મારી ફેસબુક યાત્રાના પાચ વર્ષનું સરવૈયું ફેસબુક …
મારી ફેસબુક યાત્રાના પાચ વર્ષનું સરવૈયું ફેસબુક ……
આજકાલ ઘણા બધાએ પોતાની ફેસબુકની શરૂવાત અને સફર વિષે લખ્યું છે , આજે મને પણ મારી આ લાગણીને વ્યક્ત કરવાનું મન થયું . આજથી લગભગ 5 વર્ષપહેલા મેં એક સ્કૂલ મિત્રના કહેવાથી મેં ફેસબુક જોઈન્ટ કર્યું ત્યારે આશય હતો બસ જુના ખોવાએલા મિત્રોને એકજ છત( fb ) હેઠળ ભેગા થયેલા જોવાનો, ઘણા મીત્રો મળી આવ્યા જે 25 વર્ષ થી છુટા પડ્યા હતા પણ તેના કરતાય ખાસ એવા મિત્રો મળી આવ્યા જે કદીય જીવન માં આવ્યા નહોતા છતાય જીવનનો એક ભાગ બની ગયા. જેમની સાથે મારી સવારનો એક મહત્વ નો ટુકડો ગુજરે છે જેઓ સતત મારા સુખ દુઃખ માં બરાબર ભાગ રાખે છે હું ખુશ હોઉં તો તે બધા પણ ખુશી પ્રગટ કરે અને દુખી હોઉં તો બધા દુઃખ વ્યક્ત કરી મારી માટે ગુડ વીસીશ કરે હવે તમેજ કહો આ મોર્ડન ગણાતા જમાનામાં આટલું કરનાર કોણ હોય છે
જ્યારે પાચ વર્ષ પહેલા હું આવી ત્યારે મને માત્ર રીડીંગ નો શોખ હતો લખવાનો કોઈ મહાવરો નહોતો પરંતુ મારું સ્કુલ મિત્ર દેવલ સાથે અહી મુલાકાત થઇ તે ક્યારેક નાની બે લાઈન પોસ્ટ ઉપર મુકતો અને તેના મિત્રવર્તુળ માંથી કવિ મિત્ર નરેશ ડોડીયા નો પરિચય થયો ત્યારે મારા લીસ્ટમાં માંડ 15 ફ્રેન્ડસ હતા અને તેમની પણ કવિતા લખવાની શરૂવાત હતી છતાય તેમને જોતા અને વાંચતા વાંચતા મારી લખવાની હિમત વધતી ચાલી …..
પછીતો કેટલાય મિત્રો એવા મળી આવ્યા કે તેમને બધાને વાચી વાંચીને ઘણું શીખી ગઈ
હું અહી કોઈના દોષ જોવા કે નિંદા કરવા નથી આવતી તેથી મને અહી આવી હંમેશા ખુશી થાય છે મારા ઘરનું આંગણ હોય અને હું ત્યાં બેથી બેથી ટોળ ટપ્પા કરતી હોઉં તેવુજ લાગે છે ,
મને ક્યારેય કોઈ કટુ અનુભવ નથી થયા અહિનું સુખ કે જે તે વ્યક્તિની વાત કે રીતભાત નાં ગમે તો અન્ફ્રેન્ડ કરો કે બ્લોક કરો. મારી માટે આ એક એવી જગ્યા છે જેને પૂજ્યભાવે જોઈ સકું જેમકે બાળક પહેલીવાર સ્કુલમાં જાય તેને બાલમંદિર કહે છે ” બાળકોને જીવનનો પહેલો એકડો શીખવતું પવિત્ર સ્થાન તેજ બાલમંદિર ” બસ હું અહી આવી મારામાં પડેલી ને અધજાગૃત ” હું “ને જગાડી સકી બાકી નાનકડી કવિતા લખતા પણ મને નહોતું આવડતું જયારે અહી રહી બધાના સાથ અને સ્નેહ ને કારણે આજે સરસ મઝાની વાર્તા લખતા પણ સીખી ગઈ.
ખાસ આભાર હું ચિત્રલેખાના તંત્રી ભરતભાઈ નો પણ માનું છું કે મારી કલાની સરાહના કરી તેને આગળ વઘવાની અનોખી તક આપી કે જેના વિષે તો મેં કલ્પના પણ નહોતી કરી. હવે આ પગલાને આગળ વધારતા હું મારી ટુંકી વાર્તાઓ નો સમૂહ લઇ ટુક સમયમાં એક બુક પબ્લીશ કરવાની છ અને બીજી એક બુક મારી કવિતાઓ ની પણ …. કવિતા ઉપર થી યાદ આવ્યું કેટલાક ભારે કવિમિત્રોને સંતાપ રહે છે કે કે હું છંદ કે બંધારણ માં નથી લખતી પણ તે મિત્રો માફ કરે હું મસ્તી માત્રા અને લાગણના છંદ વડે રચના કરું છું , છતાય બધાનો આભાર કે મને સીખાવવાનો રસ દાખવે છે, તેઓના પ્રયાસ અને લાગણીને માન આપી આજે હું છંદમાં પણ લખતા શીખી ગઈ છું
બસ હું આજે જ્યાં પણ છું તેનો બધોજ શ્રેય એકજ વ્યક્તિને જાય છે જેના કારણે હું ” વિનોદિની ” તરીકે ઓળખાઉં છું
રેખા પટેલ ( વિનોદિની )
chandralekha
July 2, 2016 at 4:05 am
તારા બ્લોગમાં મારું નામ વાંચીને ગદગદ થઇ જવાયું .
rekha patel (Vinodini)
July 2, 2016 at 6:57 pm
યેસ તું મારી મીઠી દોસ્ત છું
Jay Patel
December 25, 2016 at 2:18 am
રેખા બેન તમારા નવલકથા અને કવિતા ખૂબ સરસ છે.
rekha patel (Vinodini)
December 30, 2016 at 2:59 pm
આભાર