારતીય સંસ્કારો ઘરાવતા માતા પિતા.જે આખીં જિંદગી પોતાનાં સંતાનનાં હિત માટે કમાઇ છે અને તે ઉંપરાંત વારસામાં કાંઇ આપતાં જવાની ભાવનામાં પોતાની જિંદગી પૂરી કરી નાખે છે.આ ભારતિય માબાપ એકના એક સંતાનને પોતાની આંખ સામે ખાડામાં પડતા કેમ કરી જોઈ શકે?રમેશભાઇ અને રૂપલબેન રોકાવાનું મુલ્તવીને માત્ર નિવાને એટલુ કહ્યુ કે,”કાલે શુક્રવાર અને શનિ રવિની રજામાં તારે ઘરે આવવાનું છે.”  આટલું બોલી તે લોકો નીકળી ગયા અને નિવાનો હાં કે નાનો જવાબ સાંભળવાની દરકાર પણ ના કરી.

આખા રસ્તે રમેશભાઈ અને રૂપલબેન વછે એક ભારેખમ વાતાવરણ રહ્યું બનેને બહુ ઊંડો આઘાત લાગ્યો હતો.બંને ચુપ હતા.મોટરનાં બંધ કાચમાંથી રૂપલબેન બહાર જોવાનો ડૉળ કરતાં હતાં.કારણકે તે જાણતાં હતાં કે એકને એક દીકરી હોવાથી એના પિતાની બહુ લાડકી હતી.આ ઘટનાંથી અસ્વસ્થ બનેલા રમેશભાઇની હાલત રૂપલબેનથી જોવાતી નથી.કારણકે તે જાણતા હતાં કે બને ત્યાં સુધી પોતાની જાતને કાબુમાં રાખતાં એનાં પતિ જ્યારે પણ અસ્વસ્થ થાય છે ત્યારે એનો ઉકળાટ ચરમસિમાએ હોય છે.                           

“જે દીકરી ઉપર મને ગર્વ હતો,અભિમાન હતુ એ જ દીકરીએ આજે બધા સંસ્કારોને નેવે મુકી દીધા.લગ્ન પહેલા આમ કોઈ સાથે આવા સબંધો શું આપણા ગુજરાતી સમાજમા થોડા શોભે?આનાં કરતાં એને શરૂઆતનાં ભણતર માટે ગુજરાતમાં મોકલી હોત તો સારૂં હતુ.પેલા રમણભાઇએ એની બેઉ દીકરીને પાંચમાં વર્ષથી અમદાવાદ ભણવા મોકલી દીધી હતી.હવે જો આ વાત આપણા સમાજમાં ફેલાશે તો લોકો શું કહેશે?”રમેશભાઈ કાર ચલાવતા ચલાવતાં મનોમન બબડતાં હતા.

રૂપલબેનનો અંદેશો સાચો પડ્યો એટલે એને રમેશભાઇને સાંત્વનાં આપતા કહ્યુ,”તમે આમ જીવ નાં બાળો અને અત્યારે  લોકોની સમાજની ચિંતા ના કરો.પહેલા આપણી દીકરીના ભવિષ્યની ચિંતા કરો અને હજુ પણ કાંઇ બગડયું નથી.વિકએન્ડમાં એ આવે તો એને આપણી રીતે સમજાવી દઇશુ.”રૂપલબેન રડમસ અવાજે બોલ્યા.

તું તો જાણે છે ને રૂપલ?આપણે જે સમાજમાં રહેવાનું છે તે સમાજની પણ ચિંતા કરાવી પડે છે.અહીંયાં એક એવો બનાવ બને છે તો એ લોકોની વાત મેહસાણાથી લઇનેે છેક ચીખલી સુધીની આપણી નાતમાં ખબર પડી જાય છે..તું જાણે છે કેમારું જેટલું માન અમેરિકાનાં સમાજમાં અને બહાર સોસાયટીમાં છે એટલુ જ આપણા દેશનાં સમાજમાં છે.જ્યારે અહીંયા તો મારી દીકરી જ મારું માથું ઝુકાવે એ વાત હું કેમ કરીનેસહન કરી શકું ?”

રમેશભાઇનો ઉકળાટને શાંત પાડવા રૂપલબેન બોલ્યા,”બસ કરો હવે તમે.વધું બોલશો તો તમારી તબિયત બગડશે.માટે આ હાલતમાં તમારે શાંત રહેવું બહું જરૂરી છે.બહું ચિંતા ના કરો.બધું બરાબર થઇ જશે.ભગવાનની ઇચ્છા હશે તો ઘીનાં ઠામમાં ધી પડી રહેશે.કાલે નિવા છે પણે તેને બરાબર સમજાવીશું અને તે આપણી દીકરી છે તમારી વહાલી છે.તે આપણી વાત બરાબર સમજી જશે.”

શુંક્રવારની સાંજે નિવા તેની ડેડીએ એનાં એકવીસમી બર્થડે ઉપર ગીફ્ટમાં આપેલી બ્લ્યુ રંગની બીએમડબલ્યું કાર લઇને ઘરે આવે છે.હંમેશની જેમ તેની રૂપલબેને “આવી ગઈ દીકરા” કહીને આવકારી.હંમેશની જેમ નિવાએ ઘરમાં પ્રવેશતાની  સાથે બેગને ઉપર જવાના દાદરા પાસે જ મુકીને રૂપલબેનને ભેટીને તુરત જ પુછ્યુ,”મોમ,વેર ઇઝ ડેડી?”
“બસ આવતા જ હોવા જોઇએ.તું ફ્રેશ થઇ જા.આજે તારૂ ભાવતું ઇટાલિયન બનાવ્યું છે “સ્ટફ સેલ વ્હાઈટ શોશ વિથ સ્પિનચ એન્ડ ગાર્લિક બ્રેડ.”
“થેક્સ મોમ, હું આવું છું ” કહી નિવા ઉપર તેના રૂમમાં ચાલી ગઈ…

જતા જતા નિવા વિચારતી હતી કે ઉપરથી ભલે આ બધું  બરાબર લાગે,પણ ખરેખર એવું નથી.તે ડેડી મમ્મીના સવાલોના જવાબો આપવા સજ્જ હતી હવે તે ચોવીસ વર્ષની મેચ્યોર અને અમેરિકન બોર્ન ગુજરાતી સ્માર્ટ  યુવતી હતી.

સાંજે તેના ડેડી ઘરે આવી ગયા પછી બધાએ ડીનર સાથે લીધુ.નિવાને બધું બરાબર લાગ્યુ,પણ  ડેડીની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી.

નિવા સમજતી હતી કે આ વાતને કારણ ડેડી તેમના મત પ્રમાણે બરાબર હતા.પરંતુ તેના દિલનું શું? તે એડનને પ્રેમ કરતી હતી તેની સાથે જિંદગી વિતાવવા માંગતી.પ્રેમ ક્યા નાતજાતને સમજે છે.?

જમ્યા પછી રમેશભાઈએ રિવોલ્વીગ સોફામાં બેસતા નીવાને કહ્યું “નિવા અહી બેસ મારે તારી સાથે કેટલીક વાત કરવી છે”
“ઓકે ડેડી કહી નિવા ત્યા જ સોફામાં બેઠી”
રમેશભાઈએ પહેલા સમજાવટના સ્વરમાં કહેવા માંડ્યું” નિવા હું તે દિવસની વાત ઉપરથી સમજી ગયો છું કે તારી અને એડન વચ્ચે કઇક સબંધો છે.પરંતુ જે થયું તેને ભૂલી જા અને હવે અટલેથી જ અટકી જશે તો આપણા બધાનાં હિતમાં રહેશે ”
“બટ ડેડી…….આઇ લવ હિમ એ લોટસ..હું એડનને પ્રેમ કરું છું.મારી સ્ટડી છ મહિના પછી પૂરી થાય છે અને પછી હું તેની સાથે લગ્ન કરવા માગું છું.”
“નિવા બેટા,એ શક્ય નથી.એક તો તે ભારતીય નથી અને વધારામાં તે યહુદી(જ્યુઈશ) છે.તું જાણે છે યહુદી લોકો બહુ સંકુચિત માનસના હોય છે.એ પોતાનાં ધર્મને મહાન સમજે છે અને કોઇ યહુદી બીજા ધર્મની છોકરીને પરણે ત્યારે એ છોકરી પાસે ધર્મ પરિવર્તનનો પહેલો આગ્રહ રાખે છે..હું જાણું છુ કે મારી દીકરી સ્વતંત્ર મિજાજની છે અને આ વાત તને પણ ગળે નહી ઉતરે તો  તું લગ્ન પછી તારું ઘર્મ પરિવર્તન કરવા તૈયાર છે?”રમેશભાઈએ ઘારદાર સ્વરે અને નિવાને જરા ના ગમે એવી રીતે પુછ્યુ.

નો વે…નેવર…ક્યારેય નહી.હું લગ્ન કરું છું એનો અર્થ એ નથી કે મારી સ્વતંત્રતા છીનવાઈ જાય”

લિસન નિવા બેટા..તું નાનપણથી સુખ સગવડથી ભરપૂર ઘરમાં જીવી છે..તારી નાની જીદને અમે હમેશાં પૂરી કરી છે…તે બીએમડબ્લ્યું કાર બર્થડે પર જોઇએ છે તો અમે તને લઇ આપી..તારો રૂમ રીઇન્ટીરીયર કરવવાનું કહ્યું અમે કરાવી આપ્યો.તુ જાણે છે કે એડનનું  ફેમીલી સાવ સામાન્ય છે.નાનપણથી સુખસગવડતા ભરી જિંદગી જીવી છે તો તને ત્યાં નહિ ફાવે.બેટા હું તારો દુશ્મન નથી.એક બાપ તરીકે તારી જિંદગી નજર સામે બગડતી નથી જોઈ શકતો”નિવાનાં બે હાથની હથેળી પોતાનાં હાથમાં લઇને સહેજ દબાવીને રમેશભાઇએ નિવાને સમજાવતા હતા.

નિવા એની રીતે રમેશભાઇ સામે  દલીલો કરતી રહી। … આમ સામસામી દલીલો થી ઉગ્ર બની ગયેલા રમેશભાઈને અચાનક બેચેની થવા લાગી અને આખું શરીર પરસેવાથી રેબઝેબ બની ગયું.આ બધું જોઈ નિવા અને રૂપલબેન ગભરાઈ ગયા.પરંતુ નિવા પરિસ્થિતિની નજાકતતા સમજી ગઈ તેને સમય સુચકતા વાપરીને રમેશભાઇને હોસ્પિટલમાં પહોચાડી દીધા.

બસ પછી ડેડીની ઈચ્છાને માં આપવા માટે અને તેમનાં દિલને ઘડકતું રાખવા માટે તે એડનથી હંમેશને માટે દુર થઈ ગઈ.છતા પણ રહી રહીને એને સમજાઈ ગયું હતું કે એડન તેની માટે યોગ્ય નહોતો.કારણકે તે લગ્ન પછી તે ઈચ્છતો હતો કે નિવા પણ તેનો યહુંદી ધર્મ અપનાવી લે અને તેની નજર તો નીવાના ડેડીની પ્રોપર્ટી ઉપર હતી.તે વાત નિવાને અન્ય મિત્રો પાસેથી જાણવા મળી હતી.

આ બધી ઘટનાંથી હતાશ થયેલી નિવા તેનું ભણવાનું પૂરું થતા તેના માતા પિતાની ઇચ્છા મૂજબ ભારત આવી હતી.એનું બીજું પણ કારણ હતું કે નિવાને થોડું ચેન્જ મળે અને થોડું હતાશામાંથી બહાર નીકળવાન મળે.

અચાનક નિવાનાં વિચારો ખલેલ પડે છે અને ભૂતકાળમાથી વર્તમાનની સચ્ચાઇમાં આવે છે..નિવાને એનાં ડેડીનાં શબ્દો યાદ રોજ દિવસ નવો ઉગે અને વધાવી લેવાનો.હાથમાં વર્તમાન હશે તો તમે આગળ વધી શકશો…ભૂતકાળમાંથી હમેશાં અનૂભવ મળે અને વર્તમાનમાંથી હમેશાં નવી તક મળે છે.ભૂતકાળનાં મડદા ખોતરવાથી રાખ જ મળવાની છે,જ્યારે વર્તમાનની જીંવતતાને મનગમતાં વાધા પહેરાવી શકો છો.                                                         

બહારથી બારણું ખખડાવતા રમેશભાઈએ બુમ પાડી” નિવા તૈયાર છે ને દીકરા આ પાર્લરમાંથી આ બે છોકરીઓ આવી છે તને તૈયાર કરવા?”
આખંનાં ખૂણે ઘસી આવેલી ભીનાશને લુછતા નિવાએ જવાબ આપ્યો.”હા ડેડી બસ ખોલું છું હું તૈયાર છું કહી નિવા ભૂતકાળને ભૂલી આવનારા સમયને અપનાવવા ઉભી થઈ.”પ્રેમની ભાષાને કોઇ સરહદ હોતી નથી.અમેરિકા હોય કે ભારત હોય એક દીકરી અને પિતા વચ્ચે હમેશાં લાગણીનૉ એક અતુટ સંબંધ રહેલો હોય છે.સાસરે ગયેલી દીકરીને સૌથી પહેલી ચિંતા એનાં પિતાની થતી હોય છે.

નિવાએ આજે ભૂતકાળને ભૂલીને જીંદગી હસતા ખિલતા વર્તમાનનાં રસ્તાં પર હસતાં   મ્હોએ કદમ રાખવાનું નક્કી કર્યું કે આજને હસતા અપનાવવી લેવી આવતીકાલને કાલ ઉપર છોડી દેવી!!

લાલ સફેદ પાનેતરમાં નિવા બહુ જ સુંદર દેખાતી હતી.તેને પહેરેલા દાગીના જડતર અને મોતી જડેલા ખાસ ડીઝાઈનર જ્વેલરીના બનાવેલા હતા.હસતા ચહેરે જ્યારે તે આંગણે આવેલા નીરવને હાર પહેરાવવા આવી ત્યારે નીરવ બધું શાનભાન ભૂલ તેને જોતો જ રહી ગયો હતો.આથી તેને નાની સાળીઓ  ટોણો સહન કરવો પડ્યો કે “જીજુ,અત્યારથી આ હાલ છે તો આગળ તમારૂં શું થશે?અપના હોશ બચાકે રખનાં અપની ખૂબસૂરત દુલ્હન સે” કહેતા બધી એક સાથે હસી પડી હતી અને નીરવ ઝંખવાઈ ગયો હતો.આ બધું સાંભળતાં નિવા પણ શરમાઈ ગઈ અને એને એની નજર નીચે ઢાળી દીધી.

ખાસ બોલાવેલા માસ્ટર બેન્ડનાં તાલ ઉપર જાનૈયાઓ નાચતાં નાચતા આગળ વધતા હતા.      જાન માંડવામાં જઈ પહોચી.જાન વધાવાની અને અન્ય વિધિ શાસ્ત્ર અનુશાર લગ્ન વિધિ  હસી મજાક સાથે આટોપાઈ ગઈ.

આ બાજુ રમેશભાઈ અને રૂપલબેનને જાણ હતી કે દીકરી તેમની સાથે અમેરિકા પાછી  આવવાની છે અને ત્યાં પણ નજર સામે જ રહેવાની છે.છતાં પણ વિદાયની ઘડીએ બંનેની આખો છલકાઈ પડી.
સુરેશભાઈના નાનકડા ઘરમાં રહેતા ત્રણ માણસોના હૈયા બહુ વિશાળ હતા.પ્રેમ અને આદર સાથે નવી વહુનું સ્વાગત કર્યું.પરણ્યાની પહેલી રાત્રે આ નવપરણિત જોડા માટે રમેશભાઈએ હોટલ રેડીસન બ્લુમાં હનીમુન સ્યુટ બુક કરાવી રાખ્યો હતો.અહીનું વાતાવરણ બહુ રોમેન્ટિક અને માદક લાગતું હતું.એક આખા નાનકડા ઘરને સમાવી લેં એવા સ્યુટમાં નીરવ અને નિવા એકલા હતા.ફાઈવ સ્ટાર હોટલની રૂમમાં પરી જેવી નાજુક અત્યંત સુંદર નિવા સાથેની પહેલી રાત આ તો નીરવ માટે તો આ બધુ એક સ્વપ્ન સમાન હતું.બહુ ખુશ હતો અને નીવાને બાહોમાં ભરવા એ ઉતાવળિયો થતો હતો.નિવા તેની આ અધીરાઈ સમજી ગઈ હતી. તેથી હું ફ્રેશ થઈને અવું છું કહી બાથ્તુંમમાં ચાલી ગઈ.ખાસ્સી વાર પછી તે બહાર આવી આ તરફ નીરવની અધીરાઈ જવાબ આપી રહી હતી.છેવટે વિક્ટોરિયા સિક્રેટની લેટેસ્ટ સેક્સી નાઈટીને સંકોરતી નિવા હોટલના કિંગ સાઈઝના બેડનાં એક કોર્નર ઉપર આવીને બેઠી   નીરવ તો આભો બનીને તેને જોઈ રહ્યો હતો “આહા! શું પાતળી વળાંકો વાળી દેહલતા છે.એક એક અંગ પર જાણે સર્જનહારે એની ખૂબસૂરતીની છાપ છોડી હતી..અપલક નયને જોતા નીરવ વિચારવા લાગ્યો કે,”શું આજથી આ સૌંદર્યની અપ્રિતમ કહી શકાય એવી કોમલાગિંની મારી એકલાની રાણી બની ગઇ છે?”

નીરવની તંદ્રા તોડતા નિવા બોલી “લિસન નીરવ….,આપના લગ્નજીવનની આ પહેલી રાત છે એ પહેલા હું તારી સાથે કઈક ચોખવટ કરવા માગું છું.”
“યસ સ્વીટહાર્ટ,આજ આપ જે કહેશો અને કેં કાંઇ પૂછશો હું બધુજ સાંભળીશ અને અને જવાબ આપીશ…બટ ડાર્લિંગ…., આજની રાત આ વાત રહેવા દઇએ.આજે મારે બસ નિવામય બનવું છે “નીરવ જાણે નિવાને યાચના કરતો હોય તેમ કહેતો હતો
“નો…નીરવ મારે જે કહેવું છે તે હમણા જ કહેવું છે.જો હું આ વાત પછી કહું તો તને દગો કર્યો કહેવાય.”
“ભલે નિવા,કહી દે….તારા મનમાં હોય તે સાંભળવા તૈયાર છું ”

નીવાએ ટુકમાં એડન સાથેનાં પ્રેમ સબંધની વાત કહી સંભળાવી.મોટે ભાગે અમેરિકન છોકરા હમેશા લગ્ન પહેલા આવી બધી ચોખવટમાં માનતા હોય છે…

નિવાની વાત સાંભળીને પહેલા તો  નીરવને એક ઝટકો લાગ્યો.પરંતુ એ ભણેલો ગણેલો આજનો આધુનિક યુવાન હતો અને તે પાશ્ચાત સંસ્કૃતિથી અજાણ પણ નહોતો.એનાં મોટા મને નીવાની આ નાદાનીમાં કરેલી ભરી ભૂલ સમજી માફ કરી દીધી.કારણકે લગ્ન થઇ ગયા પછી નીરવ માટે હવે બીજો કોઈ રસ્તો પણ હતો?”

નિવા…..,પાસ્ટમાં જે કંઇ બની ગયું તે બધું ભૂલી જા અને હું પણ આવું કઈ યાદ રાખવા માગતો નથી અને તું પણ હવેથી આ બાબતે વિચારતી નહી.કારણકે હું મારી પ્રિયાની આંખમાં એનો ભૂતકાળ નહી પણ એનો વર્તમાન જોવા માંગું છુ.હું ટીપીકલ ઇન્ડીયન મેન નથી કે આવી બધી વાતોને મનમાં રાખુ.”નીરવ જવાબ આપતો હતો ત્યારે અમેરિકામાં ઉછરેલી સ્માર્ટ નિવા એની આંખોને વાંચવાની કોશિશ કરતી હતી.

નીરવે વાતને આગળ વધારતાં કહ્યું,”પ્રોમિસ આપ કે આજથી હવે આપણે એકબીજા માટે જ  વિચારીશું.બસ તું મને  એક વાતનો જવાબ આપ કે તું  આ લગ્નથી ખૂશ તો છે ને?”

નીરવને જવાબ આપતા પહેલા નિવાની નજર સમક્ષ રમેશભાઈનો હસતો ચહેરો તરવરી ઉઠયો અને સંમંતિસુચક હા હોય એ રીતે મો પર મધુર સ્મિત લાવી ડોક હલાવીને હા ભણી દીધી.

બસ આટલું જોતા જ નીરવે પળનો વિલંબ કર્યા વિના ઉભા થઈને નીવાને આલિંગનમાં સમાવી દીધી.હનિમૂન સ્યુટની આછી દુધિયા લાઇટમાં શાંત ગુંજારવમાં શ્વાસનું મધ્ધિમ કાવ્ય વંચાઇ ગયુ.ઉડતાં પડતાઓ વચ્ચે હનિમૂન સ્યુટની બારીમાથી આકાશનો ચાંદ આ દ્રશ્ય જોઇને તારાઓ ભરી ઓઢણી ઓઢીને ધીરે ધીરે શરમાઇને એક નાની વાદળી પાછળ છુપાઇ ગયો.

******************
બીજે દિવસે નિવા જાણે નીરવના ઘરની સદસ્ય હોય હોય એમ વચ્ચે ગોઠવાઈ ગઈ.નિવા આમ પણ સ્વભાવે મીઠડી અને મળતાવડી.એનાં મેડીકલ જોબનાં કારણે અવનવા દર્દી અને એનાં સગાઓને મળવાનું થતું હોવાથી એ માનવિય સ્વભાવથી સુપેરે પરિચિત હતી.એટલે એક દિવસમાં બધાના દિલ જીતતા તેને વાર ના લાગી.

બીજા દિવસે ટુંકા હનીમુન માટે બંને માથેરાન જવા નીકળી ગયા.માથેરાન મહારાષ્ટ્રનું એક નાનકડું સુંદર પ્રકૃતિથી  શોભતું હિલસ્ટેશ છે ,અહી પ્રકૃતિ હજુ પણ પોતાની મુગ્ધતા સાચવીને બેઠી છે આથી નીરવને આ જગ્યા બહુ પસંદ હતી ,સમયની કમી હોવાના કારણે દુર જવાને બદલે એકાંત માટે તેમણે બે દિવસ અહી જવાનું નક્કી કર્યું હતું..
આ બે દિવસ માં નિરજ અને નિવા એકબીજાની પસંદ ના પસંદ સમજતા રહ્યા…એરેન્જ મેરેજમાં આજ એક ખાસિયત છે અહી લગ્ન પછી એક્બીજને સમજવાના કે સમજાવવાના હોય છે ,એક બીજાને અનુરૂપ થવાનું હોય છે . જ્યારે લવ મેરેજમાં એકબીજાને જોયા પારખ્યા પછી એક થવાનું હોય છે।.

આટલા સમય દમિયાન નીરવ એટલું જાણી શક્યો હતો કે નીવાને ડાન્સ અને પાર્ટીઓનો બહુ શોખ હતો ,તે અમેરિકન અને ઇન્ડિયન બંને ડાન્સમાં માહિર હતી હવે તેને સાલસા ડાન્સ સીખવો હતો , નીરવ ફેશનેબલ હત પરંતુ નિવા જેટલો અગ્રેસીવ નહોતો .તે માનતો હતો જિંદગીને તેની રફતાર થી માણવી જોઈએ જ્યારે નિવા માનતી જિંદગીમાં ઉડવું જોઈએ .

આમજ પણ સુખના દિવસો બહુ ટુકા લાગતા હોય છે ,હવે નીવાને અમેરિકા પાછા ફરવાનો સમય આવી ગયો ….

નીરવ હવે તને યુએસે આવતા છ મહિના પણ નહિ લાગે ,હું ત્યાં જી તરત તારી ફાઈલ મૂકી દઈશ ,તું તારી રીતે બધી તૈયારી કરી રાખજે ” નિવાએ કહ્યું
“યસ ડીયર તેની તું જરાય ચિંતા નાં કરીશ હું એક પણ દિવસ લંબાય તેવું નથી ઈચ્છતો ,પણ આ છ મહિના તારા વિના કેમ જશે? તું તો ત્યાં જઈને તારા કામમાં બીઝી થઇ જઈશ પણ અહી મારું શું ? હવે આ છ મહિના મને અહી કામ કરવું પણ નહિ ગમે ”
“યા આઈ નો ,હું જાણું છું હું ત્યાં જઈ સખત બીઝી થવાની પણ તને સમય મળે ફોન કરતી રહીશ આપણે ફેસ ટાઈમ થી વાતો કરીશું ”
“હા ફેસ ટાઈમથી હું તને જોઈતો સકીશ પણ તારો સ્પર્શ કેવી રીતે અનુભવીશ ? નીરવ બેચેન થતા  નિવાને પોતાની નજીક ખેચી તેના ગોરા ગાલ ઉપર મીઠું ચુંબન ચોટાડી દીધું.

છેવટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર રમેશભાઈ અને રૂપલબેન સાથે નીવાને વિદાય આપવા લગભગ 20 માણસો એકઠા થયા હતા … સુરેશભાઈ અને સ્મિતાબેન જાણે દીકરીને વિદાય આપતા હોય તેમ દુઃખી હતા અને નીરવને તો એના કાળજાનો ટુકડો તેનાથી દુર જતો હતો . નિવા દુઃખી હતી પણ એટલીજ તેની દુનિયામાં જવા ઉત્સુક હતી છેવટે સુરેશભાઈ બોલ્યા પહોચીને ફોન કરજો ,બધા એકબીજાને અવાજો જયશ્રી કૃષ્ણ કહીને છુટા પડ્યા.

નિવા અમેરિકા પહોચતા જ નવીનવી શરુ કરેલી હોસ્પીટલમાં બીઝી થઇ ગઈ, અહી નીરવ હવે અમેરિકા જવાના રંગીન સપના જોવામાં વ્યસ્ત રહેતો હતો ,છેવટે સમય જતા વિઝા કોલ આવી ગયો, નિરવ ખુશ હતો પણ સુરેશભાઈ અને સ્મિતાબેન દુઃખી હતા એકનો એક દીકરો તેમના થી કાયમ માટે દુર જવાનો હતો આમ જોતાતો આ ઉંમર નો દીકરો વહુ ઘરમાં લાવે તેના બદલે વહુ પણ ગઈ અને હવે દીકરો નજરથી દુર જવાનો ,

“મમ્મી જો મારું આ સપનું હતું કે અમેરિકા જઈ મારું નશીબ અજમાવું ,આટલું ભણ્યો છું તો મને ત્યાં મારી મહેનત અને ભણતરનું બરોબર વળતર મળશે ,તું આમ દુઃખી થઇ મને નાં મોકલ હું ત્યાં બરાબર સેટ થઇ જતા તને અને પપ્પાને બોલાવી લઈશ ” નીરવ તેની મમ્મીને સાંત્વન આપતા બોલ્યો

હા બેટા તારી ખુશીમાં અમે ખુશ છીએ બસ તારા દુર જવાનું દુઃખ મને અને તારી મમ્મીને સૌથી વધુ છે પણ બેટા તું નિરાતે જા અમે અહી અમારી સંભાળ બરાબર રાખીશું, બસ તું સમયસર ફોન કરતો રહેજે” સુરેશભાઈએ દુઃખી થતા કહ્યું ….

મમ્મી પપ્પાને છેલ્લી વાર આવજો કહી નીરવ બંનેને પગે લાગ્યો ત્યારે તેની આખો પણ ભીજાઈ ગઈ અને તે પાછળ જોવા વિના સામે ખુલ્લા એર ઇન્ડીયાના કાઉન્ટર પાસે ચેક ઇન કરાવવા લાઈનમાં જઈને ઉભો રહી ગયો.લાઈન લાંબી હતી તે વિચારવા લાગ્યો કે રોજ કેટકેટલા લોકો દેશ છોડીને જાય છે?શું આ લોકો દેશને પણ ભૂલી જતા હશે? કદાચ નાં માણસ દુનિયાના છેડે જાય તો પણ મા અને માતૃભુનીને વિસરી શકતો નથી.જે માં બાપે આખી જિંદગી તકલીફો વેઠી પરંતુ મારા જીવન પથમાં હંમેશા ફૂલો બિછાવ્યા હોય તેમને દુનિયાનું કોઈ પણ સુખ ભુલાવી નાં શકે.આજે પહેલી વાર તેને થતું હતું કે અમેરિકા જવાના સપના સેવ્યા તે શું મારી ભૂલ હતી? આ ઉમરે માં બાપને મારી જરૂર હતી ત્યારે હું તેમને એકલા મૂકી મારા સપના સાકાર કરવા દુર પરદેશમાં જઈ રહ્યો છું. પણ હવે આ વાત વિચારવાનો શું અર્થ।  તેની પત્ની તેની રાહ જોતી બેઠી હશે ,
નિવાની યાદ આવતા ફરી ઉદાસ ચહેરા ઉપર મુશ્કાન છવાઈ ગઈ.નીરવ મનોમન વિચારવા લાગ્યો કે  ત્યાં બરાબર સેટ થઈ ગયાં પછી મમ્મી પપ્પાને પણ મારી સાથે ત્યા જ બોલાવી લઈશ.પછી અમે બધા સાથેજ રહીશું.નીરવનાં વિચારોની સાકળને તોડતો અવાજ આવ્યો “નેક્સ્ટ”. નીરવને ખ્યાલ આવી ગયો તેનો વારો આવ્યો અને તે પાસપોર્ટ ટીકીટ વગેરે હાથમાં ઝાલી કાઉન્ટર છોડીને ટર્મિનલ એક તરફ વળ્યો.

બધું પતાવી ફરી એકવાર કાચની દીવાલની બહાર જરાતરા ડોકાતા ચહેરાઓને બાય કરી ટર્મિનલ પાર કરીને પ્લેનમાં બેસવા આગળ વળ્યો.

સમય થતા નીરવ પણ પાંખો વગરના પ્લેનમાં બેસી અમેરિકાની સોનેરી ઘરતી ઉપર ઉતરી ગયો

સવારના સાતનો સમય હતો.એર ઇન્ડિયાનું પ્લેન સમયસર ન્યુયોર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડ થયુ.સિક્યુરીટી ચેક પતાવીને સામાન આવે તેની રાહમાં પ્લેનમાંથી સામાન લઇ આવતાં  કનેવેઇર બેલ્ટ પાસે રાહ જોતો હતો.સામાન આવતા એરાઇવલ લોંજમાંથી આગળ વધ્યો તેને જોયું કે
નિવા એના મોમ ડેડી સાથે એને રીસીવ કરવા આવી છે.નીરવને જોતા જ નિવા ખુશ થઈ તેને વળગી પડી.નિવાનાં હુફાળા આવકારથી નીરવ પણ બહુ ખુશ થયો અને વિચારવા લાગ્યો કે હવે આખી જિંદગી નિવા સાથે જીવવાનું છે તે પણ તેની સ્વપન ભૂમી અમેરિકામાં.

સાથે લાવેલો સામાન રમેશભાઈની વ્હાઈટ મર્સેડીસની ડેકીમાં મૂકી ચારે જણા  રમેશભાઈના આલીશાન હાઉસમાં આવી ગયા.રમેશભાઇનું આલિસાન આવાસ જોઇને  નીરવ આભો બની ગયો.ઘરમાં પ્રવેશતા છત પર ઇટાલિયન  ઝુમ્મર એક બાજુ ઉપર જવાનો અર્ધ ગોળાકાર સિસમનાં લાકડાનો બ્રાઉન પોલિશીંગ કરેલો દાદર.બધા બેડરૂમ ઉપરના ભાગે હતા અને નીચે રસોડુ ,ડાઈનીગ રૂમ ,ફેમીલી રૂમ (બેઠકખંડ )સાથે સ્ટડી રૂમ અને છેલ્લે આવેલા એક વિશાળ રૂમમાં થીયેટર જેટલું મોટું ટીવી સામે ફેલાએલાં સોફા હતા.આખું ઘર ચકચકાટ હતું અને ઘરમાં બધી ચીજ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવેલી હતી.સપના જોતો નીરવને પણ થયું કે થોડા વરસોમાં અમેરિકામાં પૈસા કમાઇને પોતે પણ આવું એક ઘર બનાવશે.નિવા એને “ચાલ ઉપર આપણૉ બેડરૂમ બતાવુ”કહીને હાથ પકડીને નીરવને ઉપર દોરી ગઇ.

દાદરા ચડતાં હતા ત્યારે રૂપલબેનનો અવાજ નીરવના કાને પડયો,”નીરવ બેટા……,ફ્રેશ થઈ જાવ પછી બધા સાથે ચા નાસ્તો કરીએ.

નિવા નીરવને તેના બેડરૂમ માં લઇ આવી.નીરવ આવતાની સાથે નિવાને વળગી પડ્યો ” ઓહ લવ આઈ મિસ્ડ યુ સો મચ .. તને બહુ યાદ કરતો હતો”
“હું પણ તને યાદ કરતી હતી,પણ અહીની બીઝી લાઈફમાં ટાઈમ ક્યા ચાલ્યો જાય છે તેની ખબર પણ નથી પડતી.હવે તું આવી ગયો છે તો સમજી જશે કે અમેરિકામાં ઘડિયાળનાં કાટાથી દિવસ શરૂ થાય છે અને ઘડિયાળનાં કાંટે જ દિવસ પૂરો થાય છે.”આટલુ કહીને નિવાએ નીરવને વળગી પડી આંખો બંધ કરીને નીરવનાં હોઠ પર પોતાનાં હોઠ મુકી દીધા.”

ક્રમસ :
રેખા વિનોદ પટેલ (ડેલાવર યુએસે )
દીકરીની વિદાય એક એવી ઘડી છે જ્યાં ગમે તેવો પથ્થર જેવો આદમી પણ પીગળી જાય છે.રડતી આંખે રમેશભાઇને દીકરીને બે હાથ પહોળા હાથ કરીને સમાવી લીધી.અને અહેસાસ આપ્યો કે દીકરીનાં જવાથી બાપનાં હ્રદયનો એક ખૂણૉ કાયમને માટે ખાલી થઇ જવાનો છે.બે હાથમાં નિવાનું માથું પકડીને રમેશભાઇ એનાં કપાળ પર ચુમીને આર્શિવાદ આપ્યા..કે મારી દીકરી જિંદગીભર તારી આજુ બાજુ દુખનો પડછાયો કદી ના ફરકે સુખી રહે બેટા.

-ક્રમશઃ
-રેખા વિનોદ પટેલ

 ———————————————————————
લાગણીઓનાં “ચક્રવાત” હપ્તો – ૫
——————————————————————-
 સુરેશભાઈના નાનકડા ઘરમાં રહેતા ત્રણ માણસોના હૈયા બહુ વિશાળ હતા.પ્રેમ અને આદર સાથે નવી વહુનું સ્વાગત કર્યું.પરણ્યાની પહેલી રાત્રે આ નવપરણિત જોડા માટે રમેશભાઈએ હોટલ રેડીસન બ્લુમાં હનીમુન સ્યુટ બુક કરાવી રાખ્યો હતો.અહીનું વાતાવરણ બહુ રોમેન્ટિક અને માદક લાગતું હતું.એક આખા નાનકડા ઘરને સમાવી લેં એવા સ્યુટમાં નીરવ અને નિવા એકલા હતા.ફાઈવ સ્ટાર હોટલની રૂમમાં પરી જેવી નાજુક અત્યંત સુંદર નિવા સાથેની પહેલી રાત આ તો નીરવ માટે તો આ બધુ એક સ્વપ્ન સમાન હતું.બહુ ખુશ હતો અને નીવાને બાહોમાં ભરવા એ ઉતાવળિયો થતો હતો.નિવા તેની આ અધીરાઈ સમજી ગઈ હતી. તેથી હું ફ્રેશ થઈને અવું છું કહી બાથ્તુંમમાં ચાલી ગઈ.ખાસ્સી વાર પછી તે બહાર આવી આ તરફ નીરવની અધીરાઈ જવાબ આપી રહી હતી.છેવટે વિક્ટોરિયા સિક્રેટની લેટેસ્ટ સેક્સી નાઈટીને સંકોરતી નિવા હોટલના કિંગ સાઈઝના બેડનાં એક કોર્નર ઉપર આવીને બેઠી   નીરવ તો આભો બનીને તેને જોઈ રહ્યો હતો “આહા! શું પાતળી વળાંકો વાળી દેહલતા છે.એક એક અંગ પર જાણે સર્જનહારે એની ખૂબસૂરતીની છાપ છોડી હતી..અપલક નયને જોતા નીરવ વિચારવા લાગ્યો કે,”શું આજથી આ સૌંદર્યની અપ્રિતમ કહી શકાય એવી કોમલાગિંની મારી એકલાની રાણી બની ગઇ છે?”

નીરવની તંદ્રા તોડતા નિવા બોલી “લિસન નીરવ….,આપના લગ્નજીવનની આ પહેલી રાત છે એ પહેલા હું તારી સાથે કઈક ચોખવટ કરવા માગું છું.”
“યસ સ્વીટહાર્ટ,આજ આપ જે કહેશો અને કેં કાંઇ પૂછશો હું બધુજ સાંભળીશ અને અને જવાબ આપીશ…બટ ડાર્લિંગ…., આજની રાત આ વાત રહેવા દઇએ.આજે મારે બસ નિવામય બનવું છે “નીરવ જાણે નિવાને યાચના કરતો હોય તેમ કહેતો હતો
“નો…નીરવ મારે જે કહેવું છે તે હમણા જ કહેવું છે.જો હું આ વાત પછી કહું તો તને દગો કર્યો કહેવાય.”
“ભલે નિવા,કહી દે….તારા મનમાં હોય તે સાંભળવા તૈયાર છું ”

નીવાએ ટુકમાં એડન સાથેનાં પ્રેમ સબંધની વાત કહી સંભળાવી.મોટે ભાગે અમેરિકન છોકરા હમેશા લગ્ન પહેલા આવી બધી ચોખવટમાં માનતા હોય છે…

નિવાની વાત સાંભળીને પહેલા તો  નીરવને એક ઝટકો લાગ્યો.પરંતુ એ ભણેલો ગણેલો આજનો આધુનિક યુવાન હતો અને તે પાશ્ચાત સંસ્કૃતિથી અજાણ પણ નહોતો.એનાં મોટા મને નીવાની આ નાદાનીમાં કરેલી ભરી ભૂલ સમજી માફ કરી દીધી.કારણકે લગ્ન થઇ ગયા પછી નીરવ માટે હવે બીજો કોઈ રસ્તો પણ હતો?”

નિવા…..,પાસ્ટમાં જે કંઇ બની ગયું તે બધું ભૂલી જા અને હું પણ આવું કઈ યાદ રાખવા માગતો નથી અને તું પણ હવેથી આ બાબતે વિચારતી નહી.કારણકે હું મારી પ્રિયાની આંખમાં એનો ભૂતકાળ નહી પણ એનો વર્તમાન જોવા માંગું છુ.હું ટીપીકલ ઇન્ડીયન મેન નથી કે આવી બધી વાતોને મનમાં રાખુ.”નીરવ જવાબ આપતો હતો ત્યારે અમેરિકામાં ઉછરેલી સ્માર્ટ નિવા એની આંખોને વાંચવાની કોશિશ કરતી હતી.

નીરવે વાતને આગળ વધારતાં કહ્યું,”પ્રોમિસ આપ કે આજથી હવે આપણે એકબીજા માટે જ  વિચારીશું.બસ તું મને  એક વાતનો જવાબ આપ કે તું  આ લગ્નથી ખૂશ તો છે ને?”

નીરવને જવાબ આપતા પહેલા નિવાની નજર સમક્ષ રમેશભાઈનો હસતો ચહેરો તરવરી ઉઠયો અને સંમંતિસુચક હા હોય એ રીતે મો પર મધુર સ્મિત લાવી ડોક હલાવીને હા ભણી દીધી.

બસ આટલું જોતા જ નીરવે પળનો વિલંબ કર્યા વિના ઉભા થઈને નીવાને આલિંગનમાં સમાવી દીધી.હનિમૂન સ્યુટની આછી દુધિયા લાઇટમાં શાંત ગુંજારવમાં શ્વાસનું મધ્ધિમ કાવ્ય વંચાઇ ગયુ.ઉડતાં પડતાઓ વચ્ચે હનિમૂન સ્યુટની બારીમાથી આકાશનો ચાંદ આ દ્રશ્ય જોઇને તારાઓ ભરી ઓઢણી ઓઢીને ધીરે ધીરે શરમાઇને એક નાની વાદળી પાછળ છુપાઇ ગયો.

******************
બીજે દિવસે નિવા જાણે નીરવના ઘરની સદસ્ય હોય હોય એમ વચ્ચે ગોઠવાઈ ગઈ.નિવા આમ પણ સ્વભાવે મીઠડી અને મળતાવડી.એનાં મેડીકલ જોબનાં કારણે અવનવા દર્દી અને એનાં સગાઓને મળવાનું થતું હોવાથી એ માનવિય સ્વભાવથી સુપેરે પરિચિત હતી.એટલે એક દિવસમાં બધાના દિલ જીતતા તેને વાર ના લાગી.

બીજા દિવસે ટુંકા હનીમુન માટે બંને માથેરાન જવા નીકળી ગયા.માથેરાન મહારાષ્ટ્રનું એક નાનકડું સુંદર પ્રકૃતિથી  શોભતું હિલસ્ટેશ છે ,અહી પ્રકૃતિ હજુ પણ પોતાની મુગ્ધતા સાચવીને બેઠી છે આથી નીરવને આ જગ્યા બહુ પસંદ હતી ,સમયની કમી હોવાના કારણે દુર જવાને બદલે એકાંત માટે તેમણે બે દિવસ અહી જવાનું નક્કી કર્યું હતું..
આ બે દિવસ માં નિરજ અને નિવા એકબીજાની પસંદ ના પસંદ સમજતા રહ્યા…એરેન્જ મેરેજમાં આજ એક ખાસિયત છે અહી લગ્ન પછી એક્બીજને સમજવાના કે સમજાવવાના હોય છે ,એક બીજાને અનુરૂપ થવાનું હોય છે . જ્યારે લવ મેરેજમાં એકબીજાને જોયા પારખ્યા પછી એક થવાનું હોય છે।.

આટલા સમય દમિયાન નીરવ એટલું જાણી શક્યો હતો કે નીવાને ડાન્સ અને પાર્ટીઓનો બહુ શોખ હતો ,તે અમેરિકન અને ઇન્ડિયન બંને ડાન્સમાં માહિર હતી હવે તેને સાલસા ડાન્સ સીખવો હતો , નીરવ ફેશનેબલ હત પરંતુ નિવા જેટલો અગ્રેસીવ નહોતો .તે માનતો હતો જિંદગીને તેની રફતાર થી માણવી જોઈએ જ્યારે નિવા માનતી જિંદગીમાં ઉડવું જોઈએ .

આમજ પણ સુખના દિવસો બહુ ટુકા લાગતા હોય છે ,હવે નીવાને અમેરિકા પાછા ફરવાનો સમય આવી ગયો ….

નીરવ હવે તને યુએસે આવતા છ મહિના પણ નહિ લાગે ,હું ત્યાં જી તરત તારી ફાઈલ મૂકી દઈશ ,તું તારી રીતે બધી તૈયારી કરી રાખજે ” નિવાએ કહ્યું
“યસ ડીયર તેની તું જરાય ચિંતા નાં કરીશ હું એક પણ દિવસ લંબાય તેવું નથી ઈચ્છતો ,પણ આ છ મહિના તારા વિના કેમ જશે? તું તો ત્યાં જઈને તારા કામમાં બીઝી થઇ જઈશ પણ અહી મારું શું ? હવે આ છ મહિના મને અહી કામ કરવું પણ નહિ ગમે ”
“યા આઈ નો ,હું જાણું છું હું ત્યાં જઈ સખત બીઝી થવાની પણ તને સમય મળે ફોન કરતી રહીશ આપણે ફેસ ટાઈમ થી વાતો કરીશું ”
“હા ફેસ ટાઈમથી હું તને જોઈતો સકીશ પણ તારો સ્પર્શ કેવી રીતે અનુભવીશ ? નીરવ બેચેન થતા  નિવાને પોતાની નજીક ખેચી તેના ગોરા ગાલ ઉપર મીઠું ચુંબન ચોટાડી દીધું.

છેવટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર રમેશભાઈ અને રૂપલબેન સાથે નીવાને વિદાય આપવા લગભગ 20 માણસો એકઠા થયા હતા … સુરેશભાઈ અને સ્મિતાબેન જાણે દીકરીને વિદાય આપતા હોય તેમ દુઃખી હતા અને નીરવને તો એના કાળજાનો ટુકડો તેનાથી દુર જતો હતો . નિવા દુઃખી હતી પણ એટલીજ તેની દુનિયામાં જવા ઉત્સુક હતી છેવટે સુરેશભાઈ બોલ્યા પહોચીને ફોન કરજો ,બધા એકબીજાને અવાજો જયશ્રી કૃષ્ણ કહીને છુટા પડ્યા.

નિવા અમેરિકા પહોચતા જ નવીનવી શરુ કરેલી હોસ્પીટલમાં બીઝી થઇ ગઈ, અહી નીરવ હવે અમેરિકા જવાના રંગીન સપના જોવામાં વ્યસ્ત રહેતો હતો ,છેવટે સમય જતા વિઝા કોલ આવી ગયો, નિરવ ખુશ હતો પણ સુરેશભાઈ અને સ્મિતાબેન દુઃખી હતા એકનો એક દીકરો તેમના થી કાયમ માટે દુર જવાનો હતો આમ જોતાતો આ ઉંમર નો દીકરો વહુ ઘરમાં લાવે તેના બદલે વહુ પણ ગઈ અને હવે દીકરો નજરથી દુર જવાનો ,

“મમ્મી જો મારું આ સપનું હતું કે અમેરિકા જઈ મારું નશીબ અજમાવું ,આટલું ભણ્યો છું તો મને ત્યાં મારી મહેનત અને ભણતરનું બરોબર વળતર મળશે ,તું આમ દુઃખી થઇ મને નાં મોકલ હું ત્યાં બરાબર સેટ થઇ જતા તને અને પપ્પાને બોલાવી લઈશ ” નીરવ તેની મમ્મીને સાંત્વન આપતા બોલ્યો

હા બેટા તારી ખુશીમાં અમે ખુશ છીએ બસ તારા દુર જવાનું દુઃખ મને અને તારી મમ્મીને સૌથી વધુ છે પણ બેટા તું નિરાતે જા અમે અહી અમારી સંભાળ બરાબર રાખીશું, બસ તું સમયસર ફોન કરતો રહેજે” સુરેશભાઈએ દુઃખી થતા કહ્યું ….

મમ્મી પપ્પાને છેલ્લી વાર આવજો કહી નીરવ બંનેને પગે લાગ્યો ત્યારે તેની આખો પણ ભીજાઈ ગઈ અને તે પાછળ જોવા વિના સામે ખુલ્લા એર ઇન્ડીયાના કાઉન્ટર પાસે ચેક ઇન કરાવવા લાઈનમાં જઈને ઉભો રહી ગયો.લાઈન લાંબી હતી તે વિચારવા લાગ્યો કે રોજ કેટકેટલા લોકો દેશ છોડીને જાય છે?શું આ લોકો દેશને પણ ભૂલી જતા હશે? કદાચ નાં માણસ દુનિયાના છેડે જાય તો પણ મા અને માતૃભુનીને વિસરી શકતો નથી.જે માં બાપે આખી જિંદગી તકલીફો વેઠી પરંતુ મારા જીવન પથમાં હંમેશા ફૂલો બિછાવ્યા હોય તેમને દુનિયાનું કોઈ પણ સુખ ભુલાવી નાં શકે.આજે પહેલી વાર તેને થતું હતું કે અમેરિકા જવાના સપના સેવ્યા તે શું મારી ભૂલ હતી? આ ઉમરે માં બાપને મારી જરૂર હતી ત્યારે હું તેમને એકલા મૂકી મારા સપના સાકાર કરવા દુર પરદેશમાં જઈ રહ્યો છું. પણ હવે આ વાત વિચારવાનો શું અર્થ।  તેની પત્ની તેની રાહ જોતી બેઠી હશે ,
નિવાની યાદ આવતા ફરી ઉદાસ ચહેરા ઉપર મુશ્કાન છવાઈ ગઈ.નીરવ મનોમન વિચારવા લાગ્યો કે  ત્યાં બરાબર સેટ થઈ ગયાં પછી મમ્મી પપ્પાને પણ મારી સાથે ત્યા જ બોલાવી લઈશ.પછી અમે બધા સાથેજ રહીશું.નીરવનાં વિચારોની સાકળને તોડતો અવાજ આવ્યો “નેક્સ્ટ”. નીરવને ખ્યાલ આવી ગયો તેનો વારો આવ્યો અને તે પાસપોર્ટ ટીકીટ વગેરે હાથમાં ઝાલી કાઉન્ટર છોડીને ટર્મિનલ એક તરફ વળ્યો.

બધું પતાવી ફરી એકવાર કાચની દીવાલની બહાર જરાતરા ડોકાતા ચહેરાઓને બાય કરી ટર્મિનલ પાર કરીને પ્લેનમાં બેસવા આગળ વળ્યો.

સમય થતા નીરવ પણ પાંખો વગરના પ્લેનમાં બેસી અમેરિકાની સોનેરી ઘરતી ઉપર ઉતરી ગયો

સવારના સાતનો સમય હતો.એર ઇન્ડિયાનું પ્લેન સમયસર ન્યુયોર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડ થયુ.સિક્યુરીટી ચેક પતાવીને સામાન આવે તેની રાહમાં પ્લેનમાંથી સામાન લઇ આવતાં  કનેવેઇર બેલ્ટ પાસે રાહ જોતો હતો.સામાન આવતા એરાઇવલ લોંજમાંથી આગળ વધ્યો તેને જોયું કે
નિવા એના મોમ ડેડી સાથે એને રીસીવ કરવા આવી છે.નીરવને જોતા જ નિવા ખુશ થઈ તેને વળગી પડી.નિવાનાં હુફાળા આવકારથી નીરવ પણ બહુ ખુશ થયો અને વિચારવા લાગ્યો કે હવે આખી જિંદગી નિવા સાથે જીવવાનું છે તે પણ તેની સ્વપન ભૂમી અમેરિકામાં.

સાથે લાવેલો સામાન રમેશભાઈની વ્હાઈટ મર્સેડીસની ડેકીમાં મૂકી ચારે જણા  રમેશભાઈના આલીશાન હાઉસમાં આવી ગયા.રમેશભાઇનું આલિસાન આવાસ જોઇને  નીરવ આભો બની ગયો.ઘરમાં પ્રવેશતા છત પર ઇટાલિયન  ઝુમ્મર એક બાજુ ઉપર જવાનો અર્ધ ગોળાકાર સિસમનાં લાકડાનો બ્રાઉન પોલિશીંગ કરેલો દાદર.બધા બેડરૂમ ઉપરના ભાગે હતા અને નીચે રસોડુ ,ડાઈનીગ રૂમ ,ફેમીલી રૂમ (બેઠકખંડ )સાથે સ્ટડી રૂમ અને છેલ્લે આવેલા એક વિશાળ રૂમમાં થીયેટર જેટલું મોટું ટીવી સામે ફેલાએલાં સોફા હતા.આખું ઘર ચકચકાટ હતું અને ઘરમાં બધી ચીજ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવેલી હતી.સપના જોતો નીરવને પણ થયું કે થોડા વરસોમાં અમેરિકામાં પૈસા કમાઇને પોતે પણ આવું એક ઘર બનાવશે.નિવા એને “ચાલ ઉપર આપણૉ બેડરૂમ બતાવુ”કહીને હાથ પકડીને નીરવને ઉપર દોરી ગઇ.

દાદરા ચડતાં હતા ત્યારે રૂપલબેનનો અવાજ નીરવના કાને પડયો,”નીરવ બેટા……,ફ્રેશ થઈ જાવ પછી બધા સાથે ચા નાસ્તો કરીએ.

નિવા નીરવને તેના બેડરૂમ માં લઇ આવી.નીરવ આવતાની સાથે નિવાને વળગી પડ્યો ” ઓહ લવ આઈ મિસ્ડ યુ સો મચ .. તને બહુ યાદ કરતો હતો”
“હું પણ તને યાદ કરતી હતી,પણ અહીની બીઝી લાઈફમાં ટાઈમ ક્યા ચાલ્યો જાય છે તેની ખબર પણ નથી પડતી.હવે તું આવી ગયો છે તો સમજી જશે કે અમેરિકામાં ઘડિયાળનાં કાટાથી દિવસ શરૂ થાય છે અને ઘડિયાળનાં કાંટે જ દિવસ પૂરો થાય છે.”આટલુ કહીને નિવાએ નીરવને વળગી પડી આંખો બંધ કરીને નીરવનાં હોઠ પર પોતાનાં હોઠ મુકી દીધા.”

ક્રમસ :
રેખા વિનોદ પટેલ (ડેલાવર યુએસે )

————————————————————————————
લાગણીઓનાં “ચક્રવાત” હપ્તો – ૬
————————————————————————————-

લાગણીઓના ચક્રવાત ; 6.

નીરવ આવ્યો એટલે એની સાથે સમય આપી શકે માટે નિવાએ ચાર દિવસ માટે હોસ્પિટલમાં રજા મૂકી હતી.આ ચાર દિવસ  દરમિયાન નિવાએ નીરવને ઘણું બધું સમજાવી દીધું બતાવી દીધું.પોતાને આઘુનિક માનતો નીરવ સમજી ગયો  કે અમેરિકાનાં વાતાવરણે અનુરૂપ થવા માટે એને ઘણું નવું શીખવાનું અને સમજવાની જરૂર છે.અહીની અમેરિકન ઇગ્લિંસ ભાષા એ જે ઇગ્લિંસ બોલતો હતો,એમાં પણ જમીન આસમાનનો ફર્ક હતો.અહીની રહેણીકરણી અને રીતભાત બધું સાવ અલગ પડે છે.કદાચ મુંબઇ ફાસ્ટ લાઇફ જીવતા કોસ્મોપોલિટીન શહેરમાથી આવનારાને બહુ અઘરું ના પડે,પણ પોતે અમદાવાદથી આવતો હતો.અમદાવાદ ભલે મોટુ મહાનગર હતું છતાય હજુ સંસ્કૃતિની સોડમાં દબાએલું ભીરુ હતું  .

એક દિવસે રાતના નિવા તેના મિત્રો સાથે ઓળખાણ કરાવવા નીરવને ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં લઇ.ગઈ જ્યાં તે મીત્રો સાથે બર્થડે પાર્ટીઓ કે બીજા અનેક પ્રસંગોપાત જતી હતી.આજે બધા મિત્રોએ સાથે મળીને આ બંને માટે એક નાનકડી પાર્ટી જેવું રાખ્યું હતું.ત્યાં પહોચતા ત્યાનું અંદરનું વાતાવરણ જોતા નીરવને લાગ્યું કે તે કોઈ અલગ દુનિયામાં આવી ચડ્યો હોય.આછી ફેલાતી લાલ ભૂરી લાઈટોનો પ્રકાશ રેલાતો હતો.હવામાં પ્રસરતા બનાવટી ધુવાંડા વચ્ચે અટવાતા સિગારેટના સીગારના ગોટા  ઘૂમરાતા હતા.એક બાજુ લાંબો ફેલાએલો ડ્રીંક માટેનો બાર અને તેમાં કામ કરતા યંગ અને આઘુનિક પહેરવેશ પહેરેલા બાર ટેન્ડર.બીજી બાજુ એક નાનકડા સ્ટેજ ઉપર વેસ્ટર્ન મ્યુઝીકને સંભાળતો ડીજે અને ત્યાજ નજીકના ડાન્સ ફ્લોર ઉપર કેટલાક લોકો  મ્યુઝીકના તાલે નશાની મસ્તીમાં ઘેરાઈને નાચતા હતા.કેટલાક તો એકબીજા સાથે થોડું અસભ્ય લાગે તેવું વર્તન કરતા હતા.તો એક બે કપલ જાણે આખા હોલમાં એકલા હોય તેમ એકબીજાને વળગીને ચુંબન કરવામાં અને પ્રણય ગોષ્ઠી કરવામાં મશગુલ હતા

આ બધુ નીરવ માટે થોડું અજુગતું હતું છતાં પણ નવા રંગને અપનાવવા તે તૈયાર હતો.આમે જ્યાં કુતુહલ અને નવિનતાં હોય ત્યાં માનવી મન આપમેળે ખેંચાતું હોય છે.

એવામાં “હાય નિવા” કહેતો એક અમેરિકન યુવાન સામેથી આવ્યો અને નીવાને કમરમાંથી પકડી તેના તરફ ખેચી ગાલ ઉપર કિસ કરી.આ દ્રશ્ય જોતા નીરવ ચમકી ગયો.વિચારવાં લાગ્યો કે,’શું આ જ એડન હશે?’ નિવાએ શું એને પણ બોલાવ્યો છે અહી?
“હાય બ્રાયન હાઉ આર યુ?મિટ માય હસબંડ નીરવ!” કહીને નિવા એ અમેરિકનને નીરવની ઓળખાણ આપતા નિવા આગળ બોલી,””આ બ્રાયન છે જે મારો સ્કુલ ફ્રેન્ડ છે.પહેલા અમારા ઘર નજીક રહેતો હતો.” નિવા અમેરિકન ઇગ્લિંશમાં બોલતી હતી

બ્રાયને એની અમેરિકન ઇગ્લિંશમાં બોલ્યો “હેય બેબ,ટેલ હિમ એમ યોર ફર્સ્ટક્રસ    .હેય યુ ઓલ્સો રીમેમ્બર ધેટ પ્રીટી ટાઈમ ઓફ અસ( તને મારું પહેલું આકર્ષણ થયું હતું યાદ છે તે સમય તને ?)” ને બાયન મુકતમને હસી પડ્યો

નીરવને આ બધું અલગ લાગતું હતું અને વધારામાં બ્રાયન ના અડઘા પડઘા અંગ્રેજી ઉચ્ચારણ બહુ સમજમાં આવતા નહોતા.તેથી તેને વાત હસવામાં લઇ લીધી

બધા ભેગા થતા બધાએ પોતપોતાના મૂડ અને મસ્તી પ્રમાણે ડ્રીંક લીધા.થોડું ડ્રીંક નિવા લીધા પછી તેના ફૂલ ફોર્મમાં આવી ગઈ અને બોલી”નીરવ,કેન વી હેવ ડાન્સ નાઉ?”અને નીરવની હા કે નાં ને ધ્યાનમાં લીધા વિના એનો હાથ પકડીને ડાન્સ ફ્લોર ઉપર ખેચી ગઈ.નિવા તેની મસ્તી પ્રમાણે મુક્ત મને નાચવા લાગી.નીરવને ડાન્સ ગમતો પણ આવો વાઈલ્ડ નહોતો ગમતો.આ મુક્તાચાર સામે નીરવ  ઘણો સોબર લાગતો હતો.નીરવને જેમ બને તેમ અહીંથી નીકળવું હતું તેથી નશામાં ચુર નીવાને પરાણે નીરવે ઘરે જવા રાજી કરી.

બહાર નીકળીને સ્હેજ લડખડાતી નિવાની હાલત જોઇને કહ્યુ”નિવા આવી ડ્ર્ંકસ   હાલતમાં ડ્રાઈવ કરી શકશે? ડીયર એકચ્યુલી તારે આટલું ડ્રીંક નહોતું કરવું જોઈતું ”

નો વરી મેન એમ ઓકે.તું ચિંતા ના કરીશ હું ડ્રાઈવ કરી શકીશ.લિસન હની, હું કંઇ પહેલીવાર  ડ્રીંક્સ નથી કરતી.બટ આજે થોડું વધારે લેવાઇ ગયુ.યુ નો ના..આ પાર્ટી આપણી માટે એરેન્જ કરી હતી.તો બધાની ઈચ્છાને માન આપવું પડેને!!

જેમ તેમ બંને ઘરે પહોચ્યાં પછી નીરવને હાશ થઇ.આજે તેને નક્કી કર્યું કે તે નિવા ને ધીમેધીમે પોતાના જેવી જ જવાબદાર બનાવી દેશે.

નિવાની રજાના ચાર દિવસ પુરા થતા નિવા તેના કામમાં બીઝી થઇ ગઈ. રમેશભાઈ આખો દિવસ નીરવને પોતાની સાથે રાખતા બધું બતાવતા રહેતા અને સાંજે નિવા આવે પછી બંને સાથે સમય વિતાવતા હતાં.

હવે નિરવનું ગ્રીન કાર્ડ અને તેનો સોશિયલ સિકયુરીટી નંબર આવી ગયો હતો..એ પછી એક દિવસ એને રમેશભાઇને કહ્યુ,”ડેડી,હવે તો મારું ગ્રીનકાર્ડ આવી ગયું  અને સોશિયલ સિક્યોરીટી નંબર પણ આવી ગયો માટે હું વિચારું છું કે જોબ માટે એપ્લાય કરું.”

“ભલે બેટા હું કાલે તને બધી માહિતી લાવી આપું છું”રમેશભાઈ એ કહ્યું
નિરવે બે ત્રણ મોટી કમ્પનીઓમાં ઈન્ટરવ્યું ફોર્મ ભર્યા,અને બધાના આશ્ચર્ય વચ્ચે નીરવને એક કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ મળી ગઈ.ઘરમાં બધા ખુશ હતા.નીરવને જોબ મળી એના માનમાં  નિવા એ તો એક નાનકડી પાર્ટી પણ એરેન્જ કરી.

જોબ મળ્યાનાં થોડા મહિના પછી નીરવ પાસે પોતાની અલગ ગાડી હતી.રાબેતા મૂજબ રોજ  નિવા હોસ્પિટલ જવા માટે અને નીરવ તેની જોબ ઉપર જવા પોતપોતાની કાર લઇને નીકળી જતા.સાંજે ડીનર ટેબલ ઉપર રમેશભાઈ,રૂપલબેન,નિવા અને નીરવ ભેગા થતા.નીરવની નવી નવી જોબ હોવાના કારણે બહુ કામ રહેતું.આખો દિવસ કોમ્યુટર ઉપર કામ કરીને થાકીને લોથપોથ થઇ જતો.જ્યારે નિવા આવી લાઈફ સ્ટાઈલથી ટેવાએલી હતી અને તેનું કામ પણ અઘરું નહોતું આથી તે ઘરે આવે ત્યારે પણ હમેશા ફ્રેસ લાગતી. આમને આમ દોઢ  વર્ષ નીકળી ગયું

ચાલાક નિવાએ અઠવાડીયાનાં અંતની શનિ રવિની રજામાં કંઇકને કંઇક બહાર જવાનાં કાર્યક્રમ અગાઉથી ગોઠવી દેતી હતી.પરિણામે આખા અઠવાડીયાની જોબનાં ટેન્સનમાંથી મુક્ત થવાનો અને શનિ રવિમાં ભારતમાં રહેતા મા બાપ સાથે વાત કરવાનો નીરવનો કાર્યક્રમ ચોપટ થઇ જતો હતો.

હવે નીવાને શરૂઆતી આકર્ષણની લગ્નજીવનની જિંદગી બોરીંગ એટલે કે કંટાળાજનક લાગવા લાગી પરિણામે વારમવાર નીરવને કોઇ પણ બહાને કંઇક સંભાળવતી રહેતી,”નીરવ હવે તું  બહુ બોરીગ લાગે છે.આપણા લગ્નનાં એક વર્ષમાં તો સાવ ઓલ્ડમેન જેવું વર્તનકરે છે.યુ નો નીરવ…..,મને હવે તારામાં પહેલા જેવો કોઈ ઉત્સાહ દેખાતો નથી.”

નિવા હવે નીરવને આવા શબ્દો વારેવારે કહેતી હોવાથી બંને વચ્ચેના સ્વભાવનું અંતર દિવસે દિવસે વધતું જતું હતું.એક વખત અંતર વધે એટલે બનેને એકબીજાની ખામીઓ હોય તેના કરતા વધુ મોટી દખાય છે.લગ્નના શરૂઆતી દોરમાં એક બીજાની ખૂબી શોધતા રહેતા પતિ-પત્ની એક બીજાની ખામી શોધતા થઇ જાય છે.પહેલા નજીવી લાગતી વાત જે હસી મજાકમાં ઉડાવી દેવાતી એવી વાતો  ખટકવા લાગે છે અને સબંધને અણગમાની સીમારેખા ઉપર લાવી પટકે છે.

બસ આજ વાતને લીધે નીરવ નીવાની વચ્ચમાં એક કાયમની જગ્યા  સ્થાઈ થઇ ગઈ હતી.બે યુવાન હૈયા વચ્ચે એક અંતર હતું એ દિવસે પહોળી ખાઇ બનતું જાતું હતુ.પરિણામે
નિવા હવે વિકેન્ડ આવે કે તરત તેના મિત્રો સાથે તેના અલગ પ્લાન બનાવી લેતી અને  આખો દિવસ ફિલ્મ અને શોપિંગ,રખડવાનું અને સાંજે ડાન્સ અને ડીનર પતાવી પાછી આવતી.એક માત્ર રવિવારનાં ઘરે રહેતી જેથી નીરવ સાથે રહી શકાય અને ડેડીને એમ લાગે કે બંને લોકો સુખી છે.જો સાચી વાતની જાણ થાય તો એને દુઃખ થાય….આમને આમ સમય સરતો જતો હતો.

એક દિવસ નીરવ કામ ઉપરથી વહેલો ઘરે અવી ગયો.તેની પાસે ઘરની એક ચાવી હમેશા રહેતી તેથી આવીને તેને જાતે દરવાજો ખોલ્યો.બરોબર એ જ વખતે કિચનમાં કામ કરતા રૂપલબેન કોઈ સાથે ફોન ઉપર વાત કરતા સંભળાયા.નીરવે ધ્યાનથી સાંભળ્યુ.
” હા નીપા તારી વાત સાચી છે પણ શું કરું? પહેલા હતું કે નીવાના લગ્ન થઇ જશે પછી મારે શાંતિ થઇ જશે અને તે તેના ઘરે જશે અને હું અને તારા અંકલ બે જણની રસોઈમા બહુ ઝંઝટ નહિ થાય અને હું મારી મરજી મુજબ સોશ્યલ વર્ક કરી શકીશ,પણ આતો જમાઈ અમે ઇન્ડીયાથી લાવ્યા તો હવે તેને રોજ સાજે સરખું જમવાનું જોઈએ અને નિવાને રોજ આપણું દેશી ફૂડ ભાવે નહી એટલે મારે સવાર સાંજ બે અલગ અલગ રસોઈ બનાવવી પડે।  આખો દિવસ મારો આવા કામમાં જ ચાલ્યો જાય છે.”

નીરવને આજ અહેસાસ થઇ આવ્યો કે પોતે ઘરજમાઈ તરીકે રહે છે.પોતે આટલુ કમાઇ છે અને નિવા પણ કમાય છે તો તેને હવે પોતાનું ઘર વસાવી લેવું જોઈયે.તો જ તે એના મમ્મી પપ્પાને ભારતથી અમેરિકા બોલાવી શકશે.

આજે શુક્રવાર હતો બધા જમીને પોતપોતાના રૂમમાં ગયા.નિરવે નિવા સામે પોતાના મનની વાત મૂકી ” નિવા મને અહી આવ્યાને દોઢ વર્ષ થઇ ગયું છે.હવે મને લાગે છે આપણે આપનું અલગ ઘર વસાવી લેવું જોઇએ.આપણે બને સારું કમાઈયે છીએ તો એક નાનકડું પોતાનું ઘર ખરીદી લઇયે.તું શું કહે છે ?”

નીરવની વાત સાંભળતાં જ નિવા ચમકી ઉઠી અને તુંરત જ બોલી,”નીરવ….આં તું શુ કહે છે?આ ઘર પણ આપણું જ છે ને?અહી મોમ ડેડને એકલા મુકીને બીજે જવાની શું જરૂર છે?”

કારણકે હોશિંયાર નિવા પોતે ઘરની જવાબદારીઓથી બંને ત્યાં સુધીદુર રહેવા માગતી હતી.જો એ ધરની જવાબદારી સંભાળે તો એની મોમ જેવી હાલત થવાની છે એ જાણતી હતી.એટલે નીરવને કહ્યુ,જો નીરવ….,મારી મોમ બધુ જ મેનેજ કરે છે અને બહારના ખર્ચા ડેડી સંભાળી લેે છે.તું જાણે છે કે મારા મોમ ડેડની એક જ દીકરી છુ.છેવટે તો આ બધું આપણુ જ છે ને.? અહી આપણે કોઈ ચિંતા કરવાની રહેતી નથી.બધું મોમ ડેડ કરતા હોય તો શા માટે આપણે બીજું ઘર ખરીદીને નકામી જવાબદારીઓ વધારવાની અને તું શું એમ માને છે કે અમેરિકામાં ઘર લેવું બહુ સહેલુંછે ?” નિવાએ છેવટે સ્ત્રીચારિત્ર અજમાવવાની કોશિશ કરી.

“નિવા જીવન છે.ક્યાં સુધી આપણે મોમ ડેડનાં આશરે જીવીશુ.જીવનમાં ખુદ્દારીથી   જવાબદારીઓને પ્રસાદી રૂપે સ્વીકારવી પડે છે.તેનાથી ગભરાઈને કઈ રસ્તો ના બદલી નંખાય.આમે પણ દીકરી સાસરામાં શોભે અને જમાઈ તેના ઘરે જ શોભે.”નિરવે જરાં ખુદ્દારીથી નિવાની વાતનો જવાબ આપ્યો.

થોડી અકળાયને નિવા બોલી,પ્લિઝ નીરવ…..,તું મને આવી બધી પુરાણોની ભાષા નાં સમજાવીસ.પહેલી વાત મને તમારી  ઇન્ડિયન રસોઈ બનાવતા પણ નથી આવડતી અને આપણે અલગ રહીશું તને જમાડશે કૉણ?અને અહીંયા ઇન્ડીયાની જેમ રસોઇણ બાઇ ના મળે.”

નીરવ પણ સામે ગાંજ્યો જાય એમ ના હતો.એને નિવાની દુખતી રગને બરાબર પકડી હતી અને એવો જ સામો જવાબ આપ્યો,”લિસન નિવા….! મારા જમવાની ચિંતા તુ નાં કરીશ.હું બધું શીખી લઈશ અને થોડી તું મદદ કરજે અને થોડું બહારથી મંગાવી લેશુ અને જરૂર પડે તો તારા મોમ પણ નજીકમાં હોય એ રીતે આપણે બહુ દુર ધર ખરીદી નહી કરીએ.માય લાસ્ટ એન્ડ ફાઇનલ ડિસિઝન હવે મારી ઈચ્છા છે કે આપણે આપણુ પોતાનું    ઘર વસાવીએ.”

નીરવ જ્યારે બોલતો હતો ત્યારે નિવા જે રીતે દ્રઢતાથી બોલતો હતો એને જોતી જ રહી. નિવા જાણતી હતી કે આમ સીધો અને હંમેશા શાંત રહેતો નીરવ જ્યારે પણ કઈક નક્કી કરી લેતો ત્યારે તેની વાત ઉપર અડગ રહેતો હતો.

બીજા દિવસે સવારમાં સવારે નાસ્તો કરતી વખતે નિરવે પોતાના મનની વાત રમેશભાઈ અને રૂપલબેન સામે મૂકી.શરૂમાં તો બંનેએ નીરવને અહી રહેવા સમજાવ્યો પણ નીરવ તેમને દલીલોથી કહેતો રહ્યો કે જમાઈ તરીકે તે અહી બહુ નાં શોભે અને તેને એ પણ જણાવ્યું કે જો તેઓ અલગ રહેશે તો જ તેમની જવાબદારીઓને બરાબર સમજી શકશે.

રમેશભાઈને પણ આ વાત બરાબર લાગી કારણકે આ નીરવનાં આ નિર્ણય પાછળ તે જોતા હતા કે નિવા દિવસે દિવસે વધુ બેદરકાર બનતી જાય છે.જો પોતાનું ઘર અને જવાબદારી માથે પડશે તો તે જલ્દીથી  જિંદગીની વાસ્તવિકતા સમજી જશે.”

આથી તેમને હા કહી પણ સાથે એક શ રત મૂકી કે નિવા અને નિરવે તેમના જ વિસ્તારમાં ઘર લેવું જેથી એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવાય.છેવટે બધાની સંમતિ થી નિવા અને નીરવ માટે અલગ ઘર શોધવાની શરૂઆત થઈ.

ક્રમસ :
રેખા વિનોદ પટેલ
(ડેલાવર યુએસએ)

————————————————————————————————
 લાગણીઓનાં “ચક્રવાત” હપ્તો – ૭
————————————————————————————————-
હિનાની શોધ ખોળ બાદ રમેશભાઈના ઘરેથી બે માઈલ દુર ચાર બેડરૂમનું એક સરસ મજાનું ઘર  વ્યાજબી ભાવે મળી ગયું.અહી અમેરિકામા એક  વ્યવસ્થા બહુ સારી હોય છે અને તે છે બેંક ફાયનાન્સ ની।સારી નોકરી કે ધંધાદારી માણસને  બહુ આસાનીથી બેંક લોન આપે છે અને ઓછા વ્યાજ સાથે અને વ્યાજબી હપ્તાઓ ભરીને ઘર કે ધંધો પોતાના નામે ખરીદી શકાય છે

નિવા પોતે ડોક્ટર હોવાથી દર વર્ષે બે લાખ ડૉલર  કમાઈ લેતી હતી અને નીરવ આઈટીમાં કંપની સારી પોસ્ટ ઉપર હતો એ પણ વર્ષે લાખ ડોલર આસાનીથી કમાઇ  કરતો હતો.મજબૂત આવકની બેલેન્સસીટ ઉપર  બેન્કની લોન આશાનીથી મળી ગઈ.સસરા અને બાપની ભૂમિકા રૂપે ચોથા ભાગનું ડાઉન પેમેન્ટ રમેશભાઈએ દીકરી જમાઈને ભેટ રૂપે આપ્યું હતું.બહુ આસાનીથી ઘર લેવાઈ જતા નીરવ અને નીવાએ પોતાનો અલગ ઘરસંસારની શરૂઆત કરી.

એક મહિનામાં નીરવ મોટાભાગની રસોઈ જાતે બનાવતા શીખી ગયો હતો.એ ઉપરાંત  સાંજે ઘરે આવીને તે મોટાભાગનું ઘરનું કામ કરી રાખતો અને નિવા પણ આવીને તેને મદદ કરતી હતી.વીકેન્ડમાં ઘરની ચીજવસ્તુઓની ખરીદારી કરતા.મોટે ભાગે રવિવારેના  દિવસે એ લોકો રમેશભાઇને ઘરે જમવા જતા.

શરૂઆતના છ મહિના તો બધુ બરાબર ચાલ્યું.ફરી પાછી એક ઘરોડથી કંટાળીને       ચંચળ પ્રકૃતિની નિવાને આ લાઈફ બોરીગ લાગવા માંડી.એ વીકમાં બે દિવસ  તે કામ ઉપરથી સીધી ફ્રેન્ડસ સાથે બહાર ઉપડી જતી અને ફોન કરી નીરવને બહાનું કાઢી જણાવી દેતી કે હોસ્પીટલમાં કામ છે તો મોડું થશે.શરૂમાં તો નીરવ તેની વાતમાં વિશ્વાસ કરીને માની જતો હતો પણ એક દિવસ તેની હોસ્પિટલમાથી જ્યારે એક ઈમરજન્સી કેસ માટેફોન આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેનું કામ સાંજે પાચ વાગ્યા પછી હોતુજ નથી.નિરવે તેના મોબાઈલ ઉપર રીંગ કરી તો ફોન બંધ આવતો હતો.તે સમજી ગયો નક્કી નિવા ફરવા ઉપાડી ગઈ હશે.

નિવાની આવી બેદરકારીને કારણે નીરવને બહુ દુઃખ થયું.તેણે કદી પણ નીવાને ટોકી નથી તો પણ તેને ફ્રીડમ માટે જુઠ્ઠું બોલવું પડે છે…આમ બધી રીતે નિવા સારી છે પ્રેમાળ છે છતાપણ ક્યારેક તેને સમજવી અઘરી થઇ પડે છે.અંતરમાં ભરતી ઉદાસીને દુર કરવા તેને તેની સાથે કામ કરતા રોનીને ફોન જોડ્યો.
રોની વીસેક વર્ષ પહેલા બોમ્બેથી અહી તેના માતા પિતા સાથે તેના મામાએ કરેલી બ્લડ રીલેશનની ફાઈલ દ્વારા આવી હતી.રોની અને નીરવ છેલા બે વર્ષથી એક સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ ગઈ હતી.રોનીને કોલેજ કાળમા એક બોયફ્રેન્ડ હતો.પરંતુ પાંચ વર્ષના પ્રેમસબંધ પછી ગયા વર્ષે કોઈ મતબેદ થતા તે સબંધનો કરુણ અંત આવી ગયો હતો.
તેના આવા સમયમાં નિરવે બહુ માનશીક રીતે સપોર્ટ કર્યો હતો અને બસ ત્યાર થી તેઓ સારા ફ્રેન્ડ બની ગયા હતા.હવે નિરવ પણ ક્યારેક મનની વ્યથા રોની સામે વ્યક્ત કરતા ખચકાતો નહોતો.આજે તેનો માનસિક ઉકળાટ ઓછો કરવા તેણે ફોન કર્યો

“હલ્લો ય નીરવ “નીરવનો અવાજ ઓળખી જતા રોની ટહુકી
“હાય રોની બીઝી છે ”
“ના જરા પણ નહી!જસ્ટ ચિલીંગ એટ હોમ.બોલ કઈ કામ હતું?”રોની વર્ષોથી અહી હતી પણ તેનામાં સંસ્કારીકતા અને દેશીપણું હજુ પણ એવુંને એવુ જ હતું।
“હા..રોની! આજે બહુ એકલતા અનુભવું છું,તો થયું કે તારી સાથે થોડીવાર વાત કરું.” નિરવે ઉદાસ સ્વરે જવાબ આપ્યો
“ઓહ શું થયું ડીયર? પ્લીઝ ટેલ મી?” રોનીએ ચિંતાતુર સ્વરે બોલી એટલે નીરવે   તેને આખી વાત જણાવી દીધી

આમ તો રીની નિવાનાં સ્વભાવને બહુ સારી રીતે જાણતી હતી કારણ તે પણ નીરવ ઘરે પ્રસંગોપાત જતી હતી.તેને નીરવને સમજાવતા કહ્યું,”જો નીરવ…..,હું તમારા બંને કરતા ઉમરમાં નાની છું છતાં પણ મારી સમજશક્તિ  મૂજબ કહુ તો હવે તમારે બાળક માટે પ્લાન કરવો જોઈએ.માત્ર બાળકની જવાબદારી નિવાને સાચા માર્ગે લઇ આવશે?”.

નીરવને પણ રોનીની વાતમાં દમ લાગ્યો એટલે  તેને નક્કી કરી લીધું કે નિવાને આજની ઘટનાં  માટે ટોકવા કરતા તેને પ્રેમથી સમજાવીને  આ નવી વાત માટે તૈયાર કરું અને એ તૈયાર ના થાય અને જરૂર પડે એના મોમ અને ડેડીની મદદ લઇશ.

રાત્રે નિવા થાકી ગઈ હોય તેવો ડોળ કરી ઘરે આવી.એને જોઇનેનીરવ સમજી ગયો હતો કે થાક એ તો બહાનું હતું.બાકી નિવાને રખડવામાં ક્યારેય થાકતી નહોતી.છતાં પણ નિરવે તેને પ્રેમથી સહેલાવતા પૂછ્યું “બહુ થાકી ગઈ ડાર્લિંગ ? જમવું છે કે કેન્ટીનમાંથી ખાઈ લીધું ? ”

નીરવની પ્રેમથી સંભાળ લેતા સવાલથી નિવાને થીડી ગીલ્ટી ફિલ થઈ અને બોલી, “સોરી હની,મોડું થવાનું હતું તો ઈટાલીયન ફૂડ જમીને આવી છુ.હની  તું શું જમ્યો?
“બસ આજે તો ડીપ ફ્ર્રિજમાંથી મોમે આપેલા મટર પનીર અને પરોઠા હતા એને ગરમ કરીને જમ્યો.

નિવા બાથરૂમમાંથી ફ્રેસ થઇને આવી બેડમાં આડી પડી.નીરવે નીવાને વ્હાલ કરતા વાત મૂકી “ડાર્લિગ,હવે આપણે ફેમીલી પ્લાનીગ કરવું જોઈએ.જો તું અને હુ અઠ્ઠાવીસ વર્ષ પૂરા કરવાની તૈયારીમાં છીએ અને બહુ મોડું થયું છે એવું મને લાગે છે?

“નીરવ તું સાચો છે એ વાતને હું પણ સમજુ છું.છતા પણ બાળક માટે હું હજુ રેડી નથી.મારી જોબ અને મારા સ્વભાવને કારણે લાગે છે હું બાળકોની જવાદારી બરાબર નહિ નિભાવી શકું”

નિવાની વાત સાંભળીને નીરવે એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરતા કહ્યુ,”          “નિવા ડાર્લિંગ,યુ નો…?આ દુનિયામાં કોઈ સંપૂર્ણ નથી હોતું.બાળક આવે એટલે જવાબદારીઓ  એની મેળે જ આવી જાય છે અને હું છું મોમ છે અને જરૂર લાગે તો હવે ઇન્ડીયાથી મારી મમ્મી પણ બોલાવી લઇશ.તું બસ હા કહે વ્હાલી.. બધું થઇ રહેશે નિવા.”આમ કહી નીરવે તેને પ્રેમથી ચૂમી લીધી.

અંતે નીરવની પ્યાર ભરી સમજાવટના કારણે નિવા  બાળક માટે તૈયાર થઇ. કારણકે પોતે  ડોક્ટર હોવાથી એ પણ સમજતી હતી કે વધુ મોડું કરવું હિતાવહ નથી.ત્રીસ વર્ષ પહેલા બે બાળકો થઇ જાઇ એ માતા અને બાળકો માટે બંને માટે હિતાવહ છે.

આ વાતનાં બરાબર ત્રણ મહિના પછી એક સાંજે નિવા હોસ્પીટાલથી આવીને ઘરમાં પ્રવેસી તો નીરવને જોઇને એને વળગી પડી અને નીરવને ખુશખબરી આપી કે તે પ્રેગનેન્ટ છે.એ મા બનવાનિ છે.તેને જાતે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી લીધો હતો.કારણકે દુનિયામાં માતૃત્વ એક જ એવી માનવિય જીવનમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે એવી ઘટનાં છે,જ્યારે બાળક એનાં ગર્ભમાં પહેલીવાર સળવળેે છે ત્યારે જ એનાં એક માં હોવાનો એક કોમળ અને મમતામય અહેસાસ જન્મે છે.

નિવાનાં આવા હુફાળા વર્તને પોતે બાપ બનવાનો છે એ વાતથીનીરવ બહુ ખુશ હતો.કારણ કે હવે બંનેના પ્રેમના પ્રતિક રૂપે બાળક તેમની જીંદગીમાં આવનાર હતું અને બીજી વાત એ હતી કે હવે નિવા તેની જવાબદારીઓ સમજતી જશે અને અને તેમની વચ્ચેનો તણાવ પણ ઓછો થશે.

આ ખૂશીનાં સમાચારથી અમેરિકામાં રમેશભાઈ અને રુપલબેન તથા ઇન્ડીયામાં સુરેશભાઈ અને સ્મિતાબેન બહુજ ખુશ હતા.રૂપલબેન હવે અઠવાડિયામાં ચાર દિવસ નિવા અને નીરવને ત્યા જ જમવા બોલાવી લેતા જેથી નીવાને આરામ રહે અને તેને ભાવતું તે ખાઈ શકે. નિવા પણ પોતાની જવાબદારીઓ સમજીને પોતાનું ઘ્યાન રાખતી ગર્ભાવસ્થા દરમિયાન  ડ્રીન્કસ છોડી દીધું અને પાર્ટીઓમાં જવાનું બિલકુલ બંધ કરી દીધું.

નિરવે રોનીને “સ્પેશિયલ થેકસ ડીયર ફ્રેન્ડ રોની”લખીનેસુંદર મઝાનો ફ્લાવર બુકે ગીફ્ટ કર્યો અને કહ્યુ,”રોની,તારી સલાહ કામ લાગી ગઈ,અને નિવા હવે તની જવાબદારી જાતે જ સમજીને એક જવાબદાર માતા બનવા તરફ વળી ગઈ છે ,તને કેમ કરી સમજાવું હું કેટલો ખુશ છું !તારો ખૂબ ખૂબ આભાર”કહીને ફ્રેન્ડલી હગ આપી.

“નીરવ……,વી આર ગુડ ફ્રેન્ડસ.મારે જરૂર હતી ત્યારે તે મને મદદ કરી હતી અને તારે જરૂર હતી તો મેં સલાહ આપી બસ આવું તો ચાલ્યા કરે”આ જ સાચી દોસ્તી છે” કહીને રોનીએ બહુ મીઠાસથી નીરવનો ખભો થપથપાવ્યો

નીરવે હવે તેના મમ્મી પપ્પાને વહેલી તકે અહી બોલાવવાની તૈયારીઓ શરુ કરી દીઘી હતી.નિવાને આ એક વાતની બીક હતી કે નીરવના મમ્મી પપ્પા અહી આવી કાયમ તેમની સાથે રોકાઈ તો નહિ જાય ને?”આ વિચાર મનમાં હોવાથી એને નીરવ સાથે વાત કરી.
“જો નીરવ….,હમણા તેમને આવવાની ક્યા જરૂર છે?અત્યારે માંરી મોમ અહી છે.બેબી આવે પછી અને આપણે જરૂર પડે ત્યારે તેમને સામેથી બોલાવી લઇશું. જેથી બાળક પણ સચવાય અને મને પણ રાહત રહે.”

નિવાની વાત સાંભળીને નીરવને લાગ્યુ કે એક રીતે એની વાત પણ સાચી હતી.આથી નિરવે એનાં મમ્મી પપ્પાને  છ મહિના પછી આવવાનું જણાવી આ વાત ઉપર પૂર્ણવિરામ મુક્યું.

સમય જતા નિવાએ રૂડી રૂપાળી ગોળમટોળ દીકરીને જન્મ આપ્યો.અને નામ આપ્યુ,”કિયા”……કિયા બરાબર નિવા જેવી જ દેખાતી હતી.બધા બહુ ખુશ હતા
કિયા એક મહિનાની થઇ ત્યાં સુધી તેઓ રમેશભાઈના ઘરે રહ્યા.હવે નિવાને મહિના પછી પાછું હોસ્પીટલમાં જવાનું હોવાથી નાં છુટકે તેણે નીરવને કહીને ઇન્ડીયાથી સુરેશભાઈ અને સ્મિતાબેનને અહી તેડાવ્યા.

ક્રમશ :

રેખા વિનોદ પટેલ
(ડેલાવર,યુએસએ )

————————————————————————————————
લાગણીઓનાં “ચક્રવાત” હપ્તો – ૮
————————————————————————————————-
સ્મિતાબેન અને સુરેશભાઈના અમેરિકા આવવાથી નીરવ અને નિવાને ઘણી રાહત  થઇ હતી.નીરવનાં ઘરની રસોઇથી લઇને,કિયાને સાચવવાથી કલિનિંગ સુધીની મોટા ભાગની જવાબદારી એક માં હોવાનાં નાતે સ્મિતાબેને હસતાં મુખે સંભાળી લીધી હતી.હવે નિવા રેગ્યુલર હોસ્પિટલ જતી,તેને કિયાની પણ કોઈ ચિંતા ના હોવાથી તે ધણી રાહત અનૂભવતી હતી છતાં પણ કિયાના કારણે એ સમયસર ઘરે અવી જતી,આખરે એ પણ એક માં હતી..માતા પિતાનાં આગમનથી જે રીતે ધરનાં વાતાવરણમાં હળવાસ અને ખૂશીનું વાતાવરણ હોવાથી નીરવ હવે બહુ ખુશ રહેતો હતો.મમ્મીના હાથનું રોજ તાજું ખાવાનું મળતું.સાજે આવીને તે એના પપ્પા સાથે ઇવનિંગ વોક ઉપર જતો હતો.ક્યારેક વહેલો આવીને નાની કિયાને બેબી કેરિયરમાં સુવડાવીને  સાથે એન માતા પિતાને બહાર ફરવા લઇ જતો.

અઠવાડીયાનાં અંતમાં શનિ રવિ બધા ભેગા થઇ ક્યાંક બહાર જતા અથવા  રમેશભાઈના ઘરે એકઠા થતા હતા.વેવાઇ અને વેવાણનાં આવવાથી રમેશભાઇ અને રૂપલબેન એમની સાથે સારી રીતે ગોઠી ગયું હતુ.શરુ શરૂમાં બધું બરાબર લાગતું જાણે બંને પરિવાર ખૂશ હોય અને એક પરિવાર હોય એવો ખૂશહાલ માહોલ હતો.આમે પણ રમેશભાઇને જોલી નેચર હોવાથી ક્યારેક વેવાણ સ્મિતાવેનની હળવી મજાક પણ કરી લેતા.આ બધું જોઇને સ્મિતાબેન અને સુરેશભાઇને ખૂબ ખૂશ થતાં હતા.

આજે કિયાની પહેલો જ્ન્મદિવસ હતો.એને સેલિબ્રેટ કરવા માટે એમનાં ઘરની નજીક એક સુંદર મોઘાં પાર્ટી હોલ બુક કર્યો હતો.સાંજ થતામાં તો બંને પરિવારનાં ઓળખીતા અને નજીકનાં એવા સંબધીઓની સંખ્યા એકસો પચાસ જેટલા આવી પહોચ્યા હતાં.આખા હોલને ડીઝનીની પ્રીન્સેસની થીમથી સજાવ્યો હતો કેક પણ પ્રિન્સેસની કૃતિ જેવી આબેહુબ  સ્પેશિયલ ઓર્ડરથી મંગાવી હતી.      આખો હોલ ગુલાબી ગુલાબી રંગથી શોભતો હતો.સુરેશભાઈ અને સ્મિતાબેન માટે આવી પહેલી પાર્ટી હતી.અહી દારુ અને માંસાહાર ભોજનનો છૂટથી ઉપયોગ થતો હતો.નિવા અને નીરવ બંને  નોનવેજ ખાતા નહોતા.પણ હવે જે સોસાયટીમાં રહેવાનું હોય તેમના જેવું થવા માટે ડ્રીંકસનાં ગ્લાસ હાથમાં લઇ ફરતા હતા.

આ બાજુ નિવા તેના જુના મિત્રો આવવાથી બહુ ખુશ હતી.આથી મસ્તીમાં આવી તેને ફરીથી ગ્લાસ ઉપર ગ્લાસ ખાલી કરવા માંડ્યા હતા.આ જોઇને નીરવે નિવાને કહ્યુ,”બસ કર નિવા…. આજે કિયાની બર્થડે છે.યું આર મધર.ટ્રાઇ ટું કન્ટ્રોલ યોરસેલ્ફ!!!!”
નીરવની આ ટકોરથી છંછેડાયેલી નિવા વળતો જવાબ ખંભા ઉલાળતા આપ્યો,          “સો વ્હોટ નીરવ……..  ધીસ ઇસ માય લાઈફ.આઈ વોન્ટ ટુ એન્જોય માય પ્રિસિયસ મોમેન્ટ ઓફ માઇ લાઈફ.સો માઇ ડીયર હબી ડીયર,ઇન્જોય યોર સેલફ.”આમ કહી જાણે નીરવની વાતની કોઇ અસર ના થઇ હોય નીરવને ત્યાં ઉભો રહેવા દઇને પોતે આગળ વધી ગઈ

નીવાની વધું પડતા પીવાની ટેવનાં કારણે નિરવે ડહાપણ વાપરી કેક વહેલી કપાવી દીધી અને નિવા બેફામ બને તે પહેલા કીયાને અવાજ નડે છે.એમ કહીને કિયાને એના નાના નાની સાથે ઘરે રવાના કરી દીધી.નીરવની આ વાત એનાં માતા પિતા સમજી ગયા હતા તેથી તેઓ પણ બોલ્યા વિના વેવાઇ અને વેવાણ સાથે નીકળી ગયા.

આજની ધટનાથી નીરવ બહુ દુખી થઈ ગયો હતો.તે જલ્દી આપાર્ટી પૂરી થવાની રાહ જોતો રહ્યો.આખી પાર્ટી  દરમિયાન  રોનીએ તેને બરાબર સાથ આપ્યો.કારણકે રોની એની અંત્યત નજીકની દોસ્ત હોવાથી નીરવનાં ચહેરાનાં ભાવ જોઇને એની હાલતનો અંદાજો પામી ગઇ હતી.

છેવટે પાર્ટી પૂરી થતા નીરવ નીવાને લઇ ઘરે આવી ગયો.આખા રસ્તામાં બંને એક બીજા સાથે કશું પણ બોલ્યો નહોતો.આજે તે ગુસ્સે હતો કારણકે આજે એનું પહેલી વાર તેના મમ્મી પપ્પા સામે માથું શરમથી ઝુકી ગયું હતું.

ઘરે આવતાની સાથે નીવાનો હાથ પકડીને રૂમમાં લઇ ગયો,થોડા ઉંચા અવાજે બોલ્યો,”નિવા આજે તો તે મારા સંયમનો બંધ તોડી નાખ્યો છે.મારું માથું શરમથી ઝુકાવી દીધું છે ”
” વ્હોટ રબીસ ટોકીંગ,એવું તો મેં શું કરી નાખ્યું કહીશ મને?આજ સુધી હું તારા માટે બધા બંધનને ગળે વળગાળી જીવી છું.મારું મનને મારીને જીવી છું.મારા બધા શોખ દબાવી દીધા…આઈ સ્પોઈલ માય લાઈફ બીકોઝ ઓફ ઓન્લી યુ.”   નિવા નશાની હાલતમાં ગુસ્સા મિશ્રિત ભાષામા બોલતી હતી.

મોટે ભાગે લગ્નજીવન એક અવસ્થા એવી આવે છે.જ્યારે તું તું મે મે શરૂ થાય બેમાંથી કોઇ પણ મચક આપવાં તૈયાર હોતું નથી.પરિણામે સાવ સામાન્ય  એવી વાતથી શરૂ થયેલી ફરિયાદ એક સમયે સંવાદોનું અટકે નહી એવું યુધ્ધ બની જાય છે.

નીરવ આજે આમે પણ ગુસ્સામાં હતો અને નિવાને આજે કહી દેવાનાં બરોબર મુડમાં હતો,એને નિવાને પણ સામે એવો જ જવાબ આપ્યો,”ઓહ!તે બહું અમારા માટે તે બહું કોમ્પ્રોમાઇઝ કર્યુ છે.બહું સરસ!!!તો  હવેથી તારી મરજી પ્રમાણે જીવજે અને મારી માટે તારી જાતને જરા પણ  તકલીફ નાં આપીશ.ઇટસ ટુ મચ નિવા…બસ હવે બહુ થયું.”

સામે નિવા પણ નશાની હાલતમાં મચક આપવાં તૈયાર નહોતી.એને પણ નીરવની વાતનો એવો જ જવાબ આપ્યો,યસ નીરવ…. હવેથી હું મારી લાઈફ મારી રીતે જ જીવીશ.યુ નો નીરવ? હું તો પહેલેથી જ ડેડને ક્હેતી હતી મને દેશી હસબંડ નથી જોઈતો.પણ ડેડીને રામ જોઈતો હતો.મારી આખી લાઈફની મજા કીરકીરી કરી નાખી.તમારા બધાને આજે હું તને મારા મીત્રો સાથે પણ બહાર નથી જઈ શકતી.આઇ એમ નોટ યુઝ ટુ ધીસ ટાઇપ ઓફ દેશી લાઇફ.”

નિવા નશામાં હતી.આજે મનમાં દબાવેલો બધો ગુસ્સો તે કાઢી રહી હતી.નીરવ આ બધું સમજતો હતો અને નીરવને નિવાનાં એક એક શબ્દો તીરની જેમ વાગતા હતા.

બંધ બારણે થયેલા ઉગ્ર સંવાદોના છાંટા બાજુના રૂમ સુધી પહોચ્તા હતાં એ વાત નિવા અને નીરવ બંને અજાણ હતા.એ બંને તો આજે શાબ્દિક યુધ્ધની પૂરતી તૈયારી કરીને મેદાનમાં ઉતર્યા હતા.કલાકો સુધી એનાં સંવાદોનાં પડધા બાજુનાં રૂમ સુધી પહોચતાં રહ્યા.

બીજા દિવસે સવારથી ઘરમાં આખું દ્રશ્ય સાવ જુદુ જ હતું.નિવા વહેલી ઉઠીને હોસ્પિટલ જવા નીકળી ગઈ.નીરવે જોબ ઉપર કોલ કરી રજા મૂકી દીધી.તે બહુ દુખી હતો કે જેની માટે આટલું કર્યું તે આજે કહે છે તારે કારણ મારી લાઈફ બગડી ગઈ!!!!

નીરવની પરિસ્થિતિને પામી ગયેલા એનાં માતા એની પાસે આવ્યા અને એને સાંત્વન આપતાં બોલ્યા,”બેટા હવે અમે બધું જાણી ગયા છીએ.અમને લાગે છે કે  તારા અમેરિકાના સપનાને પૂરું કરવામાં વધું પડતી ઉતાવળ કરી નાખી”

આ ઘટનાથી સૌથી વધું દુઃખ નીરવનાં મમ્મી સ્મિતાબેનને થયું હતુ.તેનાં ચહેરા પર દીકરાનાં દુંઃખની અસર સૌથી વધું દેખાતી હતી.

ગ્લાની મિશ્રિત દુખનાં ભાવ સાથે સ્મિતાબેન બોલ્યા,”બેટા…..,તનનું કજોડું હોય તો  ચાલે પણ મનનું કજોડું બહુ ભારે પડે છે.એમા પણ જ્યાં તમારા જેવા  બે ભણેલા વિચારશીલ મગજ હોય ત્યાં વિચારોની વિરુઘ્ઘ્તા ભારે વિષમતા સર્જે છે.તું આપણા દેશી વાતાવરણમાં મોટો થયો છે અને નિવા અમેરિકામાં મોટી થઇ છે.હું અને તારા પપ્પા તો ભગવાનને પ્રાથનાં કરીએ છીએ બને એટલો જલ્દી તમારા બંનેનો મનમેળ થઇ જાય.”

નીરવ આ વાત સમજી ગયો હતો.એને પણ હવે નિભાવ્યા સિવાય ક્યા છૂટકો હતો।.હવે રોજનું આ ઠંડું યુઘ્ઘ બધાના મનને ડસતું હતું.બધાનાં મનની    લાગણીઓનું છેદન કરતુ હતું.છતા પણ આ બધા દુખો વચ્ચે એક ખુશીનું કિરણ હતી નાનકડી “કિયા’ જેને દાદા દાદી,નાના નાની અને તેના વ્હાલા ડેડીનો ભરપુર પ્રેમ મળતો હતો અને  ક્યારેક નિવા નવરી પડે ત્યારે જેની એ અસ્સલ પ્રતિકૃતિ ઘરાવતી હતી એને માતાનો વહાલસોયો ખોળો નશીબ થતો હતો.

કિયા હવે અઢી વર્ષની થઇ ગઈ હતી.તેને નાના બાળકો માટેની પ્રી સ્કુલમાં ભણવા માટે મૂકી. આથી સ્મિતાબેનેની જવાબદારીઓ ઘટી ગઈ.હવે ઘરમાં સુરેશભાઈ અને સ્મિતાબેનને એકલતા લાગતી હતી.વધારામાં નિવા તેમની સાથે ખપ પુરતો વહેવાર રાખતી હ.,કીયાને લઇ જવા લાવવા માટે સ્કુલ બસની વ્યવસ્થા હતી માત્ર સ્મિતાબેને બસના સમયે ઘરની બહાર હાજર રહેવાનું હતું.

અચાનક એક દિવસ પ્રી સ્કૂલમાંથી કિયા જેવી ઘરે આવી અને ઉલટી કરવા લાગી.સ્કુલમાં તેને ખાવામાં કૈક આવી ગયું હતુ.સ્મિતાબેન અને સુરેશભાઈ પહેલા તો ગભરાઈ ગયા અને ઝટપટ  નીરવને ફોન જોડ્યો તો જાણવા મળ્યું નીરવ કોઈ મીટીંગમાં બીઝી હતો ચાર કલાક પછી તેનેઓ કોન્ટેક થશે.આ તરફ નીવાને ફોન કર્યો તો તેનો ફોન હંમેશની જેમ બંધ આવતો હતો.છેવટે રૂપલબેન જાણ કરતા તે તરત આવ્યા અને સ્મિતાબેનનેને હાશ થઇ .

તે સાંજે નિવા ઘરે આવી ત્યારે હંમેશા શાંત રહેતા સ્મિતાબેને પહેલી વખત ગુસ્સે થઇ  ગયા અને બોલ્યા”નિવા,જાણે છે કે તું એક નાનકડી દીકરીની માતા છે. તને જવાબદારી જેવું હોવું જોઈએ.તું હંમેશા તારો મોબાઈલ ફોન બંઘ રાખે છે અને વોઈસ મેલ મુક્યો હોય તો તને સાંભળવાની પણ દરકાર હોતી નથી.આમ કેમ ચાલે?’

“કેમ એવું તો શું થઈ ગયું કે આજે મને તમારે આમ લેક્ચ્ચર આપવું પડે છે..વ્હાઇ….વોટ હેપન્ડ મોમ ?”નિવાએ સ્મિતાબેનને તોછડાઈથી જવાબ આપ્યો.

નિવાનાં ઉધ્ધતાય ભર્યા જવાબથી વિચલિત થયેલા નીરવે તુંરત જ નિવાને કહ્યુ,”નિવા…વોટ ઇઝ ધીસ? બોલવામાં જરા ઘ્યાન આપ.તે મારી મમ્મી છે અને આજે કિયા અચાનક બીમાર થઈ જતા તારો સંપર્ક કરવા તને ફોન કર્યો હતો અને મેસેજ પણ મુક્યો હતો,એક તો તું મેસેજ સાંભળતી નથી કે નથી એના જવાબ આપતી તો નેચરલી  મમ્મી ગુસ્સે થાય જ ને.કારણકે એ તારી બધી જવાબદારી છે એને પૂરી કરે છે તો ઉલ્ટાનો તારે એનો આભાર માનવો જોઇએ.

ઓહ!!! તો વાત એમ છે.હા હા… તો એમ કહોને કે બધાને મારી ફ્રીડમ નડે છે.હવેથી હું મારી દીકરીને સંભાળી લઈશ અને નીરવ,તમે મમ્મી પપ્પાને કહો કે જો એને  અહી નાં ગમતું હોય તો તું એને ઇન્ડીયા જવાની વ્યવસ્થા કરી દેજે.આજથી મારે માટે કોઈએ કશું કરવાની જરૂર નથી.હું મારી દીકરીને સંભાળી લઈશ.”આમ કહીને ગુસ્સે થઇને  નિવા કીયાને ઉચકીને એના રૂમમાં ચાલી ગઈ.

નિવાનું આવું કારમું વર્તન  આ વાત ઋજુ હ્રદયના માં બાપના હૈયાને આરપાર ઉતરી ગયુ,પણ એની પૌત્રી કિયાનાં કારણે એને ચુપ રહેવાનું પંસદ કર્યુ.આમ પણ એ લોકોને અહી આવ્યે લગભગ અઢી વર્ષ થઇ ગયા હતા અને હવે એ લોકોને દેશને યાદ કરતા હતા.આતો દીકરાની દીકરી કિયાનો પ્રેમ તેમને અહી રોકી રાખતો હતો.

નીરવ હવે અમે વિચારીએ છીએ કે હવે અમે ઇન્ડિયા પાછા જઇયે.આમ પણ હવે દેશ સાંભળે છે” સુરેશભાઈએ મનની વાત કહી.

નીરવ સમજતો હતો કે માતાપિતાનું મન હવે અહિયાં રહેવા રાજી નથી,અને એ પણ પોતાના સ્વાર્થ માટે તેમને અહી પરાણે રાખવા માગતો નહોતો.એટલે  જવાબ આપ્યો, “ભલે પપ્પા!!!જેવી તમારી ઈચ્છા.છતાં પણ આ ઘર તમારૂ અને તમારા દીકરાનું છે તો મન થાય ત્યારે આવી જજો.બસ એક ફોન કરજો હું ટીકીટ સાથે બધી વ્યવસ્થા કરી દઈશ”

એક જ અઠવાડિયામાં બધું બદલાઈ ગયું સુરેશભાઈ અને સ્મિતાબેન ઇન્ડીયા રવાના થઇ ગયા। હવે રુપલબેનની જવાબદારી વધી ગઈ .કિયાની બસ હવે રૂપલબેનના ઘરે લેવા મુકવા જવું પડતું.

સવારે જોબ ઉપર જતી વખતે નીરવ કિયાને રમેશભાઇના ઘરે મુકતો જતો અને સાજે ત્યા જ જમીને કિયાને લઇને પાછો ધરે આવી જતો.

આ બાજુ નીવાની લાઈફ સ્ટાઈલ તો એની એ જ રહી.બસ ક્યારેક કિયાને બરાબર ના હોય તો તેને ઘરે રોકાવું જવું પડતું અથવા તો વહેલા આવી જવું પડતું। ..જીવન એક વહેતી હવા જેવું છે તેને મુઠ્ઠી બંધ રાખવાથી જકડી શકાતું નથી.

હવે કિયા દસ વર્ષની થઇ ગઈ હતી.એ હવે ઘણું બોલતી અને સમજતી હતી. કિયા સમજી ગઈ હતી કે મોમ વધારે પડતી બહાર જ રહે છે અને ડેડી અને હું ઘરમાં રહીએ છીએ હવે.પરિણામે તે ડેડીની દીકરી બનતી જતી હતી અને નિવાથી ધીરે ધીરે દૂર થતી જતી હતી.

નીરવ અને નિવા વચ્ચે સમજણની ખાઈ વધુને વધુ પહોળી થતી જતી હતી.નિવાનાં આવા સુષ્ક વર્તનથી નીરવ હવે વધુને વર્કોહોલિક થતો જતો હતો  અને નવરાશનો સમય તે મોટે ભાગેરોની સાથે વિતાવતો હતો.ક્યારેક કિયા પણ રોની અને નીરવ સાથે બહાર જતી અને શોપિંગમાં જતી હતી.સામે કિયાને રોની સાથે સારૂં ફાવતું હતું.

એક દિવસ નિવાએ આવીને તેના નવા શોખ વિષે ઘરમાં વાત કરી”ગાયસ…, હું કાલથી થોડી લેટ આવીશ.મારી હોસ્પિટલ નજીક માજ બોલીવુડ ડાન્સ એકેડેમીના ક્લાસ શરુ થયા છે અને હું તેમાં જોઈન્ટ થાઉં છું.હવે પહેલા સાત વાગ્યેઆવતી નિવા હવે આઠ વાગે આવવાની હતી.આ કારણે નીરવ અને કિયાની લાઈફમાં ખાસ મોટો ફેર પડવાનો નહોતો..

…………પણ નીવાની લાઈફ અહીથી બદલાવાની હતી.એ તો ભવિષ્ય જ બતાવશે કે એ બદલીને ક્યાં લઇ જશે?

-ક્રમશ :
-રેખા વિનોદ પટેલ (ડેલાવર,યુએસે)

————————————————————————————————–
લાગણીઓનાં “ચક્રવાત” હપ્તો – ૯
————————————————————————————————–
 નિવા હવે હોસ્પિટલથી છુટીને સીધી બોલીવુડના ડાન્સ કલાસીસમાં પહોચી જતી.આ ડાન્સ એકેડમીમાં મોટે ભાગે યંગસ્ટર એટલેકે યુવાન વયના છોકરઓ  અઢારથી પચ્ચીસ વયના યુવાન યુવતીઓ ડાન્સ શીખવાં આવતા હતા.નિવા આડત્રીસે પહોચેલી સ્ત્રી હતી છતાં તેના એકવડીયા બાંધાની સ્વભાવે ચુલબુલી હતી.એક મોડેલ જેવી રૂપાળી ગોરી ગોરી સ્પોટલેસ સ્કિન કારણે માંડ એ અઠ્ઠાવીસની લાગતી હતી તેથી આ ગ્રુપનાં યુવક અને યુવતીની સમોવડી લાગતી હતી.છતાં તેની વયના કારણે બધા તેને ડોક્ટર દીદી કહીને બોલાવતા.જ્યારે એમાનો એક હર્ષ નામનો ફૂટડૉ યુવક તેને ડોક્ટર કહીને બોલાવતો હતો .

અહી એક ડાન્સ કોમ્પીટીસન થવાની હતી જેમાં યોગાનુયોગ હર્ષ અને નિવા ડાન્સ પાર્ટનર બન્યા હતા.હર્ષ પચ્ચીસ છવ્વીસ વર્ષનો હેન્ડસમ રૂપાળો યુવાન હતો તે અમેરિકામાં જન્મયો અને  મોટો થયો હતો.છતા ઘરમાં ભારતીય વાતારણના કારણે તેને બોલીવુડ ફિલ્મ અને ડાન્સ માટે ગજબ લગાવ હતો. તેની ઇચ્છા એકાદ હિન્દી ફિલ્મમાં કામ કરવાની હતી આથી તે પહેલા અહી આવી ડાન્સ શીખવા માગતો હતો.

હર્ષ પહેલી જ નજરે નિવાનાં દેખાવથી અંજાય ગયો હતો અને આટલું ભણેલી અને દીકરીની માતા હોવા છતાં તેનો જિંદગી જીવવા માટેનો ઉત્સાહ જોતા તેની તરફ તેનું માન વધી ગયું હતું.શરૂમાં તે તેની સાથે એક મર્યાદા રાખી વર્તતો હતો.પછી સાથે ડાન્સની પ્રેકટીસમાં બંને એકબીજાથી શારીરિક રીતે નજીક આવતા અને તેમાં હર્ષ અને નિવા વચ્ચે ઉમરનો જે ગેપ હતો ખોવાય ગયો હતો.   .

રોજબરોજની વાતો દરમિયાન ચાલાક હર્ષ સમજી ગયો હતો કે નિવા તેની પરણિત જિંદગી થી નાખુશ છે.તેથી હવે તેની વાતોમાં પ્રસંશા અને ચાપલુશી ભરી નીવાને તેની તરફ આકર્ષવા લાગ્યો હતો.
” નિવા યોર હબી ઇસ વેરી લકી.તારો પતિ નશીબદાર છે એટલે તું એને મળી છે?તને તો  તારો હસબંડ તને પલકો ઉપર બેસાડીને રાખતો હશે?આઈ વીસ હું તેની જગ્યાએ હોત તને જમીન ઉપર પગ ના મુકવા દંઉ!”

આ રીતે હર્ષ નીવાને વારેવારે અહેસાસ કરાવતો કે અત્યારે જે સુખ એને મળી રહ્યું છે તેના કરતા સો ગણું સુખ તે તેને આપતો હોત.એકધારા લગ્નજીવને અને નીરવ સાથેની દૂરતાની કારણે નિવા પણ હર્ષની વાતોમાં આવતી જતી હતી.। અત્યાર સુધી તેની જાતમાં જે અધુરપ અનુભવતી હતી એ જવાન હર્ષના સંગમાં નિવા પૂર્ણતા અનુભવવા લાગી હતી.તેના આઘુનિક નખરા તેને લોભાવતા હતા અને તેમાં તે તેનું માતૃત્વ અને એક પત્નીની જવાબદારી ભૂલતી જતી હતી। પ્રેક્ટીસ ના બહાને બંને વધુંને વધું નજીક આવી ગયા હતાં. હવે તેઓ વધુને વધુ સમય સાથે વિતાવતા હતાં,ક્યારેક તો રખડવામાં બહુ મોડું પણ થઈ જતું હતુ,પણ હવે હર્ષમય બનેલી નિવાને  કોઈની બીક નહોતી.

નિવા હર્ષના બાહ્ય વ્યક્તિત્વને જોતા ભૂલી ગઈ કે “પ્રેમ વ્‍યકિતની બાહય સુંદરતાથી નથી માપી શકાતો તેને સાચા અર્થમાં આંકવા માટે વ્યક્તિની આંતરીક સુંદરતાને અનુભવવી પડે છે.પ્રેમ કરવો સહેલો છે,પ્રેમ પામવો સહેલો છે. પરંતુ એને સમજવો અને જીવનભર ટકાવી રાખવો મુશ્‍કેલ છે.શરૂઆતી સમયમાં રૂપાળૉ લાગતા  પ્રેમ ઉપર સમય જતાં ધીરે ધીરે ઉમરની જેમ એના પર અસર થવા લાગે છે.નિવા એડનનાં પ્રેમમાં પડી ત્યારે બાદ એને ગુમાવવો પડ્યો ત્યાર બાદ નીરવ સાથેનાં લગ્નનાં અનૂભવ પરથી એ અંદરથી બધું સમજતી હતી છતાં પણ શરૂઆતી આકષર્ણ ભલભલી સમજણ પર બુલડૉઝર ફેરવી નાખે છે.પરિણામે નિવા હર્ષ તરફ ખેચાતી ગઇ.                           

અચાનક એક દિવસ ઝંઝાવાત આવ્યો અને આખા પરિવાર ઉપર ઘેર દુઃખનાં વાદળા છવાઈ ગયા.એક દિવસ બીઝનેશની કોઈ મીટીંગ ઉપરથી પાછા ફરતી વખતે રમેશભાઈની કારને એક મોટો અકસ્સ્માત નડ્યો અને તેમાં રમેશભાઈનું ઘટના સ્થળ ઉપરજ દુખદ મોત નીપજ્યું.આ બનાવને કારણે નિવા પણ બહુ દિવસો સુઘી દુઃખી ઉદાસ રહી.પરંતુ તેના સ્વભાવની ચંચળતા ને હર્ષના સાથ અને ઉશ્કેરણીના લીધે તે જલદી આ પરિસ્થિતિ માંથી બહાર આવી ગઈ.પરતું રૂપલબેન માટે આ દુઃખ અસહ્ય હતું આવી પરિસ્થિતિમાં નીરવ તેમનો પેટ જણ્યો દીકરો બનીને રહ્યો.રમેશભાઇનાં  બિઝનેશ થી માંડી ઘરની બધી જવાદારી તેને રમેશભાઈના મિત્રોની મદદ થી ઉપાડી લીધી.વધારાની બધી પ્રોપર્ટી વેચવાનું નક્કી તું ત્યારે ખબર પડી કે તેમની પ્રોપર્ટીનો અડઘો ભાગ રુપલબેનના નામે અને અડઘો નિવાને નામ ઉપર હતો

વધારાની બધી પ્રોપર્ટી વેચી નાખી ફક્ત રેન્ટલ પ્રોપર્ટી બાકી રાખી જેથી એ ભાડામાંથી  રૂપલબેન ધર ખર્ચની ચિંતા ના રહે.હોશિંયાર નિવાને ભાગે આવેલા બધા ડોલર તેને પોતાને નામે અલગ મૂકી દીધા.આ બાબતે નીરવને કોઈ વાધો ના હતો.કારણકે  નીરવ પોતાનું ગુજરાન બહુ સારી રીતે કરી શકે તેટલું કમાતો હતો તેને તો બસ નિવા પાછી જીતી હતી.તેનું ખાસ કારણ હતું કિયા.તે નહોતો ઈચ્છતો કે એક દીકરી તેની માના પ્રેમથી વંચિત રહે.

પણ વિધિના વિધાન આગળ કોઈનું કશું ક્યા ચાલે છે………

હવે બેંકમાં બેલેન્સ વધતા નિવા વધારે સ્વછંદી બનતી ચાલી. શરૂમાં તો નીરવ આંખ આડા કાન કરી લેતો પરંતુ હવે તેને લાગ્યું પાણી માથાની ઉપર નીકળી રહ્યું છે તેને જો રોકવામાં નહિ આવે તો તે બધાને ડુબાડી દેશે.

આ બાજુ નીરવને કાને તેના હર્ષ સાથેના અફેરની વાતો અથડાતી હતી.પરતું હવે તેને આ પ્રોબ્લેમનો કાયમને માટે એક અંત જોઈતો હતો.તે રાત્રે તેને કિયાને નાનીના ઘરે મોકલી આપી અને નિવા જેવી  ઘરે આવી તુરત જ કહ્યું
“નિવા સ્ટડી રૂમમાં આવ મારે તારી સાથે થોડી વાર કરવી છે.”
‘કેમ સ્ટડી રૂમ ? બેડરૂમ કેમ નહિ? નિવાએ આશ્ચર્ય સાથે પૂછ્યું
નિવા પ્રેમની વાત બેડરૂમમાં થાય પણ જ્યાં પ્રેમ બિઝનેશ જેવો જરૂરીયાત મુજબનો બની જાય ત્યારે તેની વાતો સ્ટડી રૂમમાં વધુ સારી રીતે થઇ શકે!!
નિવાએ  કોઇ સવાલ કર્યા વિના નીરવની પાછળ રૂમમાં આવી
થોડૉ ગુસ્સો અને થોડી લાચારી સાથે નીરવે નિવાને કહ્યુ,” લિસન નિવા….! આજ સુધી મેં તારી બધી ભૂલોને નાદાનિયત સમજી અવગણી છે અથવા માફ કરી છે પણ મારી ભલમનસાઈની એક હદ હોય છે.પણ હવે મને લાગે છે કે    બસ હવે બહુ થયું! હવે આ પાર કે પેલે પાર તું ઈચ્છે તો મારી સાથે જેવી લગ્ન સમયે હતી એવી નિવા થઈને રહી શકે છે અને મારી દીકરીની માં થઈને રહી સકે છે.તને આ વાત મંજુર હોય તો હું દિલથી આવકારૂં છુ.છતા પણ તને  નાં મંજ્રર  હોય તો  હું અને તું જીવનના આ પડાવે આવીને પણ છુટા પડી શકીએ તેમ છીએ.હું નથી ઈચ્છતો તારી આવારગી ભરી હરકતોનો ઓછાયો  મારી દીકરી ઉપર પડે.” નીરવ આટલું લાબું બોલી ચુપ થઈ ગયો.એક લાચાર પતિની આક્રોસ એનાં ચહેરા પર તાદશ દેખાતો હતો.એને ખબર નહોતી કે અમેરિકાંનાં જે સપનાં જોતો એ જ્યારે હક્કીતમાં તબદિલ થાય છે ત્યારે હાલત ધોબીના કુતરા જેવી થઇ જાય છે.ના ઘરનો રહે નાં ધાટનો રહે.

નીરવની વાતને સાંબભળીને ચુપકીદી છવાય ગઇ.આ ચુપકીદી તોડતા નિવા બોલી,”નીરવ…..,હું જાણું છું કે તું એક પતિ અને પિતા તરીકે  બેસ્ટ છે પણ મને જે દિલફાડીને ચાહે એવો પ્રેમી જોઈએ છે તે પણ મારા વિચારોને સમજે,જે   મારા શોખને પોષે,જે મારા તમામ નખરા અને તુમાખીને હસતાં મુખે ઝેલી શકે.માટે હું ઇચ્છું છુ કે આપણે એક બીજાને દોષ આપી આખી જિંદગી જીવીએ તેના કરતા આપણે છુટા પડી જઈયે.એજ વાત આપણાં બંને માટે બેટર છે.હવે ડેડી પણ આ દુનિયામાં રહ્યાં નથી જેથી એને આ વાતનું દુખ લાગે.નીરવ યુ નો?હું હર્ષને પ્રેમ કરું છું અને તારાથી ડિવોર્સ લઇ હું તેની સાથે લગ્ન કરવા માગું છું ”

“નિવા હું આ વાત જાણતો જ હતો અને સાચું કહું હું તને પરાણે આ બંધનમાં પકડી રાખવા માગતો નથી.કાલે  સવારે તારી સાથે કોર્ટમાં આવવા તૈયાર છું અને કાલે જ ડીવોર્સ પેપર સાઇન કરવા તૈયાર છુ.” નીરવના અવાજમાં દુઃખ હતું પણ શબ્દોમાં મક્કમતા હતી.એ જાણતો હતો કે નિવા ખોટે રસ્તે જઇ રહી છે.એ પણ જાણતો હતો હાલનાં સમય નિવા પર કોઇ સલાહની અસર થવાની નથી.

આ બાજુ રૂપલબેન નિવાના આવા નિર્ણય થી બહુ દુઃખી હતા .નીરવે પ્રેમથી રુપલબેનને આ વાત માટે માનવી લીધા.”મોમ, તે મારી સાથે જીવવા નથી માગતી તો તેને પરાણે હું બાધી રાખવા માગતો નથી,મોમ તે પણ ખુશ અને આપણે પણ ખુશ!!! એને જ્યાં જવું  જવાદો એ એનાં રસ્તે અને આપણે આપણા રસ્તે.સૌથી મોટી ખૂશી એ છે કે આપની પાસે કિયા છે.”

“જીવનમાં જો પ્રેમની બુનીયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્‍કેલ બની જાય છે આવી સ્થિતિમાં ગમેતેટલો ઉત્કટ પ્રેમ પણ નબળો પડી જાય છે.પ્રેમમાં મોટે ભાગે એવું બને છે,થોડા વર્ષો જતાં કોઇ પણ એક પાત્ર સામેનાં પાત્રથી કંટાળી જાય છે.એકને એક વસ્તું નજર સામે રહેતી હોય પછી  એની હાજરીની અસર નહિવત બની જાય છે.આ જ વસ્તું નિવા સાથે બની હતી.જેનાં કારણે હર્ષ તરફ વળી હતી.ભવિષય આ જ સબક કદાચ નિવાને પણ મળી શકે.ભવિષ્યમાં શું બનવાનું છે એ ક્યાં કોઇને ખબર હોય છે?

છેવટે નીરવ અને નિવાના મ્યુચુઅલ અંડરસ્ટેન્ડીગ,પરસ્પર સંમતિથી ડિવોર્સ  થઈ ગયા…આ બાજુ હર્ષ નિવાનાં ડીવોર્સ થાય એની રાહ જોઇને જ બેઠો હતો.

ડીવોર્સ લીધા એનાં બીજા મહીને નિવાએ હર્ષ સાથે કોર્ટમાં જઈ લગ્ન કરી લીધા. પૈસાનો પ્રોબ્લેમ તો નીવાને હતો જ નહી.તેણે વેસ્ટ ન્યુયોર્કમાં હાઈરાઈઝ બિલ્ડીંગમાં આઠમા માળ ઉપર ત્રણ બેડરૂમનો સુંદર ફ્લેટ ખરીદી લીધો.જ્યાંથી તેની હોસ્પિટલ વીસ મિનીટ દુર હતી.આથી તેને આ જગ્યા બહુ અનુકુળ આવી હતી.

હર્ષનાં સાનિધ્યમાં શરૂવાતના દિવસો નિવા માટે દિવસો સોનાના અને ચાંદીની રાત હતી….આમને આમ બંનેનાં લગ્નને  છ મહિના વીતી ગયા.એક દિવસ નિવાએ હર્ષને કહ્યુ,”હર્ષ ડાર્લિગ…..,હું તો આખો દિવસ હોસ્પીટલમાં રહું છું તો મારો સમય જતો રહે છે પણ તું આખો દિવસ ઘરે રહે છે તો કંટાળી નથી જતો?” નિવાએ લાડ લડાવતા હર્ષને પૂછ્યું
“ના સ્વીટહાર્ટ …..,તારા ગયા પછી તારા પાછા આવવાની રાહ રાહ જોતો હોઉં છું અને તેમા જ મારો સમય ક્યા વીતી જાય છે તેનો ખ્યાલ નથી રહેતો.” હર્ષ બંને હાથ વડે નિવાના સોલ્ડરને મસાજ કરતા બોલ્યો
ડીયર હવે તું  હવે કઈક કામ શોધી લે તો તને વધારે ગમશે આખો દિવસ તું ઘરે રહીશ તો આળસુ થઈ જઈશ”
બટ માય ડાર્લિગ…,મારી સ્ટડી હજુ કમ્પ્લીટ થઈ નથી તો સારી જોબ તો મને કેવી રીતે મળી શકે.?પણ હા! થોડા પૈસા ક્યાંકથી ઉછીના લાવું તો મારાથી બિઝનેશ થઈ શકે.તારી ખુશીમાં જ મારી ખુશી છે જાન!”હર્ષ બોલ્યો

નિવા જાણતી નહોતી કે હર્ષની સાચી ખુશી ક્યા હતી?

ક્રમસ:
રેખા વિનોદ પટેલ
(ડેલાવર યુએસએ)

——————————————————————————————–
લાગણીઓનાં “ચક્રવાત” હપ્તો – ૧૦
——————————————————————————————–
નિવાએ હર્ષને બિઝનેસ  કરવા માટે રમેશભાઇનાં મૃત્યુ પછી એનાં વારસામાં       આવેલા પૈસામાંથી સેન્ડવીચ સોપ લઇ આપી.હજું આ શોપને માંડ એક વર્ષ પૂરું થયું હતું.ત્યાં તો એક દિવસ હર્ષ વહેલો ઘરે અવી ગયો હતો.નિવા ઘરે આવી ત્યારે તો લીવીંગ રૂમમાં બેઠો બેહો બિયરની બોટલો ખાલી કરતો હતો.એસટ્રેમાં સાત આઠ સીગારેટ ઠરેલી પડી હતી.હર્ષની આવી હાલત જોઈ નિવાને ચિંતા થતાં પુછ્યુ” જાન….,વોટસ હેપન્ડ ડીયર,શું થયું કેમ આજે વહેલો ઘરે અવી ગયો?”

સ્વીટહાર્ટ,ટુ ડે ઇઝ બેડ ડે ફોર અસ! હવે લાગે છે કે મારે ઘરે જ રહેવું પડશે!તું જાણે છે નિવા!,છેલ્લા થોડા મહિનાઓથી આપણૉ બિઝનેસ બરાબર ચાલતો  નહોતો તેથી મારાથી સોપનું રેન્ટ અર્થાત ભાડુ ચુકવાયુ નથી.આ વર્ષમા લીઝ પૂરી થયા પછી દુકાનના માલિકે લીઝ રીન્યુ કરવાની ના પાડી એટલે મારે ના છૂટકે  સોપ બંધ કરવી પડી છે.સોરી જાન.. તું ચિંતા કરે માટે તને કશું કહ્યું નહોતું ” દુઃખી હોવાનો અભિનય કરતા હર્ષ બોલ્યો.

પોતાના પ્રિય પાત્રને આગળ લાવવાની ઈચ્છા દરેક સાથીના મનમાં ઘ્રરબાયેલી  હોય છે પણ સામે વાળું પાત્ર જો એ પ્રેમને લાગણીને લાયક નાં હોય તો તેને રસ્તો બતાવવા માટે કઠીન રાહ અપનાવવી જોઈએ,તો જ એ સામેના પાત્રનો સાચો વિકાસ શક્ય બને છે.

નિવાએ હર્ષની આ વાતને છોકરમત ગણી અને કહ્યું” ડોન્ટ વરી માય ડીયર હબી!!હું છુ ને તારી સાથે.બધું સારૂં થઇ જશે.તું ખોટી ચિંતા ના કર,ચાલ આજે આપણે બહાર ડીનર માટે જઈયે એટલે તારો મૂડ ચેન્જ થઇ જશે.લાગણીનાં લપેટાયેલી નિવા હર્ષને પટાવતા બોલી…..

કહેવાય છે કે મોટે ભાગે સ્ત્રીઓ છેતરાતી નથી,પણ કોઇ સ્ત્રીને પ્રેમ કે લાગણીનાં નામે લપેટી લો તો હોંશિયાર કહી શકાય એવી સ્ત્રીઓ પ્રેમ અને લાગણીનાં નામે ભોળે ભાવે છેતરાય જાય છે.આવું જ નિવા સાથે હર્ષ કરતો હતો.નહીતર ચાલાક અને ગણતરીબાજ નિવાને કોની મજાલ હતી કે છેતરી જાય?                          

આ ઘટનાનાં ત્રણ મહિના પછી એક દિવસ નિવા ખુશ થતી ઘરે અવી અને બોલી,”હર્ષ, મારી પાસે તારી માટે કે સરપ્રાઈઝ છે.હું આજે એક ડે કેર સેન્ટર જોઈને આવી છું.ત્યા તારા માટે કામ અને પ્લેસ બંને સારું છે.તારે  ત્યાં ઘ્યાન રાખવાનું અને ત્યાની વ્યવસ્થા સાંભળવાની.નાના બાળકોને શીખવવા સાચવવા માટે ટીચર્સ હશે.તને ફાવશે આ કામ ?” નિવા ઉત્સાહમાં આવી કહેવા લાગી.

“અરે ડીયર કેમ નહિ! આપણે કાલે પહેલા જગ્યા બધું જોઈ આવીએ” હર્ષે ચહેરા પર કૃત્રિમ  ખૂશીના ભાવ સાથે જવાબ આપ્યો

બીજા દિવસે એ જગ્યા અને કામ જોઈ હર્ષે હા પાડી પણ તેણે શરત મૂકી કે,”નિવા!હું આ સેન્ટર મારા નામ ઉપર લઈશ.તારા નામ  ઉપર કામ કરતા મને લાગે છે હું જાતે કઈ જ કરતો નથી”
“અરે નો પ્રોબ્લેમ ડીયર તું કહીશ તેમ જ થશે” નિવા આ ત્રણ વર્ષમાં હવે સંપૂર્ણપણે હર્ષને આઘીન થતી જતી હતી…આજે તેની દશા નીરવ જેવી હતી.એક એવો સમય હતો ત્યારે નીરવ નોવાની ખુશીમાં પોતાની ખુશી જોતો હતો.તેમ  આજે નિવા હર્ષને ખુશ રાખવા બધું કરી છૂટતી હતી …..
“પણ મારે તે માટે બેંકમાંથી લોન મેળવવી પડશે અને મારી પાસે કોઈ મિલકત નથી તો બેંક મને લોન ક્યાં બેઝ ઉપર આપશે?”દુખી થઈને હર્ષે જવાબ આપ્યો
“હની એક આઈડીયા છે!!!! હું તને મારી પ્રોપર્ટીમાં ભાગ આપી દઉં અને પછી તને કોઈ પણ બેંક આશાનીથી લોન આપશે “નિવાએ  ભોળા ભાવે કહ્યું।
“તારા ડોલર મારાથી કેમ કરી લેવાય?આઈ કાન્ટ ડુ ધીસ? ”
અરે તારું મારું શું? હર્ષ હવે બધું આપણુ જ છે ને.મારે તો તારી ખુશી એ મારી ખુશી
નિવા અજાણ હતી પરંતુ હર્ષની આંખોમાં એક વિચિત્ર ચમક હતી.એ ચમકની પાછળ હર્ષની અંદર જે પ્લાન રમતો હતો એ બાખુબીથી આગળ વધતો હતો..

હર્ષની વાતોમાં ભોળવાઇને નિવાએ અડધી પ્રોપર્ટીમાં હર્ષને હિસ્સેદાર બનાવ્યો.એ પછી હર્ષે  ડે-કેર પોતાને નામે ખરીદી લીધું.

થોડા મહિનાં હર્ષે જાણે એ ડેર કેર સેન્ટરનાં કામમાં બહું વ્યસ્ત રહેતો હોય એવૉ દેખાવ નિવા સામે કરતો રહેતો હતો.સામે નિવાને પણ લાગ્યુ ત્રણ વર્ષમાં હર્ષ બહુ બદલાઈ ગયો હોય અને હવે તે નિવા સાથે જાણે રહેવા ખાતર રહેતો હોય તેવું નિવાને લાગતું હતું.પણ હવે નિવા મજબુર હતી.ના તે પાછી તેના ઘરે જઈ શકતી હતી ના હર્ષને છોડી શકતી હતી.

અચાનક એક રાત્રે હર્ષે નિવા સામે એક વાત મૂકી “ડાર્લિંગ! હું રોજ ડે-કેરમાં નાના બાળકોને હસતા ખેલતા અને મસ્તી  મજા કરતા જોઉં છું.તો હવે મને હવે આપણા બાળકની ઈચ્છા થઇ આવી છે મને પણ એક બાળક જોઈએ છીએ!!!”

વ્હોટ?વોટ આ આર યું સેઇંગ હર્ષ?આ તું શું કહે છે તેનું ભાન છે તને?આર યુ ગોઇંગ મેડ ઓર વ્હોટ ? હું અત્યારે પિસ્તાલીસની થઇ ચુકી છું અને હવે તું મારી પાસે બાળકની ઈચ્છા રાખે છે?યાદ છે હર્ષ?મેં તને આપણા મેરેજ પહેલા જ બધું સમજાવ્યું હતું કે આપણી વચ્ચે ઉંમરમાં તેર વર્ષનો ફેર છે અને સમય જતા હું તને બાળક નાં પણ આપી શકું.ત્યારે તે સામેથી કહ્યું હતું કે’જાન…. મને તો બસ તુજ જોઈએ છે.તારી ઉંમર તારો દેખાવ બધું પ્રેમ સામે ગૌણ છે”નિવાએ ઉશ્કેરાઈને હર્ષને એની માંગણી સામે જવાબ આપ્યો.

હર્ષ આ વાતને જાણતો હતો કે આ ઉમરમાં સ્ત્રીને બાળકનો જન્મ આપવો એ બહું અધરૂં હોય છે અને હર્ષને કોઇ પણ બહાને નિવાની દુખતી રગને દબાવવી હતી.એટલે હર્ષ પોતાની વાતને સાચી ઠેરવવા લાગણીશીલ થઇને નિવાને કહ્યુ,”ડાર્લિંગ નિવા!દરેક સમયની એક માગ હોય છે.તું જાણે છે નિવા!અત્યારે હું મારી સામે રોજ હસતા ખેલતા બાળકોને જોઉં છું તો મારું મન કોચવાઈ જાય છે કે મારે આવું બાળકોનું સુખ કેમ નથી?” હર્ષ દુઃખી અવાજે બોલ્યો

ડાર્લિગ!તું જાણે છે કે મારે એક દીકરી છે.પણ તારા પ્રેમ સામે મેં તેને પણ ત્યજી દીધી છે.શું મારી દીકરીની મને યાદ નહિ આવતી હોય?એટલા માટે હું  ક્યારેક મોમના ઘરે જઈ તેને મળી લઉં છું પણ તેમ કરતા મારી માતૃત્વની ભૂખ વધુ ઉઘડે છે.પણ તને દુખ થાય તેથી કદી તારી સામે મેં આ વાતનો ઉલ્લેખ પણ નથી કર્યો અને તું આજે મારી પાસે આ અશક્ય તેવી માગણી મુકે છે ” નિવા આજે પહેલી વાર છુટ્ટા મ્હો એ રડી પડી

બાળકની વાત ઉપર ઘણા દિવસો સુધી નિવા અને હર્ષ વચ્ચે સામસામી દલીલો થતી રહી.છેવટે હર્ષ જે ધારતો હતો એ વાત ઝગડા ઉપર આવીને અટકી ગઈ.હવે એક જ ઘરમાં રહેવા છતાં બંને અજનબી બનીને જીવવા લાગ્યા.

છેવટે આ તકરારનો અંત લાવવા નીવાએ સામે ચાલીને હર્ષના સુખ માટે તેને તેના બાળકની સુખની એષણાને પરિપૂર્ણ કરવા માટે હર્ષને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું.

નિવાએ હર્ષને સાચો પ્રેમ કર્યો હતો તેથી હર્ષને દુઃખી જોઈ એ પણદુઃખ અનુભવતી હતી.એ જાણતી હતી કે આ હવે શક્ય નથી આથી તેને હર્ષને કહ્યું, જો તું ઈચ્છે તો મારાથી અલગ થઈ શકે છે.કારણકે તું બાળકનું સુખ માગે છે તે સુખ હું આપી શકવા સક્ષમ નથી અને આ રીતે એકજ ઘરમાં પરાણે જીવવાનો કોઈ અર્થ નથી.”

નિવાને પ્રતીતિ થઈ આવી કે આજથી બરાબર આઠ વર્ષ પહેલા આવી જ રાત તેના જીવન માં આવી હતી ફર્ક માત્ર એટલોકે તેની જગ્યાએ નીરવ હતો જે તેને મન મુકીને ચાહતો હતો.

હવે  નિવા અંદરથી તૂટી ગઈ હતી તેને આગળ ચલાવ્યું,” હર્ષ માય લવ,માય સ્વીટ હાર્ટ!   તારા વગર જીવવું બહુ અઘરું છે મારા માટે.પરંતુ તારી ખુશી માટે મને સઘળું દુખ મંજુર છે.”

નિવાની વાતનો કોઇ પ્રત્યુતર આપ્યા વિના હર્ષ બીજા રૂમમાં ચાલ્યો ગયો.

દુનિયામાં ઘણા એવા કિસ્સાઓ એવા બંને છે જેમાં લેભાગું અને છેલબટાઉ અને દેખાવડા  યુવાનનાં પ્રેમમાં  ખૂબસૂરત અને બુધ્ધિશાળી કહી શકાય એવી સ્ત્રી પડી જાતી હોય છે અને બહું ટુંકા સમયમાં આવા પ્રેમનો કરૂંણ અંત આવે છે અને છેવટે સ્ત્રીને છેતરાયાનો અહેસાસ થાય છે.

બરાબર બે દિવસ પછી હર્ષ હાથમાં એક ફાઈલ લઈને ઘરે આવ્યો જેમાં ડિવોર્સપેપર હતા.નિવાએ કશું બોલ્યા વિના નીતરતી આંખો અને રડતા હૈયે સહી કરી આપી.

કોર્ટના સિક્કા વાગતા પ્રેમી માંથી પતિપત્ની બનેલા નિવા અને હર્ષ આઠ વર્ષમાં તો અલગ થઈ ગયા અને અડઘી પ્રોપર્ટી હર્ષના નામે હોવાથી તે તેના ભાગે આવેલું બધું લઈને ચાલતો બન્યો.તેને દરકાર પણ નહોતી કે નીવાનું મારા ગયા પછી શું થશે.કારણકે હર્ષનો મકસદ સાફ હતો કે નિવા સાથે રહેવું પડે કે એનાંથી છુટા થવું પડે પણ કોઇ ભોગે એની મિલ્કતમાંથી થોડૉ ઘણૉ હિસ્સો એને પચાવી પાડવાનો હતો.

આ ઘટનાં પછી નિવા એકલતા અને ડીપ્રેસન વચ્ચે જીવીને જેમ તેમ બે ત્રણ મહિનાં વિતાવ્યા.નિવા હવે એકલતાને ગળે વળગાડી કેટલું રહે? છેવટે તે આ દુઃખમાંથી બહાર આવવા માટે જાતેજ ટટ્ટાર થવાનો નિર્ણય લીધો.રાબેતા મુજબ હોસ્પીટલમાં જવાનું શરુ કર્યું.

હોસ્પીટલમાં કામ ફરી શરૂં કર્યાને એક મહિનો માંડ વીત્યો હશે અને તેની એક ફ્રેન્ડે આવીને ન્યુઝ આપ્યા કે હર્ષે તેનાજ ડે-કેરમાં કામ કરતી પચ્ચીસ વર્ષની અમેરિકન ઇન્ડિયન મિક્સ રેચલ સાથે લગ્ન કરી લીધા છે.વધારામાં એણે જણાવ્યું કે બંને વચ્ચે છેલ્લા ચાર વર્ષથી અફેર હતું અને આ બધો સમજી વિચારેલો તેમનો પ્લાન હતો.તારી પ્રોપર્ટી પડાવી લેવાનો”

આ વાત  સાંભળીને નિવા ભાગી પડી હતી.તેને પૈસા ગયાનું દુઃખ નહોતું પણ લાગણીથી દુઃખ કાળજે વાગી ગયું હતું.તે દિવસે ઘરે આવી પછી મનભરીને રડી લીધું અને હર્ષનાં નામનું નાહી નાખ્યુ.

હવે નિવાને એની મોમ યાદ આવવા લાગી પણ મોમના ઘરે જવાથી પણ કોઈ ફાયદો નહોતો.વધારામાં સ્વમાની નિવા  નહોતી ઈચ્છતી કે કોઈ એના ઉપર દયા ખાય આખરે તે એક ભણેલી આઘુનિક સ્ત્રી હતી.તે સમજી ગઈ કે સ્વચ્છંદતા અને આધુનિકતાનાં આવેગમાં તે બરોબર છેતરાઈ છે અને પોતે કેટલી ભૂલ કરી છે.એક વાર તો યુવાનીમાં નાદાનીયાતમાં એડનને કરેલા પ્રેમની ભૂલને આખા પરિવારે માફ કરી હતી પરતું આતો પાકી સમજણમાં અને પાકટવયમાં જાણી બુઝીને કરેલી ભૂલને કોણ માફ કરે?

એ જાણતી હતી કે નીરવનું બારણું પણ તેની માટે બંધ થઇ ગયું હતું.પેટની જાણેલી દીકરી પણ પારકી માંને પોતાની કરી તેની બની ગઈ હતી અને પોતાની સગી માને નિવાએ ખરા દુઃખના વખતે એકલી મૂકી દીધી હતી.હવે આવા પ્રેમાળ ફેલીમીને ત્યાં શું મોઢું લઇને જવુ?

નિવાને વાગેલી આ ઠોકરે તેને વાસ્તવિકતાનું ભાન કરાવી દીધું ,”પ્રેમ એટલે આત્માનુ સમર્પણ,પ્રેમ એ તો આરાધના છે,એમાં ડુબી જાઓ તો સમજાય કે સાચા અર્થમાં પ્રેમ કોને કહેવાય.પ્રેમમાં માત્ર પામવું એ જ જરૂરી નથી પણ પ્રેમ એટલે મબલખ આપતા રહેવું એ જરૂરી છે જે નિરવે એને આપ્યું હતું.”

હવે તે બધું આ સમાજને આપવા માગતી હતી.પરિણામે નિવાએ હવે બાકીની જીંદગી મફત કોમ્યુનીટી સર્વિસ એટલે કે મફતમાં સેવા આપતી સંસ્થાઓમાં મફત સેવા આપવાનું નક્કી કરી લીધું.હવે નિવા આંતરિક રીતે સુખી હતી.સમય મળતા રૂપલબેન સાથે જઈને રહેતી ક્યારેક કિયા,નીરવ અને રોનીની મુલાકાત પણ લેતી હતી.

એક દિવસ નિવાનાં અંદરનાં ખાલિપાને જોઇને રૂપલબેને નિવાને કહ્યુ,”નિવા દીકરા,તું હવે મારી સાથે રહેવા આવીજા હું પણ એકલી છું અને તું પણ એકલી છે.તું આવીશ તો મને પાછલી ઉમરમાં રાહત રહેશે.”

રૂપલબેનની વાતની અસર નિવા પર બરોબર થઇ અને એને રૂપલબેનને જવાબ આપ્યો,             “ભલે મોમ! તારી ઈચ્છા હશે તેમ હું કરીશ.વધારે તો કઈ નહિ પણ હવે તને દુઃખ થાય તેવું હું કશુ જ કરવા માગતી નથી”નિવાએ સ્નેહથી રૂપલબેનનો હાથ પકડીને જવાબ આપ્યો અને રૂપલબેનને વળગીને ઘ્રુસકે ધ્રુસકે રડવા લાગી,અને બોલી”મોમ,આજે મને સમજાયુ કે દુનિયામાં માતાની પ્રેમની બધાં પ્રેમનો ટુકો પડે છે.મોમ યું આર ગ્રેટ!!!!

રૂપલબેન દીકરીના વાંસા પર હાથ ફેરવીને એને સાંત્વનાં આપતા રહ્યા.રૂપલબેનનાં ચહેરા પર માતૃત્વની બુંલંદતાની ચમક હતી.આંખોમાં એક સંતાન સાચા માર્ગે પાછું વળ્યું એનાં ખૂશીનાં આંસુ હતા.

-સપૂંર્ણ

 રેખા વિનોદ પટેલ
(ડેલાવર યુએસએ)
 

One response to ““માર્ગી” મેગેઝિનનાં દિપાવલી ૨૦૧૪નાં અંકમાં મારી લઘુનવલ “લાગણીઓનાં ચક્રવાત”નાં હપ્તા ૧ થી ૧૦

  1. mukesh italiya

    May 7, 2016 at 8:35 am

    Saras,sundar, navlika tamari kalam aavij rite chalti rahe.mari Java vachan bhukhya ne thal pirasata raho aevi prarthana

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: